અનાજ, કઠોળ, ગોળ, ચોખા, દૂધ, દહીં, છાશ, લસ્સી જેવી લોકો માટેની રોજની આવશ્યક ખાદ્યચીજો અને પદાર્થો પર પાંચ ટકા જીએસટી લાગુ કરવાના કેન્દ્ર સરકારનાં નિર્ણય સામે રાજકોટની વેપારી આલમે સજ્જડ બંધ પાળીને જોરદાર રોષ અને આક્રોશ વ્યક્ત કર્યો છે. રાજકોટમાં આજે દાણાપીઠ સજ્જડ બંધ રહી હતી. એટલે ધમધમતી બજારો સુમસામ બની ગઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કામગીરી ચાલુ રહી હતી અને ચેરમેને એવો દાવો કર્યો હતો કે, યાર્ડના વેપારીઓને જીએસટી લાગુ પડતો નથી.
Visit Saurashtra Kranti Homepage here
જીએસટીને કારણે નાના અને મધ્યમ વર્ગનાં વેપારીઓની આર્થિક હાલત ખરાબ થઇ જશે એ કારણે આજે ‘ભારતબંધ’નું એલાન આપવામાં અવાયું છે એ અંતર્ગત રાજકોટની વેપારી આલમે વેપાર-ધંધા બંધ રાખીને જીએસટીનો જોરદાર વિરોધ કર્યો છે.વેપારીઓનું કહેવું છે કે, જીએસટી લાગુ થવાથી અનાજ, કરિયાણા અને ખાદ્ય પદાર્થોનાં વેપારીઓને ફટકો પળ્યો છે. લોટ, કઠોળ, ઘઉં, ચોખા જેવા આવશ્યક અનાજ પર પાંચ ટકા જીએસટી સોમવારથી અમલમાં આવી રહ્યો છે. જેનો દેશભરનાં વેપારીઓએ ઉગ્ર વિરોધ કર્યો છે અને વેરો પાછો ખેંચવા સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી રહી છે. વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો કે, ઈ-કોમર્સ અને ઓનલાઈન વેપારને કારણે પહેલેથી જ ધંધા ખતમ થઇ રહ્યા છે.
એવામાં જીએસટી લગાડીને સરકાર વેપારને સંપૂર્ણપણે ખલાસ કરવા જઈ રહી છે. નાના વેપારીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાઇ જશે અને સામાન્ય જનતા એ પણ ભારે આર્થિક ફટકો સહન કરવો પડશે.રાજકોટ યાર્ડમાં તમામ જણસીની હરાજી આજે રાબેતા મુજબ ચાલુ છે. યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, જીએસટીનો પ્રશ્ર્ન હોલસેલ વેપારીઓને લાગુ પડે છે. યાર્ડનાં વેપારીઓને લાગુ પડતો નથી. યાર્ડમાંથી માલ ખરીદયા બાદ પેકિંગ થાય ત્યાર પછી જ જીએસટીનો પ્રશ્ર્ન આવે છે. આથી યાર્ડમાં બંધની અસર નથી અને હોલસેલની દુકાનો પણ ચાલુ છે.
બીજીતરફ યાર્ડના વેપારી સુરેશ ચંદારાણાએ જણાવ્યું હતું કે, સવારે એલાન મુજબ યાર્ડના તમામ વેપારીઓએ બંધ પાળ્યો હતો. યાર્ડના વેપારીઓ પાસે જીએસટી નંબર જ નથી. એ નંબર લીધા પછી જ વેપારીઓ અને ગ્રાહકોની મુશ્કેલીઓ વધી જશે અને અનાજના ભાવ પણ ભડકે બળશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ.ની એક યાદીમાં જણાવાયું છે કે, અનાજ અને કઠોળ, કૃષિ ખાદ્યચીજો તથા પેકિંગ ગુડ્ઝ પર પાંચ ટકા જીએસટી લાદવામાં આવ્યો છે. આથી દેશભરમાં વિરોધ વંટોળ છવાયો છે. બેડી માર્કેટિંગ યાર્ડે પણ બંધનું સમર્થન કર્યું છે. વેપારીઓની વેરો દુર કરવાની માંગણી વાજબી છે.
Read About Weather here
સરકાર તાત્કાલિક અસરથી વિચારણા કરી પાંચ ટકા જીએસટી સત્વરે દૂર કરે એવી રાજકોટ ચેમ્બરે સરકાર સમક્ષ જોરદાર માંગણી કરી હતી. ચેમ્બરના નિવેદનમાં જણાવ્યું છે કે, ખાદ્યપદાર્થો પર વેરો ઝીંકવાથી તમામ લોકો અને ખેડૂતોને મોંઘવારીનો ડામ સહન કરવો પડશે. આ વેરાને પગલે આગામી દિવસોમાં મોંઘવારી માઝા મુકશે. તેમાં કોઈ શંકા નથી. લોકોનાં રોજીંદા જનજીવન પર સીધી અસર પડશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here