રાજકોટમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાના કેસ નોંધાતા મનપાનું આરોગ્ય તંત્ર હરકતમાં

રાજકોટમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાના કેસ નોંધાતા મનપાનું આરોગ્ય તંત્ર હરકતમાં
રાજકોટમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાના કેસ નોંધાતા મનપાનું આરોગ્ય તંત્ર હરકતમાં

ગત સપ્તાહમાં એક- એક કેસ નોંધાયો, તાવ, ઝાડા-ઉલટી, શરદી-ઉધરસના દર્દીઓથી દવાખાના ઉભરાયા

રોગચાળો નિયંત્રણમાં લેવા માટે શહેરભરમાં મનપાની ટીમો દ્વારા ફોગીંગ અને પોરાનાશક કામગીરી: લોકોને મચ્છરોથી બચવા સ્વચ્છતા જાળવવાની સલાહ

રાજકોટ મહાનગરમાં આકરી ઠંડીની સાથે- સાથે સિઝનલ બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. તેની સાથે- સાથે ગયા સપ્તાહમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો એક- એક કેસ પણ નોંધાયો છે. આથી મહાનગરપાલિકા આરોગ્ય શાખા અને મેલેરિયા વિભાગ સતર્ક થઇ ગયા છે. રોગચાળો કાબુમાં રાખવા શ્રેણીબધ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

મહાનગરપાલિકાની એક યાદી અનુસાર ગયા એક સપ્તાહમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાએ ફરી દેખા દીધી છે અને એક- એક કેસ નોંધાયો છે. જયારે એક અઠવાડિયામાં શરદી- ઉધરસના 365 કેસ, ઝાડા-ઉલટીના 109 કેસ અને તાવના 39 કેસો નોંધાયા છે. આથી જનઆરોગ્ય ખાતા મનપાએ ગત સપ્તાહમાં 15674 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને 702 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે.
મચ્છરોની વધુ ઘનતાવાળા વિસ્તારોમાં રામનાથપરા, ભવાનીનગર, હાથીખાના, પદ્મકુંવરબા હોસ્પિટલ, કલ્યાણનગર, લક્ષ્મીવાડી, મીલપરા, જયરાજ પ્લોટ, સૌરાષ્ટ્ર યુનિ તથા આસપાસનો વિસ્તાર, જે.કે.પાર્ક કોઠારિયા કોલોની, મુંજકા ગામ, ક્રાઈસ્ટ લેડીઝ હોસ્ટેલ, સરકારી મુદ્રણાલયની લેખન સામગ્રી ઓફિસનું કેમ્પસ, સુભાષનગર, ભવનાથ પાર્ક, સોરઠીયાવાડી વગેરે વિસ્તારોમાં ફોગીંગ મશીનથી ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી.

Read About Weather here

એ જ રીતે મચ્છરોની ઉત્પતિ અટકાવવા માટે 751 સ્થળે ચેકિંગ કરવામાં આવ્યું હતું. 382 રહેણાંક અને 101 કોમર્શિયલ આવાસના આસામીઓને નોટીસ આપવામાં આવી હતી. વહીવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here