રાજકોટ ગુજરાતનું પહેલું શહેર બનશે, જ્યાં વાહનચાલકો ‘મેપ માય ઇન્ડિયા’ મોબાઇલ એપ્લીકેશન દ્વારા ટ્રાફિક અડચણોના રીયલ ટાઇમ અપડેટ મેળવી શકશે. આ સેવાનો લાભ મેળવનારા દેશના કેટલાક શહેરોમાં રાજકોટની પણ પસંદગી કરાઇ છે.
Visit Saurashtra Kranti Homepage here
જો બધું આયોજન અનુસાર પાર ઉતરશે તો રાજકોટ ટ્રાફિક પોલીસ આ એપ બનાવનારાઓ સાથે આવતા અઠવાડિયે એમઓયુ કરશે, અત્યારે તેમની સાથે વાતચીત ચાલી રહી છે.
મોબાઇલ મેપ અત્યારે કોઇ અસામાન્ય વસ્તુ નથી પણ વાહન ચાલકો તેના દ્વારા રોડની એકયુરેટ સ્થિતિ જેમકે વીઆઇપીના કારણે રોડ ટેમ્પરરી બંધ કરાયો હોય વગેરે બાબતો નથી જાણી શકતા. પણ આ એપ દ્વારા વાહન ચાલકો રોડ પર ચાલી રહેલ કામ, ડાયવર્ઝન જેવી માહિતી પણ વધુ ચોક્કસ રીતે જાણી શકશે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જણાવે છે.
સૂત્રો અનુસાર રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ડાયવર્ઝન, ટ્રાફિકજામ, રોડનું ખોદાણ, રોડ પરના સ્પીડબ્રેકર, રોડ પરના ખાડા, રોડ બંધ હોવાની સ્થિતિમાં સારામાં સારો વૈકલ્પિક માર્ગ, વીઆઇપીનો કાફલો પસાર થવો વગેરે માહિતીઓ એપ બનાવનારાઓને રીયલ ટાઇમ અપડેટ આપશે, જે એપ વાપરનારાઓને મળતી રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
ડેપ્યુટી કમિશનર (ટ્રાફિક) પૂજા યાદવે કહ્યું કે અમે એક નોડલ ઓફિસર ડેપ્યુટ કરીશું, જે અમારા ફિલ્ડ સ્ટાફ પાસેથી ટ્રાફિક અને રોડની માહિતી એકઠી કરશે અને એપને પહોંચાડતા રહેશે જેનાથી યુઝર વાહનચાલકોને મદદ મળશે. પોલિસ વાહન ચાલકોને પણ માહિતી આપવા આમંત્રણ આપશે પણ તેની ખરાઇ કર્યા પછી એપ પર જોઇ શકાશે. ટ્રાફિક પોલીસ અધિકારીઓનો દાવો છે કે અમે દરેક રોડ માટે સ્પીડ લીમીટ નક્કી કરેલી છે. જો કોઇ વધારે સ્પીડથી વાહન ચલાવશે તો આ એપ્લીકેશન ડ્રાઇવરને ચેતવણી આપશે અને સ્પીડ જાળવવા માટે કહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here