મે માસના અંત સુધીમાં શહેરના રસ્તાઓ પર 100 જેટલી ઈલેકિટ્રક બસો દોડતી થશે: માર્ચ માસમાં ઓન રોડ ચકાસણી શરૂ : એપ્રિલમાં 30 થી 50 બસ આવી જશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને માસ ટ્રાન્સપોર્ટેશન પ્રદુષણ રહિત બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે.આ સંદર્ભે આગામી મે માસના અંત સુધીમાં શહેરમાં વધુ 100 ઈલેકિટ્રક બસ દોડતી થશે અને આવતા માર્ચ માસમાં ઓન રોડ ચકાસણી શરૂ થશે. એપ્રિલમાં 30 થી 50 બસ આવી જશે. તેવું સૂત્રોએ જણાવ્યું હતું. રાજકોટ મહાપાલિકા દ્વારા સિટીનું માસ ટ્રાન્સપોર્ટ પ્રદુષણ રહિત અને સુવિધા યુક્ત બનાવવા માટે 100 ઈલેટ્રીક બસ ખરીદવા માટે યોજના બનાવવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
હવે આગામી એપ્રિલ-મે માં આ બસો શહેરમાં દોડતી થઈ જવાની શકયતા હોવાનું મનપાના સૂત્રોએ જણાવ્યું હતું. ગત સપ્તાહમાં મહાપાલિકાના આસિસ્ટંટ કમિશનર આશિષકુમાર દિલ્હી જઈને પ્રોટોટાઈપ મોડલ ચેક કરીને આવ્યા છે અને આગામી માર્ચ માસમાં રાજકોટ ખાતે મોડલ આવશે અને ઓન રોડ ચકાસણી કરાશે. મહાપાલિકા દ્વારા હાલ 50 ઈલેકિટ્રક બસ દોડી રહી છે. જેમાં 20 બી.આર.ટી.એસ. અને 27 સિટી સર્વિસમાં છે. એપ્રિલ એન્ડ સુધીમાં તેમાં 30 થી 50નો ઉમેરો થવાની શકયતા છે. ઈલેકિટ્રક બસમાં પ્રતિ બસ 45 લાખની સબસીડી કેન્દ્ર સરકારની છે છે અને પ્રતિ કિ.મી.2.25 ની સબસીડી રાજય સરકાર આપવાની છે. મનપાના ફેઝ-2 ની શરતો પ્રમાણે પ્રતિ કિ.મી. રૂ.48.47 ના દરથી બસને ઓપરેટરે ચલાવવાની રહેશે. હાલ જે દર છે તે રૂ.53.91 નો છે. મહાપાલિકા સિટી બસમાં દોડતી 71 ડિઝલ બસને હટાવીને તેના સ્થાને ઈલેકિટ્રક બસને દોડાવશે. ઈલેકિટ્રક બસ માટે અમુલ સર્કલ પાસે એક ચાર્જીંગ સ્ટેશન છે અને બીજુ રૈયા સ્માર્ટ સિટીમાં ઝડપથી બની જાય તે દિશામાં કાર્યવાહી શરૂ થઈ છે.
100 જેટલી CNG બસ પણ સેવારત કરવાનું આયોજન
શહેરના રાજમાર્ગો ઉપર આગામી 6 માસમાં 150 ઈલેકિટ્ક બસ ઉપરાંત 100 સી.એન.જી.બસ પણ આવવાની છે.આ કામગીરી ટેન્ડર સ્ટેજ ઉપર છે.આ સી.એન.જી.બસ પણ ઓપરેટર દ્વારા ખરીદીને ચલાવાશે અને મહાપાલિકા તેને નાણાની ચૂકવણી કરશે. સી.એન.જી.બસ ખરીદવાની પ્રક્રિયા ટેન્ડર સ્ટેજ ઉપર છે આગામી છ માસમાં આ પ્રક્રિયા પૂર્ણ કરીને શહેરના રાજમાર્ગો ઉપર દોડાવવાનું આયોજન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here