રાજકોટમાં બેડાની બહુચર્ચિત, છુપાઈને ચાલતી છતાં તમામને દિવ્ય દ્રષ્ટિથી દેખાતી, નરી આંખે ન જોઈ શકાતી છતાં અનુભવી શકાતી એ સિસ્ટમ તાજેતરમાં પુન: જીવીત થઇ ઉઠી છે અને આ સિસ્ટમ એ કોઈ આજકાલની વાત નથી. વર્ષો પહેલા બેડામાં શરૂ થયેલી અને હવે ઘર કરી ગયેલી સિસ્ટમને 25 વર્ષ પુરા થવા આવ્યા છે તો શું તેની સિલ્વર જ્યુબીલી વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવશે કે કેમ? તેની જોરદાર ચર્ચા બેડામાં ચારેતરફ ચાલી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
દિવસે- દિવસે આ ચર્ચા જોર પકડી રહી છે અને સિસ્ટમના સંભારણા વાગોળવામાં આવી રહ્યા છે. એ હરિયાળા દિવસોને બધા યાદ કરીને ઉછલકુદ કરી રહ્યા છે કે વાહ ભાઈ વાહ અચ્છે દિન આવી રહ્યા છે હો..!!રાજકોટના બેડાની વાત કરીએ તો અને ભૂતકાળ પર નજર કરીએ તો આમ શહેરીજનને ખ્યાલ ન આવે પણ દિવ્ય દ્રષ્ટિ ધરાવનારા કહે છે કે, વર્ષો પહેલા રાજકોટના બેડામાં ચાલુ થયેલી આ સિસ્ટમને ખાસ સ્વરૂપ આપનાર જે.પી. હતા. જેમણે પોતાની કામગીરીને થોડું વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું, ખૂબી પૂર્વક સિસ્ટમની ગોઠવણ પાડી દીધી અને અને લગાતાર 10 વર્ષ સુધી ચલાવી હતી. ત્યારબાદ સિસ્ટમ પર મોટાભાઈએ કાબુ મેળવી લીધો હતો અને તેને નવું રૂપ આપીને આખી સિસ્ટમને કોર્પોરેટ કલ્ચર આપ્યું હતું. સાથે- સાથે એ સમયથી જ ડી ગ્રૃપ શબ્દ પ્રચલિત થઇ ગયો હતો.
સિસ્ટમની ઝીણી નજરથી ચકાસણી કરતા રહેલા દિવ્ય ચક્ષુધારીઓ કહે છે કે, મોટાભાઈએ સિસ્ટમના સંચાલન દરમ્યાન એક-બીજાના કાઠલાં પકડ્યા, ફડાકા પણ મુક્યા કે મુકાવ્યાની ચર્ચાઓ પણ ચાલતી રહી, રાજકોટ હોય કે રાજકોટની બહાર ગમે ત્યાં રહીને મોટાભાઈએ સિસ્ટમ ચલાવ્યે જ રાખી. દોરી સંચાર ચાલુ રહ્યો. સિસ્ટમના મોટાભાઈએ સિસ્ટમ ચાલુ રાખી એટલે સિસ્ટમ તો રહી પણ જે તે સમયે ડી ગ્રૃપ નાબુદ થઇ ગયો. એટલું જ નહીં મોટાભાઈ પાસેથી સિસ્ટમ આંચકી લેવાના પણ અનેક પ્રયત્નો થયા. પરંતુ પોતાની આગવી સુઝબુઝથી એ પ્રયત્નોને તેઓ નાકામ બનાવતા રહ્યા.
અચાનક સમય જતા રાજકોટમાં નાંછૂટકે સિસ્ટમને બંધ કરવાની ફરજ પડી. 6 મહિના સુધી લગાતાર સિસ્ટમ વગર પણ બધું ચાલતું જ રહ્યું. કોની મહેરબાનીથી એ બધું ચાલતું હતું એ સવાલ પણ મોટી ચર્ચાનો વિષય છે. નવાઈ એ છે કે, 6 મહિનાના સિસ્ટમ બ્રેકિંગ એટલે કે નવરાશના ગાળામાં કોઈપણ રીતે ડી ગ્રૃપને સક્રિય કરવામાં આવી અને ફરીથી એવો હાઉ ઉભો કરવામાં આવી રહ્યો છે કે, સિસ્ટમ વધુ એકવાર શરૂ થઇ ચુકી છે. હવે તો આ સિસ્ટમને પણ કાર્યવાહીના નવા- નવા વાઘા પહેરાવવામાં આવી રહ્યા છે. આંગડીયા પેમેન્ટ સિસ્ટમ હવે આ સિસ્ટમનો અંગભૂત હિસ્સો કે ભાગ બન્યો હોવાનું પણ દિવ્યદ્રષ્ટિ ધરાવનારા ચર્ચા કરી રહ્યા છે.
Read About Weather here
બેડાની સિસ્ટમને 25 વર્ષ પુરા થવા આવ્યા છે ત્યારે સિલ્વર જ્યુબીલી વર્ષ તરીકે સિસ્ટમની ઉજવણી કરવામાં આવશે કે કેમ એવી ચર્ચા એ પણ બેડામાં ભારે જોર પકડ્યું છે. સિસ્ટમને અંદરથી અને બહારથી જોનારા એ દિવ્ય ચક્ષુધારીઓ કહે છે કે સિલ્વર જ્યુબીલી વર્ષમાં સિસ્ટમને વધુ તાકાતવર બનાવવા અને તેના ઊંડા મુળિયા નાખી દેવાના ચક્ર જોરશોરથી ગતિમાન કરવામાં આવ્યા છે. એટલે આવનારા દિવસોમાં સિસ્ટમ ક્યાં નવા ગતકડાને જન્મ આપે છે અને કઈ દિશા આપે છે એ જોવાનું ખૂબ જ રસપ્રદ બની રહેશે. અત્યારે તો સિસ્ટમ સક્રિય હોવાનું વાતાવરણ સર્જીને અને હાઉ જગાવીને તેના તાપણા પર જેટલા શેકાય એટલા રોટલા શેકવાની અને ભંડાર ભરવાની રીતરસમો આગળ વધી રહી છે અને જોર પકડી રહી છે.સિસ્ટમનો જે ભાગ નથી એવા બધા ફિંગર ક્રોસ કરીને તાલ જોઈ રહ્યા છે અને આ સિસ્ટમ બેડાને ક્યાં લઇ જશે તેની છાનેખૂણે ચર્ચા કરતા દેખાય છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here