રાજકોટમાં બે ટ્રક પકડવાની કામગીરીમાં એકાએક જાદુઈ રીતે ભાગબટાઈ પાછળ સ્થાનિક પોલીસની આબરૂ બચાવવાનો ખેલ?!

રાજકોટમાં બે ટ્રક પકડવાની કામગીરીમાં એકાએક જાદુઈ રીતે ભાગબટાઈ પાછળ સ્થાનિક પોલીસની આબરૂ બચાવવાનો ખેલ?!
રાજકોટમાં બે ટ્રક પકડવાની કામગીરીમાં એકાએક જાદુઈ રીતે ભાગબટાઈ પાછળ સ્થાનિક પોલીસની આબરૂ બચાવવાનો ખેલ?!

બાતમી 3 ટ્રકની હતી, એક પકડ્યો મોનીટરીંગ સેલની ટીમે, બીજો અચાનક સ્થાનિક પોલીસે પકડ્યો, એક જ વિસ્તારમાં બંને ટ્રક હોવા છતાં સેલની ટીમે ન પકડ્યો તેની પાછળનું રહસ્ય ઉકેલવા જાણકારોની મથામણ

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની દરોડાની કાર્યવાહી અને એક જ સ્થળેથી થોડા અંતરે પકડાયેલા દારૂ ભરેલા ટ્રકને લઈને જાતજાતના તર્ક-વિતર્ક, રહસ્યના આટાપાટા

છેક પંજાબથી ટ્રક આવ્યાની માહિતી હતી તો રસ્તામાં કેમ રોકી લેવાયા નહીં અને છેક રાજકોટ સુધી આવા દેવાયા? સ્થાનિક પોલીસની વેરવિખેર થતી જતી પ્રતિષ્ઠા બચાવવાનો ખેલ ખેલાઈ રહ્યો હોવાની ભારે ચર્ચા

શહેરમાં બુટલેગરો ટ્રક મોઢે દારૂ લાવી રહ્યા હતા: ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને કેમ જાણ નહીં, ક્રાઈમ બ્રાન્ચને કામે લગાડવામાં ન આવતા ચારેતરફથી ઉભા થઇ રહ્યા છે ભેદભરમ ભર્યા પ્રશ્ર્નો

રાજકોટ શહેર ધીમેધીમે માત્ર રાજ્ય નહીં પણ આંતર રાજ્ય બુટલેગરો માટે આસાન બની રહ્યું હોવાની હકીકત ચોંકાવનારી રીતે રાજકોટની ધરતી પર સાકાર થઇ રહેલી દેખાઈ છે. કેમકે રાજકોટને રેઢું પળ માનીને છેક રાજસ્થાન અને પંજાબથી ટ્રકોમાં ભરાઈ ભરાઈને દારૂની સર્વાણી વહાવવામાં આવી રહી છે અને સૌરાષ્ટ્રભરમાં દારૂનો રેલો પહોંચી રહ્યો છે. બીજીતરફ કાયદો વ્યવસ્થા જાળવતા તંત્રની કામગીરીને લઈને પણ અનેક રહસ્યમય સવાલો ઉભા થઇ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટમાં ફરી એકવખત સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમ દ્વારા શહેરની ભાગોળેથી દારૂ ભરેલો ટ્રક ઝડપી લેવાયો. ત્યારે પોલીસ માટે નીચાજોણું થયું હતું ત્યાં અચાનક ગણતરીની મિનિટોમાં એ જ વિસ્તારમાંથી એરપોર્ટ પોલીસે દારૂ ભરેલો બીજો ટ્રક પકડી પાડતા અનેક રહસ્યના સવાલો જાણકારોમાં ચર્ચાઈ રહ્યા છે. શું આ સચોટ બાતમી અને સારી કામગીરીના આધારે ટ્રક પકડાયો છે કે, જાદુઈ ખેલ કરીને સ્થાનિક પોલીસની આબરૂ જાળવવા માટે કોઈ મોટો ખેલ કરવામાં આવ્યો છે એ સવાલ શહેરીજનોમાં કોયડારૂપ બન્યો છે. જાણકારો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પંજાબથી દારૂ ભરેલા 3 ટ્રક આવી રહ્યાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને પહેલાથી મળી ગઈ હતી.

નવાઈની વાત એ છે કે બાતમી મળ્યા પછી પંજાબમાં આ ટ્રક ગુજરાતની બોર્ડર સુધી પહોંચી ગયા, ગુજરાતની સરહદ પાર કરી ધમધમાટ કરતા છેક રાજકોટ પહોંચી ગયા, છતાં ત્રણેય ટ્રક તમામ ચેકપોસ્ટ પાર કરી ગયા અને કોઈને ગંધસુધ્ધા ન આવી.ત્રણેય ટ્રક બામણબોર જીઆઈડીસીમાં પડ્યા હોવાની એસએમસીને ક્યાંકથી માહિતી મળી અને એસએમસીના પીઆઈ રવિરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળની ટીમે રાજસ્થાન પાસીંગના ટ્રકમાંથી 1007 જેટલી દારૂની પેટી ઝડપી લીધી. હવે સાચો ખેલ શરૂ થાય છે જે જાણવા જેવો છે.
આ ટ્રક મોનીટરીંગ સેલ દ્વારા પકડી લેવાયા બાદ એ જ વિસ્તારમાં થોડા દુરથી એરપોર્ટ પોલીસ અચાનક બીજો ટ્રક પણ પકડી પાડે છે.

કચ્છ પાસીંગના ટ્રકમાંથી 760 પેટી દારૂ પકડાઈ જાય છે અને આ ભવ્ય સફળતા એરપોર્ટ પોલીસના ખાતામાં નોંધાઈ જાય છે. જે વિસ્તારમાં એસએમસીને બે ટ્રકની માહિતી મળી હોય તો એક જ કેમ પકડ્યો? શું બીજો ટ્રક ભાઈબંધીના નાતે પકડી લેવા માટે એરપોર્ટ પોલીસને સોંપી દેવાયો? સ્થાનિક પોલીસની ધૂળધાણી થઇ રહેલી આબરૂને બચાવવા માટે શું બીજા ટ્રકની કામગીરી એરપોર્ટ પોલીસના નામે ચડાવાઇ દેવાઈ છે? આવા અનેક સવાલ ભેદભ્રમના જાળા રચી રહ્યા છે.


બે ટ્રક પકડાયા તેની વચ્ચેનું ભૌગોલિક અંતર માત્ર એક હજાર મીટર જેટલું છે. જેના કારણે તેવી ચર્ચા થઇ રહી છે કે, બંને ટ્રક મોનીટરીંગ સેલ દ્વારા જ પકડવામાં આવી હતી પરંતુ ઉપરથી સૂચના મળી હોવાથી એક ટ્રક પોલીસ માટે બાકી રાખી તેની પ્રતિષ્ઠા ચમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવાઈની વાત એ છે કે, 3-3 ટ્રક પંજાબથી નીકળ્યા, તેની બાતમી પણ મળી છતાં એ વિષે ક્રાઈમ બ્રાન્ચની ટીમને પણ જાણ કરવામાં આવી નહીં.

ઉચ્ચ અધિકારીઓએ ક્રાઈમ બ્રાન્ચને કેમ કામે ન લગાડી તે અંગે પણ અનેક અનુમાનો થઇ રહ્યા છે. 3 ટ્રકની બાતમી હોવા છતાં મોનીટરીંગ સેલની એક જ ટીમ આવી એ પણ આશ્ર્ચર્યજનક હકીકત છે. હજુ ત્રીજા ટ્રક અંગેનું રહસ્ય તો અણઉકેલ જ રહ્યું છે. એ કઈ રીતે અલોપ થઇ ગયો અને તેનો દારૂ રાજકોટમાં ક્યાંક ઠલવાયો કે અન્યત્ર થઇ ગયો. એ રહસ્ય પણ હજુ અકબંધ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

એવું કહેવાય છે કે, ટ્રકના ચાલકોને પંજાબથી જ લોકેશન મળવાનું શરૂ થઇ ગયું હતું અને લોકેશન મુજબ ટ્રકચાલકો ગુજરાત તરફ આગળ વધતા રહ્યા હતા. ટ્રક બામણબોર આવ્યા ત્યારબાદ લોકેશન મળવાનું બંધ થયું હતું તેમ કહેવાય છે. સવાલ એ છે કે, ત્રીજો ટ્રક સેલ અને પોલીસને કઈ રીતે ચખ્મો આપીને ઘુસી ગયો અને પકડાયો નથી? આ તમામ સવાલોના જવાબ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ શોધવાના રહે છે. કેમકે રાજકોટમાં દારૂની રેલમછેલની સાથે- સાથે દારૂ પકડવાની કામગીરી પણ રહસ્યમય બનતી જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here