આઝાદી કા અમ્રુત મહોત્સવ-75 તેમજ સુસાશન સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળવિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલ સુચના અનુસાર એપ્રિલ માસના અંતિમ મંગળવારે રાજકોટ શહેરના અર્બન ઘટક 1,2,3માં કાર્યરત 365 આંગણવાડી ખાતે પુર્ણાદિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ શહેરની મહાપાલિકા તમામ આંગણવાડી ખાતે 11થી14 અને 15 થી18 વર્ષની શાળાએ જતી અને શાળાએ ન જતી કુલ 8448 કિશોરીને આંગણવાડી કેન્દ્ર પર બોલાવવામાં આવેલ અને જરૂરી પોષણ અને પોષક આહાર તેમ દૈનિક સમતોલ આહારના મહત્વ વિષે જાણકારી આપવામાં આવેલ હતી. કિશોરીઓને ઉમંર પ્રમાણે જરૂરી આહાર કેટલી માત્રામાં લેવો જોઇએ અને આહારમાંથી મળતા જરૂરી પોષક તત્વોની જાણકારી આપવામાં આવેલ હતી.
Read About Weather here
રોજીંદા ખોરાકમાં શરીરને જરૂરી પોષક તત્વો ક્યાં ખોરાક માંથી મળી શકે તે ખાદ્યપદાર્થોની જાણકારી તેમાંથી મળતાં પોષણનું મહત્વ તેમજ પોષક દ્રવ્યની ઉણપથી પડતી તકલીફો વિષે સમજુતી આપવામાં આવેલ હતી. રોજીદાં ખોરાક ઉપરાંત સરકાર દ્વારા અપાતા ટી.એચ.આર. પુર્ણાશકતી વિષે સમજણ અને તેમાંથી બનાવી શકાતી વિવિધ વાનગીઓની સમજુતી આપવામાં આવી હતી.જેમાં 8448 કિશોરીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં આઇ.સી.ડી.એસ. અર્બન વિભાગના પ્રોગ્રામ ઓફીસર, સી.ડી.પી.ઓ, મુખ્યસેવીકા અને પુર્ણાક્ધસલન્ટન્ટ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here