રાજકોટમાં વકીલ મહાસંમેલનમાં સિનિયર ધારાશાસ્ત્રીઓનું સન્માન કરાશે

રાજકોટમાં વકીલ મહાસંમેલનમાં સિનિયર ધારાશાસ્ત્રીઓનું સન્માન કરાશે
રાજકોટમાં વકીલ મહાસંમેલનમાં સિનિયર ધારાશાસ્ત્રીઓનું સન્માન કરાશે
અનિલભાઈ દેસાઈની ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કરી ગુજરાત પ્રદેશ ભાજપના લીગલ સેલના સહસંયોજક તરીકે નિયુક્તિ કરેલ છે અને ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના વકીલ મહાસંમેલનને રાજકોટ ખાતે યોજવાની જવાબદારી સોપેલ છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જીલ્લાઓમાંથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા વકીલોનું પ્રથમ વખત એક વિશાળ સંમેલન રાજકોટ ખાતે આગામી તા.9 ને શનિવારે સાંજે 6 વાગ્યે કાલાવડ રોડ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, રાજકોટના સભાગૃહમાં સી. આર.પાટીલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત ભાજપના લીગલ સેલના પ્રદેશ ક્ધવીનર જે. જે. પટેલના નેતૃત્વ હેઠળ આ વકીલ મહાસંમેલનને સફળ બનાવવા માટે જે. જે. પટેલ પોતે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભુમિ દ્વારકા જીલ્લાના વિદ્યુતવેગી સતત પ્રવાસ કરશે ઉપરાંત રાજકોટના સિનિયર વકીલોની વિવિધ ટીમો તથા અનિલભાઈ દેસાઈએ પોરબંદ2, રાજકોટ, અમરેલી, કચ્છ, મોરબી સહિતના જીલ્લાઓનો પ્રવાસ કરી, મિટિંગો કરી સંપર્ક સાધી મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરી છે. આ મહાસંમેલનને સફળ બનાવવા માટે વિવિધ જીલ્લા-મહાનગરોના લીગલ સેલના સંયોજક, સહસંયોજક દ્વારા વ્યાપક પ્રવાસ કરીને રૂબરૂ આમંત્રણ અપાઈ રહ્યા છે.

આઝાદીની લડતમાં સમગ્ર દેશમાં તમામ રાજયોમાં વકીલો અગ્રેસર રહ્યા હતા તેવીજ રીતે ગુજરાતમાં ભારતીય જનસંધના, ભાજપના અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના વિકાસના પ્રાથમિક તબકકામાં વકીલોનું મહત્વનું યોગદાન રહ્યું છે. પૂર્વ સાંસદ સ્વ. ચીમનભાઈ શુકલ (રાજકોટ), પૂર્વ સાંસદ સ્વ. સુર્યકાંતભાઈ આચાર્ય (જુનાગઢ), પૂર્વ સાંસદ સ્વ. અનંતભાઈ દવે (કચ્છ-માંડવી), ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સ્વ. ધીરૂભાઈ શાહ (ગાંધીધામ- કચ્છ), રાજકોટના પૂર્વ મેયર સ્વ . વિનોદભાઈ શેઠ, કર્ણાટકના પુર્વ રાજયપાલ વજુભાઈ વાળા, ભારતીય મજદુર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ હસુભાઈ દવે, પુર્વ સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજ, સ્વ . જશુભાઈ કાનાબાર (અમરેલી), વસંતભાઈ આશર (અમરેલી), એમ. એન. લાલવાણી (જુનાગઢ),

કિશોરભાઈ કોટક (વેરાવળ), કિશોરભાઈ દવે ( અમરેલી ) અને પૂર્વ ધારાસભ્ય સ્વ.અરવિંદભાઈ મણીયાર (રાજકોટ), પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં વર્ષો સુધી કાર્યરત હતા તેવા સ્વ. પ્રવિણભાઈ મણીયા2 (રાજકોટ) , યશવંતભાઈ ભટ્ટ (રાજકોટ), સ્વ. મનોજભાઈ પારેખ (ધો2ાજી) સ્વ. મધુભાઈ મહેતા (પો2બંદ2), સ્વ. ગોવિંદભાઈ દેસાઈ (ગોંડલ), સ્વ. ભીખુભાઈ ભટ્ટ (ભાવનગ2) સહિત અનેક સિનિયર ધારાશાસ્ત્રીઓનું યોગદાન રહેલ છે.

Read About Weather here

રાજકોટમાં યોજાનારા વકીલ મહાસંમેલનમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં 50 વર્ષથી વધુ સમયથી વકિલાતના વ્યવસાયમાં યોગદાન આપનારા સિનિયર ધારાશાસ્ત્રીઓનું ગ2ીમાં પૂર્ણ રીતે સન્માન ક2વામાં આવશે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here