રાજકોટમાં ભારે વરસાદમાં તસ્કરોનું તાંડવ: દૂકાનમાંથી 80 લાખના સોનાની ચોરી

રાજકોટમાં ભારે વરસાદમાં તસ્કરોનું તાંડવ: દૂકાનમાંથી 80 લાખના સોનાની ચોરી
રાજકોટમાં ભારે વરસાદમાં તસ્કરોનું તાંડવ: દૂકાનમાંથી 80 લાખના સોનાની ચોરી

કડાકા-ભડાકા, ગાજવીજનો ગેરલાભ ઉઠાવતા તસ્કરો
દરવાજા તોડી હાથફેરો કરી તસ્કરોએ સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા અને ડીવીઆર પણ લઇ ગયા: એ-ડિવીઝન પોલીસ, ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ આદર્યો
લીકર અને હથિયાર લાયસન્સને લગતા રાજકોટ પોલીસ કમિશનરનાં મનધડંત આદેશ વિરૂધ્ધ રાજય સરકારમાં રજૂઆત કરતા ધારાસભ્ય ગોવિંદ પટેલ, હુકમ અંતે રદ કરાવ્યો

શહેરમાં મંગળવારે કડાકા-ભડાકા, ગાજવીન સાથે વરસાદ ખાબકતા તસ્કરોએ લાભ લીધો હોય તેમ શહેરની સોની બજારમાં સવજીભાઇની શેરીમાં કાંતિલાલ ધીરજલાલ એન્ડ સન્સ પાસે આવેલી દૂકાનના તાળા તોડી તસ્કરો 80 લાખનું સોનુ ચોરી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાત્રીના સાડા બાર પછી ચોરીની આ ઘટના બની હતી. મોડી રાત સુધી દૂકાનમાં કારીગરો કામ કરી રહ્યા હતાં. એ પછી દૂકાન બંધ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ હાથીખાના-4માં રહેતાં અને સોની બજારમાં સોનાના દાગીના બનાવવાની દૂકાન ધરાવતાં મુળ બંગાળના મોઇનભાઇ અલીભાઇ મલિક (ઉ.વ.60) તથા તેનો પુત્ર શરીફુલ મલિક (ઉ.વ.30) સવારે સાડા નવેક

વાગ્યે નિત્ય ક્રમ મુજબ પોતાની દૂકાને આવ્યા ત્યારે લોખંડની જાળીનું તાળુ ખોલી અંદરના દરવાજાને ખોલવા પ્રયાસ કરતાં દરવાજો અંદરથી બંધ જણાયો હતો.

ધક્કો મારવા છતાં ન ખુલતાં બાજુની સીડીએથી ઉપરના પહેલા માળે જઇ ત્યાંથી જઇ તપાસ કરતાં દૂકાન અંદર તમામ કબાટ-ટેબલોના ખાના વેરવિખેર જોવા મળ્યા હતાં.

તપાસ કરતાં દૂકાનમાં પહેલા માળે કારીગરો જ્યાં બેસીને સોનાના દાગીના બનાવતાં હોય છે એ ટેબલોના ખાનામાંથી સોનુ અને દાગીના ગાયબ જણાયા હતાં.

વેપારીના કહેવા મુજબ ચોરાઇ ગયેલા સોનાની કિંમત અંદાજે 80 લાખ જેટલી થાય છે. વેપારી મોઇનભાઇ મલિકના જણાવ્યા મુજબ તેઓ આઠ વર્ષથી આ દૂકાનમાં બેસી સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે.

દૂકાનમાં 25 જેટલા બંગાળી કારીગરો કામ કરે છે. હાલમાં તેમને કોઇપણ કારીગર પર શંકા નથી. ઘટનાથી જાણ થતાં ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલ, એ-ડિવીઝન પોલીસ મથકના

પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, એએસઆઇ ડી. બી. ખેર, ભરતસિંહ ગોહિલ, હારૂનભાઇ ચાનીયા, હેડકોન્સ. રવિભાઇ વાઘેલા તથા ડી. સ્ટાફની ટીમ અને ડીસીબીના પીએઅસાઇ એમ. એમ. ઝાલા

Read About Weather here

સહિતની ટીમોનો કાફલો પહોંચી ગયો હતો. પોલીસે ડોગ સ્કવોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લઇ તપાસ શરૂ કરી છે.ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here