રાજકોટને સ્માર્ટસિટી બનાવવા 48 માર્ગો ઉપર અનઅધિકૃત દબાણ હટાવાયા

રાજકોટને સ્માર્ટસિટી બનાવવા 48 માર્ગો ઉપર અનઅધિકૃત દબાણ હટાવાયા
રાજકોટને સ્માર્ટસિટી બનાવવા 48 માર્ગો ઉપર અનઅધિકૃત દબાણ હટાવાયા

મહાનગરપાલિકાએ ફરી ‘વન વીક, વન રોડ’ ઝુંબેશ હેઠળ ગેરકાયદેસરના દબાણો, ઓટલા-છાપરાઓ પર બુલડોઝર ફેરવ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે તા.17ના રોજ વેસ્ટ ઝોનના વોર્ડ નં.10માં આવેલ વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, જાહેરમાં કચરો ફેલાવતા-કચરાપેટી ન રાખતા-પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દંડની કાર્યવાહી કરેલ અને ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા વિવિધ બિલ્ડીંગોમાં ફાયર ગઘઈ અંગે ચકાસણીની કામગીરી કરવામાં આવે છે.

રાજકોટ શહેરના જાહેર માર્ગોપર વાહન પાર્કિંગની સમસ્યાને અંતર્ગત કમિશ્નર દ્વારા રજુ કરાયેલ એકશન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે વન વીક વન રોડ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના પુષ્કરધામ મેઈન રોડ-યુનિવર્સિટી રોડ (જે. કે. ચોક થી આકાશવાણી ચોક સુધી) પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ દબાણો-ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ હતું.

વન વીક વન રોડ અંતર્ગત વોર્ડ નંબર 10માં આકાશવાણી ચોકથી જે.કે. ચોક તેમજ પુષ્કરધામ મેઈન રોડ પર વેરા વસુલાત શાખા દ્વારા ટેક્સ રીકવરીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. શિવાલીક-3 અને પ્રાઇડ સ્ક્વેર બિલ્ડીંગમાં સીલીંગની કાર્યવાહી કરતા રૂ. 12.90 લાખની રીકવરી કરવામાં આવેલ હતી. આ ઉપરાંત, પ્રાઇડ સ્ક્વેર બિલ્ડિંગમાં કુલ 11 યુનિટને જપ્તી નોટીસ આપવામાં આવેલ. પ્રદયુમન રોયલ હાઇટ્સમાં કુલ 17 યુનિટને જપ્તી નોટીસ આપવામાં આવેલ. ટર્નિંગ પોઇન્ટ બિલ્ડીંગ, રાજધાની એપાર્ટમેન્ટ, શિવાલીક બિલ્ડીંગ, શાંતિ હાઇટ્સ વગેરેમાં રીકવરીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

આમ, વન વીક વન રોડ અંતર્ગત રકમ રૂ. 13 લાખની રીકવરી કરવામાં આવેલ તેમજ કુલ 28 જપ્તી નોટીસ બજવણી કરવામાં આવેલ હતી.
‘વન વીક વન રોડ’ ઝુંબેશ અંતર્ગત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા પુષ્કરધામ રોડ તથા ભગતસિંહ ગાર્ડન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન કુલ 9 કિ.ગ્રા. વાસી-અખાધ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો અને 8 પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઇજીનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી.

વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા આજે તા. 17ના રોજ શહેરના પુષ્કરધામ રોડ તથા ભગતસિંહ ગાર્ડન રોડ વિસ્તારમાં આવેલ (1) બિનહરીફ – 4 કિ.ગ્રા. વાસી બટેટાનો મસાલો તથા બાફેલ બટેટાનો નાશ કરવામાં આવ્યો તથા હાઇજીનિક કંડીશન જાળવવા અને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2) આદર્શ ગ્રુપ 22 પેરેલલ રેસ્ટો. -2 કિ.ગ્રા. વાસી બાફેલ શાકભાજીનો નાશ કરવામાં આવ્યો (3) અન્નપુર્ણા ડાઈનિગ હોલ -3 કિ.ગ્રા. વાસી તૈયાર શાકનો નાશ કરવામાં આવ્યો તથા હાઇજીનિક કંડીશન જાળવવા બાબતે સૂચના (4) કાફે ડે કોમીડા -3 લી. ચોકલેટ/ ફ્રૂટસોસ નાશ કરવામાં આવ્યો તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (5) ઘનશ્યામ લાઈવ કેક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (6) ચોકો બાઇટ કેક શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (7)વિનસ પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (8)દ્વારકેશ હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા (9)કાફે ટી સ્ટેશન (10)જય ચામુંડા ડેરી ફાર્મ (11)નકલંક ટી સ્ટોલ (12)બહુચરાજી સ્વીટ નમકીન (13)ચામુંડા ફરસાણ નમકીન (14)વત્સ સુપર માર્કેટ (15)ઓશો મેડીસીન (16)હેલ્થકેર મેડિકલ (17)વૃન્દાવન ડેરી (18)મોન્જીનીસ કેક શોપ (19)જશોદા ડેરી ફાર્મ (20)બાલાજી મેડીકલ સ્ટોર (21)ગિરિરાજ એજન્સી (22)બાલાજી ડેરી ફાર્મ ની ચકાસણી કરવામાં આવેલ હતી. વન વીક વન રોડ અંતર્ગત પુષ્કરધામ રોડ (એસ.એન.કે. ચોક થી કાલાવડ રોડ) ઉપર વેસ્ટ ઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા/ગંદકી કરવા સબબ કુલ 11 આસામીઓ પાસેથી 4.5 કિલો પ્રતિબધિત પ્લાસ્ટિક જપ્ત કરેલ અને રૂ. 5,500ની વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.

Read About Weather here

બાંધકામ/વોટરવર્કસ/ડ્રેનેજ શાખા વેસ્ટ ઝોન વોર્ડ નં.10માં વન વીક, વન રોડ અંતર્ગત પેવિંગ બ્લોક રીપેઈર- 10 સ્ક્વેર મીટર, ડ્રેનેજ મેનહોલ રીપેઈર-5, ડ્રેનેજ મેન હોલ સફાઇ સંખ્યા-25, પાણીની વાલ્વ ચેમ્બર સફાઇ સંખ્યા-5, રબ્બીશ ઉપાડવાનું કામ.(ઘ.મી.)-15 વિગેરે કામગીરી કરવામાં આવી હતી.
વન વીક વન રોડ અંતર્ગત ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા પુષ્કરધામ મેઈન રોડ (આકાશવાણી ચોક થી કાલાવડ રોડ) પર 5-હાઈરાઈઝ રહેણાંક બિલ્ડિંગ, 5-કોમર્શિયલ બિલ્ડિંગ, 1-સ્કુલ અને 1-કલાસીસ, આમ, કુલ 12 બિલ્ડિંગમાં ફાયર NOC અંગે ચકાસણી કરવામાં આવી કરી અને 10 બિલ્ડિંગને NOC રીન્યુઅલ કરવા અંગે નોટીસ આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here