રાજકોટમાં ગુમ દીકરાની 25 વર્ષથી રાહ જોઈ રહૃાા છે મા-બાપ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
એક આશ એવી કે મારો દીકરો પાછો આવશે તેવી આશા સાથે માતા પિતા 25 વર્ષથી રાહ જુએ છે આ વાત છે રાજકોટમાં 25 વર્ષ પહેલા પોતાની કાકાની દીકરી સાથે સાઇકલ લઈ યાજ્ઞિક રોડ ફરવા ગયેલો બાળક હજુ પરત ફર્યો નથી. તેની સાથે શું થયું એ હજુ કોઈને ખબર નથી. માતા-પિતા ચાતક નજરે પણ પોતાના વ્હાલસોયા દીકરાની રાહ જુએ છે. રોજ તેના માટે પથારી પાથરે છે, તેની સાઇકલ સાચવી રાખી છે. તેની શોધ માટે આજ સુધી કોઈ કડી મળી નથી. તેમ છતાં રાજકોટના રસિકભાઈ અને રસિલાબેન પોતાના વ્હાલસોયા દીકરા મોહિલની આજે પણ રાહ જોઈ રહૃાાં છે. રસિકભાઈ અને રસિલાબેન પણ પોતાનો અપત થયેલો પુત્ર એકને એક દિવસ જરૂર આવશે એવા સપના સેવી રહૃાાં છે.

Visit Saurashtra Kranti Homepage here

પોતાની જિંદગીના રોજિંદા કામોની સાથે પણ તેઓ પોતાનો મોહીલ જીવિત છે તેવા વિશ્ર્વાસ સાથે તેના માટે દૃરરોજ પથારી પાથરે છે. તેની સાઇકલ ચલાવતી વખતે અપહરણ થયું હતું તેને પણ સાચવી રાખી છે. પોતાના પુત્રના રાહમાં માતા-પિતા આજે પણ એક જ ટાઈમ જમે છે અને મોહિલ પરત આવશે તેવી આશા સેવી રહૃાાં છે. 25 વર્ષ પહેલા 21મી મે 1997ના રોજ પોતાના કાકાની દીકરી સાથે શહેરના યાજ્ઞિક રોડ પર મોહિલનું ધર્મેન્દ્રસિંહજી કોલેજ પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું. કાકાની દીકરી ખુશ્બુ સાથે ડીએચ કોલેજ પાછળની જાગનાથ પોલીસ ચોકી સામે મોહિલ સાઇકલ લઈ રમવા ગયો ત્યાં અજાણ્યા શખસો તેને ઉઠાવી ગયા હતાં. બાદમાં કાકાની દીકરીએ ઘરે જઈ પરિજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

Read About Weather here

25 વર્ષ પહેલા બાળક મોહિલને શોધવા માટે લોકલ પોલીસથી માંડી સીઆઈડી ક્રાઈમ અને દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી સીબીઆઈને પણ કેસ ઉકેલવામાં સફળતા હાથ લાગી નહોતી.તેને કોઈ લઈ ગયું? ક્યાં લઈ જવાયો? જીવિત છે કે તેની સાથે કંઈ ન થવાનું થયું? આજદિન સુધી કોઈને ખબર નથી પડી. અપત મોહિલની ભાળ મેળવવા માટે સીઆઈડીથી સીબીઆઈ સુધી તપાસ સોંપી હોવા છતાં તે એજન્સીઓને પણ કોઈ કડી મળી નહોતી. પોલીસે તેને શોધી લાવનારને 1 લાખનું ઈનામ આપવાનું જાહેરકર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here