રાજકોટ મનપા પણ જર્જરિત મકાનો પડવાની રાહમાં હોય તેવી લોકોમાં ચર્ચા થઇ રહી છે.મનપાએ આવા અનેક જર્જરિત મકાનોને નોટિસ પાઠવી છે અને જણાવ્યું છે કે, રિપેર કરો અથવા ખાલી કરી અન્ય જગ્યાએ તમે તમારી રહેવાની વ્યવસ્થા કરો. આવા મકાનોમાં મોટાભાગના મજૂરી કરતા, સફાઇ કામદારો, રીક્ષા ચલાવતા લોકો રહે છે. લોકો રિપેરિંગનો ખર્ચો ક્યાંથી કાઢે તેવું સ્થાનિકોમાં ચર્ચા થઇ રહી છે. શહેરમાં અનેક એવા ભયગ્રસ્ત મકાનો છે જે પવન સાથે વધુ વરસાદ પડે તો અકસ્માત સર્જાઈ શકે છે. શહેરમાં જર્જરિત મકાનોમાંથી મોટાભાગના મકાનોમાં માલિક નહીં પણ ભાડૂઆત રહે છે. પ્રિ-મોન્સૂનના નામે મસમોટી વાતો કરતું મ્યુનિ. તંત્ર માત્ર નોટિસ અને લિસ્ટ બનાવી સંતોષ માની લે છે.
Visit Saurashtra Kranti Homepage here
શહેરના જૂના રાજકોટમાં આવા બાંધકામો વધુ જોવા મળે છે. જે મકાન, ક્વાર્ટર કે જૂના સરકારી ઇમારતનો અમુક દીવાલ, છજા ગમે ત્યારે પડી જાય એમ છે. શહેરના સદર વિસ્તારમાં વોંકળાના કાંઠે, સોની બજારમાં, બંગડી બજાર, રામનાથપરા વિસ્તાર અને હાથી ખાના તેમજ જામનગર રોડ પર આવેલા જૂના આવાસની હાલત એવી છે કે અને તિરાડો પડી ગયેલી નજરે જોઇ શકાય છે. કોર્પોરેશને નોટિસ આપી દીધી છે છતાં નથી ખાલી કરાવતા કે નથી કોઇ ઠોંસ પગલા લેતા. કોઇ અકસ્માત સર્જાઈ અને રાહદારીને ઇજા કે કંઇ થાય તો જવાદારી કોની તે મોટો સવાલ છે.
મનપા પાસે બાંધકામનો જર્જરિત હિસ્સો તોડી પાડવાની પૂરી સત્તા છે. એટલું જ નહીં બાંધકામ તોડવા થતો ખર્ચ મકાન માલિક પાસેથી હાજરમાં અથવા તો મિલકત વેરામાં ચડાવીને વસુલ કરી શકે છે. મનપાને કાયદાની રૂએ આવી સત્તા મળી હોવા છતાં કોઇ નક્કર પગલાં લેતું નથી.દર વર્ષે ચોમાસામાં જર્જરિત મકાનો પડતા દુર્ઘટના થતી હોય છે. તો સાથે જ દર ચોમાસા પહેલા મહાનગરપાલિકા જર્જરિત ઇમારતોનો સર્વે પણ કરાવતી હોય છે. બાદમાં નોટિસ આપી યોગ્ય કાર્યવાહી પણ કરાતી હોય છે. ત્યારે તાજેતરમાં જ મનપાના અધિકારીઓએ નોટિસ આપી દીધી છે પરંતુ હવે આવી ભયજનક મિલકતો સામે કાર્યવાહી થાય છે કે પછી પાછલા વર્ષોની જેમ માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી થશે તે જોવું મહત્વનું રહેશે.
Read About Weather here
મોટાભાગની મિલકતોમાં કોર્ટ કેસ ચાલતા હોવાથી મનપા કાર્યવાહી કરી શકતી નથી. ખાલી નહીં કરનાર અતિ જર્જરિત મિલકતોની મુદ્દત બાદ ડિમોલિશન કરવામાં આવશે. રાજકોટના જૂના વિસ્તારોમાં અનેક મકાનો અને ઈમારતો જર્જરિત હાલતમાં ઢળી પડવાની કગાર ઉપર ઉભી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત 438 જર્જરિત મિલકતોમાં રહેતા લોકોને નોટિસ આપવામાં આવી છે. જેમાં મકાન માલિકે જર્જરિત મકાનનું રિપેરિંગ કરવું અથવા મકાન તોડી પાડવું તેવું જણાવ્યું હતું. નોટિસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ મિલકતો તોડી પાડવામાં આવશે તેવું મનપાના અધિકારીઓ જણાવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here