રાજકોટમાં મૂળ રકમ કરતા વધુ વ્યાજ વસુલ્યા છતાં પરિવારનું મકાન, જમીનની બુક પડાવી લીધાની વ્યાજખોર સામે ફરિયાદ

રાજકોટના ભાજપના કાર્યકાર પીન્ટુ રાઠોડ સામે અંતે વ્યાજખોરી બદલ ગુન્હો દાખલ કરાયો
રાજકોટના ભાજપના કાર્યકાર પીન્ટુ રાઠોડ સામે અંતે વ્યાજખોરી બદલ ગુન્હો દાખલ કરાયો

એક સાથે બબ્બે પરિવારો માટે આતંક બનેલા વ્યાજખોર પીન્ટુ કવા રાઠોડ સામે કડક કાર્યવાહી કરવી જરૂરી
રાજકોટ: પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવે તે પહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આવા તત્વોને બરાબરનો પાઠ ભણાવવાની ખાતરી ઉચ્ચારી છે. એ ખાતરીને હવે નક્કરરૂપ આપવાનો સમય આવી ગયો છે. જે ભરવાડ શખ્સ બબ્બે પરિવારો માટે આતંક બની ગયો છે એવા આ વ્યાજંકવાદીને કાયમી યાદ રહી જાય એવો પાઠ ભણાવવામાં આવશે કે કેમ એવો સવાલ લોકોમાં પુછાઈ રહ્યો છે. આવા તત્વો સામે પાસા જેવી કાર્યવાહી કરવામાં આવશે અને વ્યાજખોર તત્વોને જેલના સળિયા ગણાવતા કરી દેવામાં આવશે એવી શહેરીજનો અપેક્ષા રાખે છે.

સતત ધાક-ધમકી આપી, અપશબ્દો બોલી હજુ લાવ-લાવ કરતા પીન્ટુ કવા રાઠોડ નામના ભરવાડ શખ્સથી ફફડતા પરિવારે રડતી આંખે રાજકોટના સીપી સમક્ષ ધા નાખી

વ્યાજંકવાદી ભરવાડ શખ્સ સામે કડક પગલા ન લેવાઈ તો સામુહિક આપઘાત કરવાની પરિવારની ચીમકીને પગલે પોલીસ તપાસનો ધમધમાટ

પોલીસ બિલકુલ ઢીલ ન બતાવે અને આવા તત્વો સામે રહેમરાહે પગલા ન લ્યે બલકે રીતસર લાલઆંખ કરી બતાવે એવી નાગરિકોની અપેક્ષા

રાજકોટ મહાનગર છેલ્લા કેટલાય સમયથી વ્યાજખોરોના અમાનવીય ત્રાસ અને માનવતાને નેવે મૂકીને આચરવામાં આવતા વર્તન બેફામ વાણીવિલાસ, કુદ્રષ્ટિ જેવી અનૈતિક પ્રવૃતિઓના આક્રમણથી હચમચી ઉઠ્યું છે. રાજકોટ શહેરમાં અનેક પરિવારો, નાના-મોટા ધંધાર્થીઓ બેફામ વ્યાજના વિષચક્રમાં ફસાયા બાદ એમની કેવી કફોડી હાલત વ્યાજખોર ટોળકીઓ કરી નાખે છે અને આ પરિવારો પર કેવું અમાનવીય દમન ગુજારવામાં આવે છે તેની એક પછી એક ચોંકાવી દેનારી ગાથાઓ બહાર આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

આવી વધુ એક ઘટનાનું પર્દાફાશ થયું છે. રાજકોટ મહાનગરમાં ગંભીર બીમારીને કારણે વ્યાજે નાણાં લેનાર એક પરિવારે મૂળ રકમથી પણ અનેક ગણું વધુ વ્યાજ ચૂકવી દીધા છતાં આ પરિવારનું એક મકાન અને જમીન હડપ કરી લીધાની પીન્ટુ કવા રાઠોડ નામના ભરવાડ શખ્સ સામે પીડિત પરિવારે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. આ પરિવારે વ્યાજખોર ભરવાડ શખ્સ દ્વારા ગુજારવામાં આવતા સિતમની હૃદયદ્રાવક વિગતો પોલીસમાં વર્ણવતા સીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ અંગે પ્રાપ્ત થતી વિગતો એવી છે કે, રાજકોટના કનક નગર સોસાયટી શેરી નં.2 સંતકબીર રોડ પર માતૃકૃપા મકાનમાં રહેતા હેમંતભાઈ હરિભાઈ ટુંડિયા મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. હરિભાઈ ટુંડિયાએ પોલીસ કમિશનર સમક્ષ રજુ કરેલી લેખિત રજૂઆતમાં પીન્ટુ ભરવાડ નામના વ્યાજખોર શખ્સના ત્રાસની સિલસિલાબંધ વિગતો રજુ કરી છે. આ વ્યાજખોર શખ્સ ભાવનગર રોડ પર શક્તિ સોસાયટીની બાજુમાં સિલ્વર નેસ્ટ ખાતે રહે છે અને વ્યાજે નાણાં ધીરનારનો ધંધો કરે છે એવું રજૂઆતમાં દર્શાવવામાં આવ્યું છે.

અરજદારે પત્રમાં પોતાની વ્યથા ઠાલવતા દર્શાવ્યું છે કે, 2015 ની સાલમાં અને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. બીપી અને ડાયાબીટીસની પણ બીમારી છે. આથી આર્થિક રીતે ભારે ખેંચ ઉભી થઇ હતી એટલે નાણાંની સતત જરૂર હતી. મારા મકાન પર પહેલાથી બેંક લોન ચાલુ હતી. અમે અમારા બનેવીના મકાન પર લોન લેવાની કોશિષ કરી હતી પણ એ સૂચિત હોવાથી લોન મળી ન હતી. નાછૂટકે પીન્ટુ કવાભાઇ રાઠોડનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં 10 ટકા વ્યાજથી નાણા આપવાની વાત કરી હતી. પણ ગંભીર બીમારીની વાત કરતા પાંચ ટકા વ્યાજે અમને રૂ.17 લાખ 50 હજાર રોકડા આપ્યા હતા, તેની સામે મારા બનેવી વીરજીભાઈ રમેશભાઈ લાઠીયાના સૂચિતમાં આવેલા મકાનની ફાઈલ વ્યાજખોરે પોતાની પાસે રાખી લીધી હતી.

અરજદારે લેખિત રજૂઆતમાં પોલીસ સમક્ષ દર્શાવ્યું હતું કે, અમે વ્યાજખોરને નિયમિત વ્યાજ આપતા રહ્યા હતા. છેવટે બીમારી સતત વધી રહી હોવાથી તકલીફ શરૂ થઇ હતી. પત્નીના દાગીના વેચીને પણ વ્યાજખોરને વ્યાજની રકમ આપતા રહ્યા હતા. આ રીતે મૂળ રકમથી પણ વધુ વ્યાજ ચૂકવી દીધા છતાં આરોપી સતત લાવ-લાવ કરતો રહેતો હતો, એટલું જ નહીં ઘરે આવી પઠાણી-ઉઘરાણી કરી બેફામ ગાળાગાળી પણ કરતો હતો. એ શખ્સ ડરાવી ધમકાવીને મારા બનેવીના પિતા રમેશભાઈ પોપટભાઈ લાઠીયાને કોર્ટમાં લઇ ગયો હતો અને કેટલાક કાગળોમાં સહી કરાવી એનું મકાન પીન્ટુ ભરવાડે પોતાના નામે ચઢાવી લીધું હતું. એ પછી મારા બનેવીને સતત ફોન પર ધમકી આપતો રહેતો હતો કે આ મકાન હવે મારું છે ખાલી કરી આપો. આ તમામ વાતચીત જે વ્યાજખોર અને બનેવી વચ્ચે થઇ તેનું રેકોડીંગ પણ બનેવીના મોબાઈલમાં મોજુદ છે.

અરજદારે પોતાના ત્રાસ પરની વિગતો આગળ દર્શાવતા કહ્યું હતું કે, મારા બનેવીની હાલત જોઈ મેં કહ્યું કે, મારું મકાન લઇ લો તેના પર લોન ચાલુ છે, તે લોન ભરીને તમે મકાન લઇ લો. પણ વ્યાજખોરે ઇન્કાર કરી સતત દબાણ ચાલુ રાખ્યું હતું કે તારા બનેવીનું મકાન ખાલી કરાવી દે. એટલું જ નહીં બાકીની રકમ પણ વ્યાજ સાથે આપી દો તેવી નવેસરથી ધાક-ધમકી શરૂ કરી હતી. ડરીને અમે ગત 20/6/2022 ના રોજ અન્ય પરિચિત પાસેથી રૂ.50 હજાર મેળવી વ્યાજખોર શખ્સને પહોંચાડ્યા હતા. થોડા દિવસ બાદ ફરી રૂ.50 હજારની ઉઘરાણી શરૂ કરી હતી. આ શખ્સે ભાવનગર રોડ પર શાળા નંબર-13 પાસે આવેલી તેની ઓફિસે બોલાવ્યા હતા અને ખુબ જ ગાળો આપી ધાક-ધમકી આપી હતી અને અમને ધમકાવીને કહ્યું હતું કે, જો રૂપિયાનો મેળ ન પડે તો નહિતર બૈરાને મોકલી આપો તો વ્યાજ માફ કરતો જઈશ. આવી હીનકક્ષાની વાત સાંભળીને હું અને મારો પરિવાર રીતસર ગભરાઈ ગયા હતા.

Read About Weather here

ફરિયાદીએ પત્રમાં એવું પણ દર્શાવ્યું છે કે, વ્યાજખોર શખ્સે એક મકાન પડાવી લીધા ઉપરાંત અમારી જમીનની એક બુક પણ પડાવી લીધી છે. વ્યાજપેટે અનૈતિક રીતે માંગણી કરીને આ શખ્સે તેની ખરાબ માનસિકતા દર્શાવી છે. આથી આ શખ્સ સામે ધાક-ધમકી, વ્યાજખોરી, ઘરના મહિલાઓની પાસે ખરાબ માંગણી, લેન્ડગ્રેબિંગ અને મકાન પચાવી પાડવાના ગુના સબબ જરૂરી કલમ નોંધી પરિવારને આ વિષચક્રમાંથી છોડાવવા અરજદારે પોલીસ સમક્ષ ધા નાખી છે. અરજદાર દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો આ પરિવારને અને બનેવીના પરિવારને પોલીસ વ્યાજખોરની ચુંગાલમાંથી નહીં છોડાવે અને વ્યાજખોર સામે કડક પગલા નહીં લ્યે તો પરિવાર સહિત સામુહિક આપઘાત કરવા સિવાય કોઈ ઉપાય રહેશે નહીં. હેમંતભાઈ ટુંડિયા અને એમના બનેવીના પિતા રમેશભાઈ પોપટભાઈ લાઠીયાએ બંનેએ સ્વહસ્તાક્ષરે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરીને એમની દર્દભરી સ્થિતિની ગાથા દર્શાવી છે.

વ્યાજખોર તત્વો સામે પોલીસ હળવું વર્તન કરી આવા તત્વો સામે ઢીલીઢફ કાર્યવાહી ન કરે એવી લોકોને અપેક્ષા
રાજકોટ: રાજકોટ શહેર પો.કમિશનરે વ્યાજખોરોને કાયદાની રીતે પુરેપુરો પાઠ ભણાવવાની અને વ્યાજના ચક્રમાં ફસાયેલા પીડિતોને વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરાવવાની રાજકોટ શહેરની જનતાને ખાતરી આપી છે. ત્યારે આવા તત્વો સામે ફરિયાદ થાય તો વ્યાજખોર ગમે તેવો છેડા ધરાવતો હોય તેની સામે પોલીસ હળવાશથી કામ નહીં લ્યે એવી શહેરીજનોને પૂરી અપેક્ષા છે. પોલીસે ખુબ જ પ્રશંસનીય રીતે વ્યાજના વિષચક્ર માટે જોરદાર ઝુંબેશ ચલાવી છે. પોલીસની આ કામગીરીને લોકોમાંથી વ્યાપક આવકાર મળી રહ્યો છે. એટલે લોકોને અપેક્ષા અને વિશ્ર્વાસ છે કે, આવા તત્વો સામે પોલીસ ઢીલી કામગીરી નહીં કરે અને બાકાયદા લાલઆંખ જરૂર કરશે. શું પોલીસ અધિકારીઓ તપાસનીશ અધિકારીઓને કડક કામગીરીનો અને વ્યાજખોરોને બરાબર પાઠ ભણાવવાનો આદેશ એમના હાથનીચેના અધિકારીઓને આપશે ખરા?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here