ગઈકાલે અમદાવાદની ચાર મહિલાઓએ અનુભવ કરી લીધો હતો.જ્યાં મહિલાએ ટ્રાફિક કોન્સ્ટેબલનું આઈ-કાર્ડ માગ્યું તો કોન્સ્ટેબલે રોષે ભરાઈને મહિલાઓની કાર ટો કરાવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
એક તરફ રાજ્યના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસકર્મીઓને ટ્રાફિક નિયમ તોડનારી વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી, તેની જોડે માનવતાપૂર્વક વ્યવહાર થવો જોઇએ એવી ટકોર કરે છે
ત્યારે બીજી તરફ રાજકોટમાં મહિલાના એક નાનકડા પ્રશ્નના ઉત્તર સ્વરૂપે નિયમભંગના ઓઠા હેઠળ ટ્રાફિક કર્મી તાલિબાની વલણ અપનાવતો જોવા મળે છે.પરીણામે મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ જતા એક તબક્કે ચોધાર આંસુએ રડી પણ પડી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ આવીને અમદાવાદની ચાર મહિલા પરત જતી હતી. એ સમયે ગ્રીન લેન્ડ ચોકડી પાસેના પાણીના ટાંકા પાસે પહોંચતા ત્યાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકીંગ ચાલુ હોવાથી તેમની કાર રોકવામાં આવી હતી

અને પીયુસી, ડ્રાઈવીંગ લાયસન્સ વગેરે દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. જેની સામે એક મહિલાએ ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ કે જેનું નામ હસમુખ રાઠોડ હોવાનું બહાર આવ્યું છે,
તેની પાસેથી તેનું આઈ-કાર્ડ માંગતા જ હસમુખ રાઠોડનો અહમ ઘવાયો હતો અને તેણે કાર ડીટેઈન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી જેને કારણે બંને પક્ષો વચ્ચે ખાસી રકઝક અને માથાકુટ થઈ હતી.
આ દરમ્યાન મહિલાઓ કોઈ પણ રીતે કારમાંથી ઉતારવા તૈયાર થઈ ન હતી. આખરે ટોઈંગ વાન મંગાવી તેમની કાર ટો કરવાનું શરૂ કરાયું ત્યારે પણ મહિલાઓ કારમાંથી ઉતરી ન હતી. આ મહિલાઓના પક્ષ દ્વારા જણાવાયું હતું
કે કારમાં બેઠેલી એક મહિલાની માનસિક હાલત બરાબર નથી આમ છતાં ટ્રાફિક પોલીસે તેની તરફ ધ્યાન આપ્યું ન હતું. એક તબક્કે તો જેની માનસિક હાલત ખરાબ જણાવાતી હતી તે મહિલા કારમાંથી ઉતરી દોડી પણ હતી. મહામહેનતે તેને પરત લવાઈ હતી.
બનાવની જાણ થતા પીસીઆર વાન અને બીજા પોલીસના માણસો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે પણ કાર ટો કરવાને બદલે હાજર દંડ વસુલ કરવાની ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ રાઠોડને વિનંતી કરી હતી.
પરંતુ તે ટસનોમસ થયો ન હતો અને પોતાનું અપમાન થયાનું ગાણું ગાઈ કોઈ પણ સંજોગોમાં કાર ટો કરવાની જીદ પકડી રાખી હતી.એક તબક્કે ત્યાં એકત્રીત થયેલા ટોળાએ પોલીસના તાલિબાની વલણ સામે હુરીયો પણ બોલાવ્યો હતો.
જેની સામે પોલીસ લાકડીઓ લઈ ટોળા સામે દોડી હતી. આ પ્રકરણમાં ચોંકાવનારી વાત એ છે કે કાયદા કાનુનના પોતાને જાણકાર ગણાવતા કોન્સ્ટેબલ હસમુખ રાઠોડના મોટરસાયકલ પર જ નંબર પ્લેટ ન હતી!!
Read About Weather here
આખરે ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઈ જેબલીયા સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે મહિલાઓને સમજાવટ કર્યા બાદ તેમની કાર ટો કરી શિતલ પાર્ક લઈ ગયા હતા. જયાં બાદમાં દંડ વસુલ કરી કાર છોડી મુકી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here