રાજકોટમાં પ્લાસ્ટીક દાણાના વેપારીને ત્યાં ઇન્કમટેક્સના દરોડા

રાજકોટમાં પ્લાસ્ટીક દાણાના વેપારીને ત્યાં ઇન્કમટેક્સના દરોડા
રાજકોટમાં પ્લાસ્ટીક દાણાના વેપારીને ત્યાં ઇન્કમટેક્સના દરોડા
રાજકોટ ઇન્કમટેક્સ વિભાગે એન.એન. પેટ્રોકેમિકલ્સ પેઢીના માલિકના ઘરે, તેની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સવારે શરૂ થયેલી તપાસ આખી રાત ચાલુ રહી હતી અને મોટા પ્રમાણમાં ટેક્સચોરી પકડાઈ હતી. સ્થળ પરથી બેનામી દસ્તાવેજો, સાહિત્ય વગેરે કબજે કર્યું છે. જોકે આ તપાસ હજુ લાંબી ચાલે તેવી શક્યતા છે. એક મહિનામાં આ બીજું સર્ચ ઓપરેશન છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રિંગ રોડ પર ઓફિસ ધરાવતા એન.એન. પેટ્રોકેમિકલ્સના વેપારી મોટા પાયે ટેક્સચોરી કરતા હોવાની આવકવેરા વિભાગને માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ અધિકારીઓએ તેની ખરાઈ કરી હતી. જેમાં ટેક્સચોરી હોવાનું માલૂમ પડ્યું હતું. ટેક્સચોરી માલૂમ પડતા આવકવેરા વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આખરે આ પેઢીના માલિકને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આ તપાસમાં 20થી વધુ અધિકારીઓની ટીમ જોડાઈ છે.150 ફૂટ રિંગ રોડ પર જે કોમ્પ્લેક્સ આવેલું છે એમાં 6ઠ્ઠા માળે આ પેઢીના માલિકની તમામ ઓફિસ આવેલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ પેઢીના માલિક પ્લાસ્ટિકના દાણા અને કેમિકલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અત્યાર સુધીની તપાસમાં ઓછો ટેક્સ ભરતા હોવાનું માલૂમ પડ્યું છે.

Read About Weather here

જોકે અધિકારીઓ હજુ ટેક્સચોરીના ચોક્કસ કારણના નિષ્કર્ષ પર પહોંચી નથી શક્યા. જોકે સવારે જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે સરવે હતો તેનાથી પણ મોટા પ્રમાણમાં ટેક્સચોરી બહાર આવતા આખું ઓપરેશન સર્ચમાં પરિવર્તિત થયું હતું અને પેઢીના માલિકના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. મંગળવારે આખી રાત તપાસ ચાલુ રહી હતી. આ તપાસ આજે પૂરી થાય એવી શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here