રાજકોટમાં મતદાર યાદી સુધારણા સહિત સાત મહત્વના મુદે ચૂંટણી પંચની સમીક્ષા

રાજકોટમાં મતદાર યાદી સુધારણા સહિત સાત મહત્વના મુદે ચૂંટણી પંચની સમીક્ષા
રાજકોટમાં મતદાર યાદી સુધારણા સહિત સાત મહત્વના મુદે ચૂંટણી પંચની સમીક્ષા

અતિ પછાત વિસ્તારોમાં મતદારોના નામ શોધીને મતદાર યાદીમાં ઉમેરવા, ચૂંટણીકાર્ડ આધાર સાથે લીંકઅપ ઝુંબેશ ચલાવવા સૂચના

રાજકોટમાં મતદાર યાદી સુધારણા સહિત સાત મહત્વના મુદ્દે ચૂંટણી પંચની સમીક્ષા બેઠક યોજાઇ હતી અને અતિ પછાત વિસ્તારોમાં મતદારોના નામ શોધીને મતદાર યાદીમાં ઉમેરવા તથા ચૂંટણીકાર્ડને આધાર કાર્ડ સાથે લીંકઅપ કરવાની ઝુંબેશ ચલાવવા સૂચના અપાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

વિધાનસભાની ચૂંટણી પુરી થતા જ રાજ્ય ચૂંટણી પંચે હવે લોકસભાની ચૂંટણીની તૈયારી આરંભી દીધી છે અને 1-1-2023 ની સ્થિતિએ મતદાર યાદીમાં સુધારણા સહિત સાત મહત્વના મુદ્દે તમામ જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી જેમાં રાજકોટ શહેર-જિલ્લામાં માત્ર 8 થી 8.5 ટકા મતદારોએ જ ચૂંટણી કાર્ડનું આધાર સાથે લીંકઅપ કર્યાનું જાણી ચૂંટણી પંચના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને તેની ઝુંબેશ ચલાવવા સૂચના આપી હતી.

રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચના સીઇઓ દ્વારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં પ્રતિસાદ મળ્યો હોય અને જિલ્લામાં માત્ર 8 થી 8.5 ટકા લીંકઅપની કામગીરી થઇ હોય તમામ ઇઆરઓને તંત્રને કામે લગાડવા આદેશ કરાયો છે. મતદારો પાસે ડોર-ટુ ડોર સંપર્ક કરી તેમના આધાર મેળવી ચૂંટણી કાર્ડ સાથે લીંકઅપ કરવા તાકીદ કરાઇ હતી.1-1-2023 ની સ્થિતીએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાકી હોય ટૂંક સમયમાં તેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે તેમ જણાવી તેને લગતી તૈયારી કરી રાખવા જણાવ્યું હતું.

તેમજ રાજકોટ જિલ્લામાં મતદારોના ચૂંટણી કાર્ડ આધાર સાથે લીંકઅપ કરવાની કામગીરીને વેગવાન બનાવવા તાકીદ કરાઈ હતી.આ બેઠકમાં જણાવાયું હતું કે માત્ર 2 લાખ મતદારોના ચૂંટણી કાર્ડ અને આધાર લીંકઅપ છે.રાજકોટ જિલ્લામાં 23.05 લાખથી વધુ મતદારો નોંધાયેલા છે જેમાંથી 8.5 ટકા જેટલા એટલે કે અંદાજે 2 લાખ આસપાસ મતદારોના ચૂંટણી કાર્ડ અને આધાર લીંકઅપ થયા છે. આ કામગીરી ફરજિયાત ન હોવાથી મતદારોનો ઓછો રસ હોવાનું જાણવા મળ્યું હતું.

Read About Weather here

અતિ પછાત મતદારોના નામ મતદાર યાદીમાં ઉમેરવા ઝુંબેશ ચલાવવા સૂચના અપાઇ હતી. ચૂંટણી પંચે અતિ પછાત મતદારોના નામ મતદાર યાદીમાં છે કે નહી તેની ચકાસણી કરી તેના નામો મતદાર યાદીમાં ઉમેરવા તાકીદ કરી હતી.રાજકોટ જિલ્લામાં આવા 1100 જેટલા મતદારો નોંધાયેલા છે. તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here