રાજકોટને ડેન્ગ્યુનો અજગર ભરડો: 100થી વધુ કેસ

રાજકોટને ડેન્ગ્યુનો અજગર ભરડો: 100થી વધુ કેસ
રાજકોટને ડેન્ગ્યુનો અજગર ભરડો: 100થી વધુ કેસ

સિવિલમાં દર્દીઓની લાંબી લાંબી કતારો જામી, મચ્છરોથી બચે લોકો

તાજેતરના ભારે વરસાદને કારણે ડેન્ગ્યુના મચ્છરોની ઉત્પતી વધી જવાથી ડેન્ગ્યુ રોગચાળાએ શહેરને જાણે કે અજગર ભરડો લઇ લીધો છે. સતત વરસાદી અને ભેજ વાળા વાતાવરણને કારણે રોગચાળો પ્રસરી ગયો છે

Visit Saurashtra Kranti Homepage here

અને ડેન્ગ્યુના કેસોની સંખ્યા આજે વધીને 100નો આંકડો પાર કરી ગઇ છે. પરીણામે મનપા આરોગ્ય વિભાગ અને જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

ડેન્ગ્યુના મચ્છર દિવસના ભાગે કરડતા હોવાથી અને તેના લારવા ઘરમાં મુકેલા ચોખ્ખા પાણીના વાસણોમાં પેદા થતા હોવાથી લોકોને લારવા જોઇને તાત્કાલીક નાશ કરાવી નાખવા તેમજ ડેન્ગ્યુ મચ્છરોથી સાવધ રહેવા મનપા આરોગ્ય વિભાગે અપીલ કરી છે

અત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાંબી કતાર જામી ગઇ છે. ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ ઉભરાઇ ગયા છે.

રાજકોટ મહાનગરમાં ચાલુ વર્ષે ડેંગ્યુ તાવે માથુ ઉંચકયું હોય તેમ બે અઠવાડિયાથી સરેરાશ 20 થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસની વાત કરવામાં આવે તો

પ્રથમ સાત દિવસમાં 24 અને ગત સપ્તાહમાં વધુ 23 કેસ ડેન્ગ્યુના નોંધાતા કુલ કેસની સંખ્યા 100 ને પાર કરી 113 સુધી પહોંચી ગઇ છે. ઉલ્લેખનીય છે

કે મનપા ઉપરાંત ખાનગી દવાખાનામાં આ આંકડો ખુબ મોટો હોવાનું તબીબી સુત્રોમાંથી જાણવા મળેલ છે.મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્ય શાખાએ જાહેર કરેલી સતાવાર માહિતી મુજબ

તા.20-9 થી તા.26-9 સુધીના એક અઠવાડિયામાં મચ્છર જન્ય રોગચાળાના કુલ 31 દર્દી નોંધાયા છે. તેમાં ડેંગ્યુના 23, મેલેરીયાના 6 અને ચીકનગુનીયાના પણ 2 નવા કેસ નોંધાયા છે.

Read About Weather here

ચાલુ વર્ષમાં ડેંગ્યુના કુલ દર્દીઓનો આંકડો સદી વટાવીને 113 પર પહોંચી ગયો છે. તો મેલેરીયાના કુલ દર્દીઓની સંખ્યા 36 તથા ચીકનગુનીયાના કેસની સંખ્યા 16 થઇ ગઇ છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here