રાજકોટમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઉમંગ પટેલ અને જલાલ સૈયદ નામના શખ્સોને એસઓજી ટીમે ઝડપી લીધા હતા. આરોપીઓ પડીકીઓ બનાવી બંધાણીઓને વેંચતા હોવાનો ખુલાસો થયો છે. રૂ.40 હજારની કિંમતનું 4 ગ્રામ ડ્રગ્સ, દારૂની એક બોટલ, ઇલેક્ટ્રીક બેટરી વાળા 3 વજન કાંટા, પ્લાસ્ટિકની વેક્યુમ વાળી નાની 10 પડીકીઓ, આઈફોન સહિત રૂ.50 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
Visit Saurashtra Kranti Homepage here
મળતી વિગત મુજબ રાજકોટ શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ખાસ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ, ઇન્ચાર્જ એસીપી ક્રાઇમ વાય.બી. જાડેજાની સૂચનાથી નાર્કોટીકસ પદાર્થનું ખરીદ વેચાણ કરતા કે સેવન કરનારા વિરૂુદ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સબંધે રાજકોટ શહેર એસ.ઓ.જી.ના પીઆઇ એમ.બી.નકુમના માર્ગદર્શનમાં એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ફીરોઝભાઇ શેખ તથા જીજ્ઞેશભાઇ અમરેલીયાની બાતમી આધારે પીએસઆઈ ડી.બી.ખેર તથા સ્ટાફ દ્વારા યુની.રોડ ભગતસિંહજી ગાર્ડન પાસે,
Read About Weather here
ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર ખાતેથી રાજકોટના ઉમંગ ગોવિંડ ભુત (પટેલ) (ઉ.વ .30, રહે. શિવ શક્તિ કોલોની યુનિવર્સિટી રોડ) અને ફ્રુટના વેપારી જલાલ તાલબ કાદરી (સૈયદ) (ઉ.વ.47, રહે. જામનગર રોડ બજરંગવાડી ટાવરની પાછળ)ને એમડી ડ્રગ્સ તેમજ દારૂની બોટલ સાથે ઝડપી લીધા હતા. અને યુનિવર્સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરવા તજવીજ કરાઈ હતી. આ કામગીરીમાં એ.એસ.આઇ. વિરમભાઇ ધગલ, હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઇ રાઠોડ, કોન્સ્ટેબલ હાર્દીકસિંહ પરમાર, પેરોલ ફર્લોના મહીલા કોન્સ્ટેબલ શાંતુબને મુળીયા પણ જોડાયા હતા, તેમજ ડ્રગ્સ અંગે પ્રાથમિક પરીક્ષણ માટે એફએસએલના અધિકારી વાય.એચ.દવેએ કામગીરી કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here