રાજકોટમાં કાલથી લીસનર્સ આર્મી પ્રોજેકટનો પ્રારંભ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
કાઠિયાવાડની ખમીરવંતી ધરતી અને સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રંગીલા રાજકોટ શહેરમાં ખૂબ જ નાની છતાં સેવાકિય પ્રવૃતિઓમાં વિશાળ વટવૃક્ષ તરફ અવિરત ડગલાં માંડતી બે મહિલાઓ દ્વારા એક વર્ષ સ્થાપવામાં આવેલ અને કોઈપણ પ્રકારના હોદ્દા કે હોદ્દેદારો વગર માત્ર સેવા પરમો ધર્મને વરેલી સાથ સેવા સંગઠન નામની સંસ્થા દ્વારા ઉડીને આંખે વળગે તેવી સેવાકિય પ્રવૃતિઓ સાથે સાથે મહારાષ્ટ્રના પૂના ખાતે શરૂ થયેલ લીસનર્સ આર્મી પ્રોજેક્ટથી પ્રેરાઈને સાથ સેવા સંગઠન સંસ્થા આગામી તા.રરમીથી ગુજરાત રાજ્યમાં સૌ-પ્રથમ રાજકોટના આંગણે લીસનર્સ પ્રોજેક્ટનો શુભારંભ કરવા જઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોના કાળ દરમ્યાન કોરોના ગ્રસ્ત પરિવારોને ટીફીન પહોચાડવા, આર્થિક રીતે નબળા પણ હોંશિયાર બાળકોની શિક્ષણની ફીની વ્યવસ્થા કરવી તેમજ સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાતના સુત્રને સાર્થક કરવા પરશુરામજી મંદિર પાસેના તળાવ ખાતેના સફાઈ અભિયાનમાં પણ ખુબ જ મોટી સફળતા મેળવ્યા બાદ સાથ સેવા સંગઠન દ્વારા લીસનર્સ આર્મી પ્રોજેક્ટ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Read About Weather here

વાતુ એની સાંભળીને આડું નવ જોજે, એને માથું રે હલાવી હોંકારો તું દેજે.પદ્મશ્રી દુલાભાયા કાગ (કાગબાપુ)ના ભજનની આ પંક્તિને સાકાર કરતો લીસનર્સ આર્મી પ્રોજેકટ લોકોની સુખાકારી અને આરોગ્યની બાબતમાં પણ ખુબ મદદરૂપ થઈ શકે તેમ હોવાનું જાણકારોનું માનવુંવર્તમાન યુગમાં ઘણા લોકો સામાજીક, કૌટુંબિક, પારિવારીક, ધંધા-રોજગાર કે બીઝનેસ વગેરે જેવી અનેક વિટંબણાઓથી ઘેરાયેલ છે કે જેઓને પોતાની વેદનાઓ કહેવી છે, પરંતુ ક્યારેક એવું પણ બને છે કે બીજાની વેદના સાંભળવાનો પણ માણસને (અંગત વ્યક્તિને પણ) સમય નથી ત્યારે સાથ સેવા સંગઠન સંસ્થા આવા લોકોને આવકારશે, અને આપ કોઈપણ વાત વેદના હોય કે વમળની, આનંદની હોય કે શોકની ગમે તે વાત અમને કહો અને આપનું હૈયુ હળવું કરો આવો પ્રથમ પ્રોજેક્ટ રાજકોટના આંગણે આવી રહ્યો છે. જેનો લાભ લેવા જણાવાયું છે.નવતર પ્રકલ્પના પ્રારંભનો કાર્યક્રમ તા.22મીએ રવિવારે સવારે 10થી 12 વાગ્યા સુધી તપસ્વી સ્કૂલ, જલાામ પ્લોટ-2, યુનિવર્સિયિ ખાતે રાખવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here