રાજકોટમાં ખાણી-પીણીનાં 15 ધંધાર્થીઓનું ચેકિંગ: ચારને નોટીસ

રાજકોટમાં ખાણી-પીણીનાં 15 ધંધાર્થીઓનું ચેકિંગ: ચારને નોટીસ
રાજકોટમાં ખાણી-પીણીનાં 15 ધંધાર્થીઓનું ચેકિંગ: ચારને નોટીસ
રાજકોટ મહાનગરપાલિકાનાં ફૂડ વિભાગ દ્વારા વન વીક વન રોડ અંતર્ગત વાણીયાવાડી મેઈન રોડ પર ખાણી-પીણીનાં ધંધાર્થીઓને ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. કુલ 15 જેટલા ફૂડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી અને એ પૈકી ચાર જેટલી પેઢીને લાઈસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. ઉપરાંત 19 કિ.ગ્રા. જેટલી વાસી, અખાદ્ય ચીજ-વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

વાણીયાવાડી મેઈન રોડ પર દિપ રેસ્ટોરન્ટમાં વાસી મન્ચુરીયન, સાંભર, બાંધેલો લોટ, બાફેલા બટેટા સહિત 19 કિલો અખાદ્ય ચીજોનો નાશ કરી લાઈસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. એ જ રીતે ધનંજય કિરાણા ભંડાર, જે માર્ટ તથા અરુણા ટીને લાઈસન્સની નોટીસ અપાઈ હતી. અન્ય 11 જેટલી પેઢીઓમાં પણ અને ખાણી-પીણીની દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી.

વૈદવાડી, જયંત કેજી મેઈન રોડ પર અભિનવ સ્ટોર્સ નામની પેઢીમાં અભિનવ બ્રાન્ડથી આયુર્વેદિક ઔષધીનાં નામે ઈમ્યુનીટી બુસ્ટર પાવડર, ડાયાબીટીશ ચુર્ણ અને એનર્જી પાવડર વગેરે પેકિંગ કરી આરોગ્યનાં દાવા કરવામાં આવતા હતા અને વેચાણ કરાતું હતું. તમામ પેકેટ પર આયુર્વેદી 100 ટકા લખ્યું હતું પણ લાઈસન્સ નંબર ન હતો. તેમ છતાં પેકેટ પર રીટેઈલ દુકાનનો ફૂડ લાઈસન્સ બતાવી ગેરરીતિ કરી છે. એ જ રીતે ઓમ બ્રાન્ડનાં નામથી અખાદ્ય સોડા એસ અને વોશિંગ સોડાનાં નાના પેક તૈયાર કરી તેના પર ફરસાણનાં ફોટા છાપ્યા છે. આથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર રાજકોટ વર્તુળનાં આસી.કમિશનરને જાણ કરવામાં આવી છે. અભિનવ એનર્જી પાવડર અને ડાયાબીટીશ માટેની ફાકીનાં નમુના લઇ ચકાસણી માટે મોકલાયા છે.

Read About Weather here

જંકશન પ્લોટમાં આહુજા આઈસ્ક્રીમમાંથી રાજભોગ આઈસ્ક્રીમનાં નમુના લઇ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. આ રીતે મનપાએ લોક આરોગ્ય અને જનહિતને નજરમાં રાખીને અખાદ્ય ખાણી-પીણીની ચીજો સામેની ઝુંબેશને વધુ વેગવાન બનાવી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here