રાજકોટમાં ફરી દેખાયો ડેન્ગ્યુ: આરોગ્યતંત્ર હરકતમાં

રાજકોટમાં ફરી દેખાયો ડેન્ગ્યુ: આરોગ્યતંત્ર હરકતમાં
રાજકોટમાં ફરી દેખાયો ડેન્ગ્યુ: આરોગ્યતંત્ર હરકતમાં

આકરી ઠંડીને કારણે ઝાડા-ઉલટી, શરદી- ઉધરસ અને સામાન્ય તાવના દર્દીઓથી ઉભરાતા દવાખાના

લાંબા સમયે ચિકનગુનિયાનો એક અને ડેન્ગ્યુનો એક કેસ નોંધાતા મનપા દ્વારા રોગચાળો રોકવા શ્રેણીબધ્ધ પગલા

રાજકોટમાં લાંબા સમય બાદ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા નજરે પડ્યો છે અને ગયા સપ્તાહે એક- એક કેસ નોંધાતા આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે. મહાનગરપાલિકાના આરોગ્યતંત્ર દ્વારા રોગચાળો નિયંત્રિત કરવા માટે સતત શ્રેણીબધ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

મનપા આરોગ્ય શાખા અને મેલેરિયા વિભાગની યાદી અનુસાર ગયા સપ્તાહે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો એક- એક કેસ નોંધાયો છે. જયારે શરદી-ઉધરસના 250 કેસ નોંધાયા છે. ઝાડા-ઉલટીના 77 કેસ અને તાવના 42 કેસ નોંધાયા છે. રોગચાળો રોકવા ગયા સપ્તાહે મનપાની ટીમોએ શહેરમાં 14374 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને 1204 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે.

વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીનથી રેલનગર, રત્નમ સ્કાઈલાઈન, મધુવન પાર્ક, મારૂતિનગર-2, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, માટેલ સોસાયટી, ગીતાનગર-1, પુજારા પ્લોટ, નંદની પાર્ક, શિલ્પન નોવા વિસ્તાર, ગાર્ડનસિટી તથા વૈશાલીનગરની આસપાસ ફોગીંગ કરવામાં આવ્યું હતું.

ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

Read About Weather here

આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 557 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 258 અને કોમર્શિયલ 74 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here