રાજકોટમાં આજી નદીને ભરડો લેતી ગાંડીવેલથી શહેરભરમાં મચ્છરોનું સામ્રાજય

રાજકોટમાં આજી નદીને ભરડો લેતી ગાંડીવેલથી શહેરભરમાં મચ્છરોનું સામ્રાજય
રાજકોટમાં આજી નદીને ભરડો લેતી ગાંડીવેલથી શહેરભરમાં મચ્છરોનું સામ્રાજય
રાજકોટની શાન સમાન આજી નદીમાં ચારેતરફ ગાંડીવેલ પથરાઈ ગઈ હોવાથી સર્જાયેલી ગંદકીને કારણે મચ્છરોનો ત્રાસ બેહદ અને બેકાબુ બની ગયો છે. શહેરભરમાં આ ગાંડીવેલને કારણે મચ્છરોનાં દળકટક ફરી વળતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

મચ્છરોનાં ત્રાસને કારણે રોગચાળો પણ વકરતો જાય છે. ગાંડીવેલ દૂર કરવા માટેનું ખાસ મશીન મનપા તંત્ર દ્વારા વસાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે. પરંતુ લાગે છે કે મશીન ખોટકાઈ ગયું છે અથવા તો કોઈ ખૂણામાં ધૂળ ખાય રહ્યું છે અને આજી નદીનાં પટને ગાંડીવેલનાં આક્રમણથી આખી આજી નદી ભરાઈ ગઈ છે.

Read About Weather here

ગાંડીવેલને કારણે મચ્છરોની સાગમટે ઉત્પતિ થાય છે જેના કારણે શહેરીજનોનો આરોગ્ય ખતરામાં મુકાઇ રહ્યું છે. ગાંડીવેલથી જળસંગ્રહમાં પણ મોટું વિઘ્ન સર્જાઈ છે. શહેરીજનોનાં હિતમાં અને લોક આરોગ્યને લક્ષમાં રાખીને મનપા દ્વારા ગાંડીવેલ દૂર કરવાની કામગીરી યુધ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવે એવી શહેરીજનોમાં જોરદાર માંગણી ઉઠી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here