રાજકોટમાં બટેટા મસાલાનો નમુનો સબસ્ટાન્ડર્ડ થતાં પેઢીને રૂ.1 લાખનો દંડ

રાજકોટમાં બટેટા મસાલાનો નમુનો સબસ્ટાન્ડર્ડ થતાં પેઢીને રૂ.1 લાખનો દંડ
રાજકોટમાં બટેટા મસાલાનો નમુનો સબસ્ટાન્ડર્ડ થતાં પેઢીને રૂ.1 લાખનો દંડ
લોકોનાં આરોગ્યની સુરક્ષા માટે અને ખાણી-પીણીની ચીજ-વસ્તુઓમાં ગુણવત્તાનાં માપદંડની અમલવારી માટે મહાનગરપાલિકાનાં ફૂડ વિભાગની ટીમો દ્વારા શહેરમાં ખાણી-પીણીનાં ધંધાર્થીઓને ત્યાં ચકાસણીની ઝુંબેશ વેગવાન બનાવવામાં આવી રહી છે. આવી ત્રણ પેઢીને રૂ.25 હજારથી માંડીને રૂ.1 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

મનપાનાં ફૂડ વિભાગ દ્વારા હરિધવા મેઈન રોડ, પટેલ ચોક ખાતે હરિયોગી લાઇવ પફ પેઢીને ત્યાં પફ માટેના બટેટાનાં મસાલાનો નમુનો રી-એનાલીસીસ કરાવતા તેમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતા ચકાસણી બાદ નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આથી એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર દ્વારા આ કેસમાં પેઢીનાં માલિક ગૌરવ પ્રકાશભાઈ રૂપારેલીયાને રૂ.1 લાખનો દંડ કરવામાં આવ્યો છે.

આર્યનગર-1 બાલક હનુમાન પાસે ભગવતી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ માંથી લેવાયેલ તીખી પાપડીનાં નમુનામાં રીપોર્ટમાં સિન્થેટિક ફૂડ કલર જોવા મળતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયો હતો. જે અંગેનાં કેસમાં પેઢીનાં સંચાલક ભાવેશ સામતભાઈ કારેણાને રૂ.10 હજારનો દંડ કરાયો છે અને પેઢીનાં માલિક દિલીપ સામતભાઈ કારેણાને રૂ.25 હજારનો દંડ કરવામાં આવ્યો છે.

મનહરપ્લોટ-6, 7 મંગળા રોડ પર રૂપકલા નોવેલ્ટી સ્ટોરમાંથી ભેંસનું શુધ્ધ ઘીનાં નમુનાની ચકાસણીમાં ફોરેન ફેટ અને તિલ ઓઈલની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ આથી નમુનો આપનાર રસિક બાબુભાઈ સવસાનિને રૂ.10 હજારનો દંડ ફટકારાયો છે. એ જ રીતે ગરબી ચોક કેવડાવાડી મેઈન રોડ પર કૃષ્ણા ઘી ભંડારમાંથી લેવાયેલો ભેંસનાં શુધ્ધ ઘીનો નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા નમુનો આપનાર કમલેશ હરજીવનભાઈ તન્નાને રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Read About Weather here

ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્હીલ્સ વાન સાથે મંગળા મેઈન રોડ, વિદ્યાનગર મેઈન રોડ વિસ્તારમાં 20 જેટલી પેઢીની ચકાસણી કરવામાં આવી હતી અને પાંચ પેઢીને લાઈસન્સ બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી. તેમ મનપા ફૂડ વિભાગની યાદી જણાવે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here