મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
દર વર્ષે અંદાજીત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી-જુદી પ્રજાતિઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.મકરસંક્રાતિ તથા રવિવાર એમ 2 દિવસ જાહેરરજા હોય બહોળી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારેલ. જેમાં તા.14 તથા તા.15 એમ બે જ દિવસમાં કુલ 21,914 સહેલાણીઓ પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.5,40,310ની આવક થયેલ છે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેનએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
Read About Weather here
મકર સંક્રાતિના દિવસ બે દરમિયાન મુલાકાતીઓનો વિશેષ ઘસારો:જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે અસંખ્ય મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. ખાસ કરીને મકરસંક્રાતિના દિવસે મુલાકાતીઓની વિશેષ ભીડ રહી હતી. મકરસંક્રાતિ તથા રવિવાર એમ બે દિવસ જાહેર રજા હોય બહોળી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારેલ. જેમાં તા.14 તથા તા.15 એમ બે જ દિવસમાં કુલ 21,914 સહેલાણીઓ પધારતા મહાનગરપાલિકાને રૂા.5,40,310ની આવક થયેલ છે.ઝૂ ખાતે સાત માસ પહેલા જન્મ થયેલ 2 સફેદવાઘ બાળ તેની માતા સાથે ખેલતા કુદતા જોઇ મુલાકાતીઓ ખુબજ પ્રભાવિત થયા હતા. હાલ ઝૂ ખાતે જુદી જુદી 60 પ્રજાતિઓનાં કુલ-521 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here