શહેરના મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતાં દેવીપૂજક પરિવારના નવદંપતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. બાબુ વિનુભાઇ સોલંકી (ઉ.વ.21) અને તેની પત્ની મમતા બાબુ સોલંકી (ઉ.વ.19)એ ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધાનું જાહેર થતાં બી-ડિવિઝન પીઆઇ એમ. સી. વાળા સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો અને કાર્યવાહી કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
પતિ સાથે આપઘાત કરનાર મમતા મુળ અંકલેશ્ર્વરની છે. હાલમાં તેના માતા-પિતા રાજકોટમાં જ રહે છે. ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતાં. પતિ બાબુ વીડિયો શુટીંગનું કામ કરે છે. પતિ-પત્ની મોડે સુધી ન જાગતાં અને દરવાજો ન ખોલતાં છાપરા ઉંચકાવીને પરિવારજનોએ જોતાં બંને લટકતા મળતાં કલ્પાંત સર્જાયો હતો.
Read About Weather here
પતિ-પત્ની વચ્ચે કોઇ કારણે કલેશ થતાં પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હોઇ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. 108ના ઇએમટી કોમલબેન અને પાઇલોટ રઘુભાઇ જોગરાણા બનાવની જાણ થતાં પ્હોંચ્યા હતાં. ઇએમટી કોમલબેને બંનેને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. બંનેએ ઘરની લોખંડની આડીમાં દૂપટ્ટા બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here