શહેરના વ્યાપ વધતા નવા ત્રણ ફાયર સ્ટેશન બનાવવા માટે તથા જર્જરિત બન્યા છે તેનું રીનોવેશન કરવા મટે સરકારને દરખાસ્ત મોકલવામાં આવી છે અને હવે ગ્રાન્ટ આવવાની રાહ જોવાઇ રહી છે.મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શહેરના તાજેતરમાં નવા વિસ્તારો ભેળવવામાં આવ્યા છે. પરિણામે વાવડી, ઘંટેશ્ર્વર અને કટારીયા ચોકડી ખાતે ત્રણ નવા ફાયર સ્ટેશન બનાવવાની વિચારણા કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
આ માટેની દરખાસ્ત તૈયાર કરીને સરકારને મોકલી આપી છે. સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવે ત્યારબાદ ત્રણેય ફાયર સ્ટેશનનું નિર્માણ કાર્ય ચાલુ કરવામાં આવશે.આ સાથે કનક રોડ અને બેડીપરા ફાયર સ્ટેશનના રીનોવેશન પણ કરાશે. બીજી તરફ કાલાવડ રોડ પર બનતા ફાયર સ્ટેશનનું કામ દિવાળી સુધીમાં પૂર્ણ થઈ જવાનો અંદાજ છે.રાજકોટમાં ફાયર સ્ટેશનનો ભૂતકાળ જોઈએ તો, શહેરમાં પાંચ દાયકા પૂર્વે સદર બજારમાં ફાયર સ્ટેશન હતું. જે બંબાખાના તરીકે ઓળખાતું હતું. જેનું બાદમાં સન 1973 માં રાજકોટ નગરપાલિકાનો મ્યુનિ. કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ ઢેબર રોડ પર બસ સ્ટેશન પાછળના ભાગે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
Read About Weather here
જે હાલ મુખ ફાયર સ્ટેશન ગણાય છે. ત્યાર બાદ શહેરમાં વસ્તી અને વિસ્તાર વધતા ગયા તેમ વર્ષ – 1985 માં કાલાવડ રોડ અને બેડીપરા એમ બે ફાયર સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બાદમાં સન – 2004 માં મવડી, વર્ષ – 2013 માં કોઠારીયા અને 2015 માં રામાપીર ચોકડી તથા સન – 2016 માં રેલનગરમાં નવું ફાયર સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે.આ ઉપરાંત મોરબી રોડ પર વર્ષ – 2013 થી ઇમરજન્સી રિસ્પેન્સ સેન્ટર(ઇઆરસી) પણ ચાલુ કરાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here