રાજકોટમાં ‘મેઈક ઈન ઈન્ડિયા’ ને સાર્થક કરતો આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફેશન શો

રાજકોટમાં ‘મેઈક ઈન ઈન્ડિયા’ ને સાર્થક કરતો આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફેશન શો
રાજકોટમાં ‘મેઈક ઈન ઈન્ડિયા’ ને સાર્થક કરતો આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફેશન શો
શું તમે ક્યારેય સ્ત્રી-પુરૂષ બંને પહેરી શકે તેવા ઇકોફ્રેન્ડલી યુનિસેક્સ વસ્ત્રો (ગારમેન્ટ્સ) જોયા છે? હોલોગ્રાફિક પ્લાસ્ટીક શીટ્સમાંથી ડિઝાઇનર ગારમેન્ટ્સ કેવી રીતે બને? કચ્છના પ્રખ્યાત અજરક નામના કાપડમાંથી જંગલ સફારી થીમ પર ડિઝાઇન કરેલા વસ્ત્રો કેવા લાગે? આ તમામ સવાલોનો જવાબ વિશ્ર્વની સૌથી મોટી ડિઝાઇન ક્ષેત્રે શિક્ષણ આપતી સંસ્થા ઈંગઈંઋઉ (ઇન્ટરનેશન ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ડિઝાઇન) રાજકોટના ફેશન ડિઝાઇનના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે આત્મનિર્ભર ભારત અને મેઇક ઇન ઇન્ડિયાને સાર્થક કરતો આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફેશન શો યોજી તેમાં આપ્યો હતો. ‘અ નાઇટ ઓફ રો ટેલેન્ટ’ શિર્ષક હેઠળ ઈંગઈંઋઉ રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા 19 થી વધુ અદભૂત અને અલગ જ થીમ પર 100 થી વધુ વિદ્યાર્થીઓએ છેલ્લા 6 મહિનાના પરિશ્રમ બાદ ફેશન શો યોજી એક નવી રાહ ચિંધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં 150 થી વધુ હાઇફેશન, ઇન્ટરનેશનલ ટ્રેન્ડ્ઝ અને યુનિક કનસેપ્ટને રજુ કરાયો હતો. આ અંગે ઈંગઈંઋઉ રાજકોટના સેન્ટર ડિરેક્ટર નૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના મેઇક ઇન ઇન્ડિયા વિચારને અનોખી રીતે રજુ કરવાના અમારા વિદ્યાર્થીઓના આ નમ્ર પ્રયાસ સાથે તેઓ આત્મનિર્ભર બને તે માટે તેમના ડિઝાઇન કરેલા વસ્ત્રોને ફેશન શોમાં જોઇ લોકો તેમને ઓર્ડર આપી શકે તેવી વ્યવસ્થા રખાઇ હતી. ઈંગઈંઋઉ ના આ અદભૂત ફેશન શોમાં મુખ્ય આકર્ષણ રૂપ કચ્છના ભુજોડી ગામના અનેક એવોર્ડ વિજેતા વિશ્રામજીભાઇ વાલજી વણકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ માટે ફ્રેબિક કાપડ બનાવ્યું. જેમાંથી 6 મહિનાથી વધુ સમય મહેનત કર્યા બાદ વિદ્યાર્થીઓએ ઇકોફ્રેન્ડલી મટીરીયલ તૈયાર કરી સ્ત્રી-પુરૂષ બંને પહેરી શકે તેવા યુનિસેક્સ ગારમેન્ટ બનાવ્યા અને રજૂ કર્યા હતા.

Read About Weather here

જેની વિશેષતા એ હતી કે આ વસ્ત્રોને હેરડાઇન, ઇન્ડિગો ડાઇન કરી અને હેન્ડ મેઇડ ગૂંથણી કરી બનાવવામાં આવ્યા હતા. વધુમાં જુના ડેનીમ જીન્સ માંથી સ્ટુડન્ટ્સે વસ્ત્રો રી-ડિઝાઇન કરી રજુ કર્યા. જ્યારે કચ્છના અજરક કાપડમાંથી બનાવેલ રાજાશાહિ વસ્ત્રો ડિઝાઇન કર્યા. એજ રીતે સૌપ્રથમ વખત હોલોગ્રાફિક પ્લાસ્ટિક સીટમાંથી નક્ષત્રની થીમ પર પરિધાન બનાવ્યા. આ અને આવા અનેક વસ્ત્રોને ફેશન શોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની મોડેલ્સે રેમ્પ વોક કરી લોકો સમક્ષ મૂક્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત આ સમગ્ર વિનામુલ્યે ફેશન શોમાં વિશ્રામજીભાઇ વાલજી વણકરનું સન્માન કરાયું હતું. જ્યારે ઈંગઈંઋઉ ના સીઇઓ અનીલ ખોસલાએ ખાસ ઉપસ્થિ રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here