રાજકોટમાં અકારણે અનેક સ્થળે ડાયવર્ઝન, લોકોને ભારે હાડમારી

રાજકોટમાં અકારણે અનેક સ્થળે ડાયવર્ઝન, લોકોને ભારે હાડમારી
રાજકોટમાં અકારણે અનેક સ્થળે ડાયવર્ઝન, લોકોને ભારે હાડમારી

શહેરભરમાં અલગ-અલગ જગ્યાએ મુખ્ય રસ્તા બંધ, સાઇડ રસ્તા ખરાબ હોવાથી વાહન ચાલકોને ભારે તકલીફો: આજથી ગ્રીનલેન્ડ ચોકડીનો રસ્તો પણ બંધ કરાયો, ડાયવર્ઝન કાઢવામાં આવ્યું, કમિશનરનું નવું જાહેરનામું

રાજકોટ મહાનગરમાં અલગ-અલગ વિસ્તારોમાં રસ્તાઓને ચાર માર્ગીયમાંથી છ માર્ગીય કરવાનાં કામો અને કયાંક અંડરબ્રિજ કે ઓવરબ્રિજના નિર્માણાધિન કામો માટે ઠેરઠેર વાહન વ્યવહારના મુખ્ય માર્ગો બંધ થઇ ગયા છે અને ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે.

જેના કારણે શહેરીજનોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહયો છે. મુખ્ય માર્ગો પાસેથી જે ડાયવર્ઝનનના રસ્તા કાઢવામાં આવે એ બિલકુલ કામચલાઉ, કાચા અને ખાડાખોબડા વાળા હોવાથી વાહન ચાલકોને પારાવાર સમસ્યાઓ સહન કરવી પડી રહી છે. વાહનો ડાયવર્ઝનના માર્ગ પર બંધ પડી જતા હોય છે. કયારેક તો ધક્કામારીને બહાર કાઢવા પડે છે.

રાજકોટ શહેરનો વધુ એક મુખ્ય રસ્તો વિકાસ કામને લીધે બંધ થઇ રહયો છે. પોલીસ કમિશનરના જાહેરનામાં અનુસાર રાજય સરકારે રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીયધોરી માર્ગ નં.-8 બ અને 8 ઉપર સતત ભારે અને નાના-મોટા વાહનોની અવર-જવર રહેતી હોવાથી આ રસ્તા ચાર માર્ગીયમાંથી છ માર્ગીય કરવાનાં પ્રોજેકટની કામગીરી રાજકોટમાં ચાલી રહી છે. છ લેન્ડ કરવા માટે રસ્તાની સાઇટમાં બોકસ કટીંગ કરવામાં આવી રહેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ માર્ગો પર આવતા નાલા પુલીયાના નવા બાંધકામ અને પહોળા કરવાની કામગીરી પણ પ્રગતિમાં છે. જાહેરનામું દર્શાવે છે કે, જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન સામે આવેલ લાલપરી બ્રિજને રાજકોટથી રોડની ડાબી સાઇટનો બ્રિજ પહોળો બનાવવા અને નવા ગામની બાજુમાં આવેલા બ્રિજને રાજકોટથી રોડની જમણી સાઇટનું બ્રિજ પહોળો બનાવવા માટેનો પ્રોજેકટ ચાલી રહયો છે.

આથી રાજકોટથી અમદાવાદ તરફ જતો ડાબી સાઇટનો રોડ બંધ કરી નીચે મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવે છે.

રાજકોટમાં અકારણે અનેક સ્થળે ડાયવર્ઝન, લોકોને ભારે હાડમારી ડાયવર્ઝન

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.8-બ (નવો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.27) પોરબંદરથી અમદાવાદ તરફ જતો રાજકોટ શહેરનો પેડક રોડ, પાણીના ટાંકા (ગ્રીન્ડલેન્ડ ઓવરબ્રિજ શરૂ થતા) પાસે બંધ કરી આ મુજબ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે.

(1) પોરબંદરથી અમદાવાદ હાઇ-વે (આજીડેમ ચોકડી) તરફ તથા સર્વીસ રોડ ઉપરથી આવતા તમામ પ્રકારના વાહનો કે જેઓને અમદાવાદ રોડ લાલપરી બ્રિજ અને નવા ગામ પાસેના બ્રિજ ઉપર પસાર થઇ અમદાવાદ રોડ તરફ જવા માંગતા તમામ પ્રકારના વાહનો માટે પેડક રોડ પાણીના ટાંકા સામેની ડાબી સાઇટના રોડ પર પ્રવેશ બંધ કરી તેની જગ્યાએ પેડક રોડ પાણીના ટાંકા પાસેના સર્વીસ રૂટથી ગ્રીન્ડલેન્ડ ચોક, મોરબી રોડ, બેડી ચોકડી થઇ માલીયાસણ ટી પોઇન્ટ પસાર થઇ અમદાવાદ રોડ તરફ જઇ શકશે.

(2) ગ્રીન્ડલેન્ડ ચોકથી પેડક રોડ પાણીના ટાંકા તરફ જતા સર્વીસ રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેસ બંધ કરી તેની જગ્યાએ ગ્રીન્ડલેન્ડ ચોકડીથી ગોવિંદેશ્ર્વર મહાદેવ મંદિરથી પેડક રોડ પાણીના ટાંકા પાસેથી સર્વીસ રોડ તરફ જઇ શકશે.

Read About Weather here

ગ્રીન્ડલેન્ડ ચોકથી ગ્રીન્ડલેન્ડ ચોક નાલા નીચે થઇ માર્કેટીંગ યાર્ડ તરફના નાલાની નીચેથી થઇ સંતકબીર રોડ તથા પેડક રોડ પાણીના ટાંકા તરફ જઇ શકાશે. અમદાવાદ રોડ તરફથી રાજકોટ શહેર તરફ આવતા તમામ વાહનો માટે રોડ ખુલ્લો રહેશે.

જાહેરનામાંનું ભંગ કે ઉલ્લંધન કરવા સામે કાયદા મુજબ પગલા લેવામાં આવશે અને શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામું પોલીસના વાહનો, એમ્બયુલન્સ તથા ફાયર બ્રિગેડના વાહનોને આકસ્મીક સંજોગોમાં લાગુ પડશે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here