રાજકોટમાં ફાયર સેફટીની બોટલમાં બ્લાસ્ટ થતા એકનું મોત

રાજકોટમાં ફાયર સેફટીની બોટલમાં બ્લાસ્ટ થતા એકનું મોત
રાજકોટમાં ફાયર સેફટીની બોટલમાં બ્લાસ્ટ થતા એકનું મોત

દુકાનમાં એક્સપાયરી ડેટવાળી બોટલના રીફલીંગ દરમ્યાન દુર્ઘટના સર્જાઈ

રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલ શિવ ફાયર એન્જીનીયર્સ નામની દુકાનમાં આજે બપોરે અચાનક ઈઘ2ની બોટલ ફાટતા મોટો બ્લાસ્ટ થયો હતો. તેમાં એકનું મોત પણ થયું હતું અને પોલીસ તેમજ ફાયર વિભાગ ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ શિવ ફાયર એન્જીનીયર્સ નામની દુકાનમાં આજે ઈઘ2ની બોટલ ફાટતા મોટી દુર્ઘટના સર્જાઇ છે જેમાં કંપનીના મેનેજર મહેશ અમૃતલાલ સિધ્ધપુરાનું સ્કલ ફેક્ચરના કારણે સ્થળ પર મોત નીપજ્યું હતું. બપોરના 12 વાગ્યા આસપાસ શિવ ફાયર એન્જીનીયર્સ નામની દુકાનમાં ફાયર સેફટી બોટલ ફાટી હતી. જેની જાણ થતા પ્રથમ 108ની ટિમ સ્થળ પર પહોંચી હતી અને 108 ના સ્ટાફે તપાસ કરતા મેનેજર મહેશને માથાના ભાગે ગંભીર ઇજા થતા સ્કલ ફ્રેક્ચરના કારણે મોત થયાનું સામે આવ્યું છે.

Read About Weather here

ગાંધીગ્રામ પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે ફાયર વિભાગ દ્વારા બનાવ શા કારણે બન્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે બ્લાસ્ટ થયેલ બોટલ ઈઘ2 હોવાનું ફાયર વિભાગની તપાસમાં સામે આવ્યું છે.(11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here