રાજકોટમાં રાવણના માથા બનાવતા યુપીના કારીગરો

રાજકોટમાં રાવણના માથા બનાવતા યુપીના કારીગરો
રાજકોટમાં રાવણના માથા બનાવતા યુપીના કારીગરો

સૌરાષ્ટ્રનાં સૌથી ઉંચા 60 ફૂટના રાવણનું રાજકોટમાં દહન કરાશે
દશેરાના દિવસે બે દિવસ માટે રેસકોર્ષ મેદાનની ફાળવણી એસ્ટેટ શાખાએ કરી: પુતળા બનાવવા ઉત્તર પ્રદેશથી કારીગરો આવ્યા
મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા 30-30 ફૂટ ઉંચા બનાવાશે
દશેરાના દિવસે સાંજે 7 વાગ્યે ભવ્ય આતશબાજી કરી બાદમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાદહન કરવામાં આવશે

રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે દર વર્ષે સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણ દહનનું આયોજન વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવતું હોય છે. ગત વર્ષે કોરોનાના કારણે રાવણ દહનની ઉજવણી થઇ શકી ન હતી.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ આ વર્ષે કોરોના કેસ નહિવત થતા રાજ્ય સરકાર દ્વારા નિયમોને આધિન નવરાત્રિની ઉજવણીના મંજૂરી આપવામાં આવતા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા વિજયાદશમીના દિવસે રાવણદહનનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોનાકાળમાં છેલ્લા દોઢ વર્ષથી તહેવારો, ઉત્સવોની ઉજવણી થઇ શકતી ન હતી અને અનેક પરંપરાઓ પણ તૂટી હતી. કોરોનાની બીજી ઘાતક લહેર પૂરી થયા બાદ રાજ્ય સરકાર દ્વારા નિયમોમાં છૂટછાટ અપાતા

ગત વર્ષે બંધ રહેલા નવરાત્રી પર્વની ઉજવણી માટે છૂટ આપવામાં આવી છે. ત્યારે એક વર્ષના બ્રેક બાદ આ વર્ષે રાજકોટમાં વિજયા દશમીના દિવસે રાવણ દહનનું આયોજન કરવામાં આવનાર છે.

શહેરના રેસકોર્ષમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા 60 ફૂટ ઉંચા રાવણનું દહન કરવામાં આવશે. જેને લઇને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે બે દિવસ માટે રેસકોર્ષ મેદાનની ફાળવણી એસ્ટેટ શાખાએ કરી છે.

જેમાં ભવ્ય આતશબાજી કરી બાદમાં 60 ફૂટ ઊંચા રાવણ અને 30-30 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવશે.

આ વર્ષે કોરોનાની ગાઇડલાઇન અને સંખ્યા મર્યાદા સહિતના નિયમો હેઠળ રાવણદહનનો કાર્યક્રમ યોજવા મંજૂરી લેવામાં આવી છે. તારીખ 14 અને 15 ઓક્ટોબર એમ બે દિવસ માટે રેસકોર્સ મેદાનની ફાળવણી એસ્ટેટ શાખાએ કરી છે.

રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પુતળા તૈયાર કરવામાં આવી રહ્યા છે. રાવણ દહનને લઇ હાલ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Read About Weather here

ઉત્તર પ્રદેશથી આવેલા કારીગરો દ્વારા 60 ફૂટ ઊંચા રાવણ અને 30-30 ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા તૈયાર કરવામાં આવ્યા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here