શહેરમાં મનપાના ફુડ વિભાગ દ્વારા 6 જેટલી પેઢીઓમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની સઘન ચકાસણી: કુલ રૂ.સવા લાખથી વધુનો દંડ ફટકારીને સપાટો બોલાવતી ફુડ વિભાગની ટીમ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળે ખાદ્ય પદાર્થોની ચકાસણીની ઝુંબેશ આગળ ધપાવવામાં આવી રહી છે. અલગ અલગ પેઢીઓમાંથી લેવામાં આવેલા આઈસ્ક્રીમ, દૂધ વગેરે ખાદ્યપદાર્થોના નમુના સબસ્ટાનન્ડર્ડ જાહેર થતા અલગ અલગ પેઢીઓને રોકડ દંડ ફટકારવામાં આવ્યો હતો. સદર બજારમાં આવેલ શ્રીસત્યવિજય પટેલ સોડા ફેક્ટરીમાંથી લેવાયેલો કેશર શીખંડનો નમુનો સિન્થેટિક ફૂડ કલરની હાજરીને કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર રાજકોટ દ્વારા નમુનો આપનાર સત્યવિજય પટેલ પેઢીના ભાગીદાર કેતર મનસુખલાલ પટેલ અને મનસુખલાલ નાનજીભાઈ પટેલ તથા પેઢીને કુલ રૂ.70 હજારનો દંડ કરવામાં આવ્યો છે. એજ રીતે જયંત કેજી મેઈન રોડ વૈદવાડી ખાતે અભિનવ સ્ટોર્સનો એનર્જી પાવડરનો નમુનો પોષક તત્વોની માહિતી ન હોવાથી મિસબ્રાન્ડેડ જાહેર થયો હતો. પેઢીના માલિક અશ્ર્વિન પરસોતમભાઈ મજેઠીયાને રૂ.5 હજાર દંડ ફટકારાયો છે. એ જ પ્રકારે અભિનવ સ્ટોર્સમાંથી અભિનવ ડાયાબીટીસ ફાકીના નમુનાના લેબલ પર ફૂડ અને ન્યુટ્રીશન માહિતી ન હોવાથી પેઢીના માલિક મજેઠીયાને રૂ.5 હજારનો દંડ ફટકારાયો છે.
જુના માર્કેટિંગ યાર્ડ શોપ નં.બી-6, 7 ખાતે શ્રીરાધવ ઇન્ડ.માંથી રાય આખી લૂઝ તથા કલર પ્રીપરેશન પ્રવાહી લૂઝનો નમુનો લેવાયો હતો. જેમાં રાય આખીનો નમુનો ચકાસણીમાં ફેઈલ થતા ઉત્પાદક પેઢીને અને નમુના આપનાર પેઢીના નોમીની મૌલીન હસમુખભાઈ કટારીયાને રૂ.25 હજારનો દંડ ફટકારાયો છે. એ જ પ્રકારે માધવપાર્ક મેઈન રોડ અલય વાટિકા પાસે પૂર્વા એપાર્ટમેન્ટ શોપ નં.2 માં ઘનશ્યામ ડેરી ફાર્મનો મિક્સ દૂધનો નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા નમુનો આપનાર સાગર પ્રવીણભાઈ ગજેરા અને પેઢીના માલિક રજની પ્રવીણભાઈ ગજેરાને રૂ.20 હજારનો દંડ કરાયો છે.
Read About Weather here
રૈયા રોડ પર હનુમાન મઢી ચોક ખાતે સંકેત પ્લાઝા ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં.7-8, નશીબ હોટલમાંથી લેવાયેલ મિક્ષ દૂધના નમુનામાં મિલ્ક એન્ડ સોલીડ નોટફેટનું પ્રમાણ ધારાધોરણ કરતા ઓછું આવેલ હોવાથી નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા નમુનો આપનાર પેઢીના માલિક મયાભાઈ સવાભાઈ પરમારને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here