રાજકોટમાં પીવાના પાણી માટે કલેકટર દ્વારા ડેમો બનાવવા વિચારણા

રાજકોટમાં પીવાના પાણી માટે કલેકટર દ્વારા ડેમો બનાવવા વિચારણા
રાજકોટમાં પીવાના પાણી માટે કલેકટર દ્વારા ડેમો બનાવવા વિચારણા

સૌરાષ્ટ્રના 141 ડેમ-જળાશયો 60 ટકાથી વધુ ખાલી બની ગયા છે ત્યારે અત્યારથી જ 27થી વધુ ડેમમાં સિંચાઇનું પાણી બંધ કરવાની ફરજ પડી છે. રાજકોટ જિલ્લાના 27 જળસ્ત્રોતોમાં 50.7 ટકા, ઝાલાવાડ પંથકના ડેમમાં 24.32 ટકા, જૂનાગઢ જિલ્લાના ડેમમાં 44 ટકા, જામનગર જિલ્લાના જળસ્ત્રોતોમાં 32 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ બચ્યો છે. ચોમાસા પહેલા ગામડાંઓમાં પાણીની તંગીની સમસ્યાના સંકેતો દેખાઇ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આકરા ઉનાળામાં શહેરીજનોને પીવાનું પુરતું પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવાય છે. દિવસે-દિવસે વિકસતા રાજકોટ અને વધતી વસતીને પણ ધ્યાને રાખી શહેરને પાણી પુરૂં પાડતા મુખ્ય બે ડેમો અને ન્યારી છે, ત્યારે વધારે પીવાના પાણીની જરૂરીયાત સહિતના મુદ્દે કલેકટરે સોમવારે એક ફુલ પ્રુફ મિટિંગ બોલાવી છે. સોમવારે યોજાનાર બેઠકમાં કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા સમગ્ર તંત્ર અને અન્ય તંત્રના જવાબદાર અધિકારીઓને પણ હાજર રહેવા જણાવ્યું છે. આ બેઠકમાં કલેકટર તંત્ર ઉપરાંત, ઇરીગેશન, પાણી પુરવઠા, ડેમ વિભાગ સહિતના અન્ય તંત્રના અધિકારીઓ પણ હાજર રહેશે.

આ બેઠકમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને શહેરને પીવાના પાણીની જરૂરીયાત, પાણી પુરા પાડતાસ્ત્રોત વધારવા, ઇશ્વરીયા પાર્ક બોટીંગ, તળાવમાંથી ગાંડી વેલ દુર કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી જરૂરી પગલા ભરવામાં આવશે.શહેરની વધતી વસતીને ધ્યાનમાં લઇ કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા વધુ જળાશયો બનાવવા માટે કવાયત હાથ ધરાશે. જે અંતર્ગત આજી ડેમથી થોડે દુર અન્ય ડેમ બનાવવા માટે દરખાસ્ત અંગે ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત શહેરના તત્કાલીન કલેકટર રાજેન્દ્રકુમાર દ્વારા કરવામાં આવેલ હીરાસર – બામણબોર પાસે ડેમ બનાવવાની દરખાસ્તને સરકારને મોકલાઇ છે, તે અંગે ખાસ રીમાઇન્ડર અપાશે. આ ઉપરાંત ઇશ્વરીયા પાર્કમાં હાલ બોટીંગ બંધ છે, તે શરૂ કરવા પણ ચર્ચા કરી પગલા લેવાશે. સાથે જ ત્યાં ઉગી નિકળેલ ગાંડીવેલને દુર કરવા પણ કલેકટર દ્વારા કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે.

Read About Weather here

હાલ રાજકોટ જિલ્લામાં કુલ 16 ટેન્કરો દ્વારા પીવાનું પાણી પુરૂં પાડવામાં આવી રહ્યું છે. જરૂર પડયે હજી પણ વધુ ટેન્કરો આપવામાં આવશે તેવું કલેકટર તંત્ર દ્વારા જણાવાયું હતું. હાલ જિલ્લામાં ગામડાઓમાં પીવાના પાણીની સ્થિતિ સારી છે, અમુક તાલુકાઓમાં 2 દિવસે પાણી અપાય છે, તે અંગે કલેકટરે ઉમેર્યું હતું કે, જે તે ડેમોમાં પીવાનું પાણી ઓગસ્ટ સુધી જળવાય તે પણ જરૂરી છે.ભાદર ડેમમાંથી સિંચાઇના પાણી અંગે કલેકટરે જણાવેલ કે, એ સરકાર નિર્ણય લેશે, હાલ જિલ્લામાં પીવાના પાણી અંગે કોઇ મોટો પ્રશ્ન નથી, તંત્ર તમામ લેવલે નજર રાખી રહ્યું છે, ગોંડલમાં પ્રશ્ન હતો તે પણ હલ કરી લેવાયો છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here