માહિતી આવતા જણાવ્યું છે કે, કહેવાય છે ભારતનું ભવિષ્ય એ વર્ગખંડની ચાર દીવાલમાં ઘડાઈ છે ત્યારે વિદ્યાર્થીઓને સંસ્કાર સાથેનું શિક્ષણ જો આપવામાં આવે તો એ વિદ્યાર્થીઓ ભારતના ભવિષ્યના મજબૂત અને સક્ષમ નાગરિક તરીકેની છાપ છોડે એમાં કોઈ બે મત નથી. આજનો યુવાન અને શાળાના બાળકો વધતાં જતાં વ્યસનોના શિકાર બની રહ્યા છે. જો આપણે ભારતને સ્વસ્થ સોનેરી બનાવવું હોય તો વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાનથી વાકેફ કરીને આવતીકાલનું ભવિષ્ય સાચવવું જરૂરી બન્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
વર્તમાન સમગ્ર દેશ આઝાદીનું અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે તે અંતર્ગત બ્રહ્માકુમારી રાજકોટ અને મેડિકલ વિંગ દ્વારા વ્યસનમુક્ત રાજકોટની ઝુંબેશ શરૂ કરી છે.
આગામી 24 જૂનથી 24 જુલાઈ 2022 સુધી ચાલનારા આ અભિયાનમાં 200 થી વધુ શાળાઓમાં 75000 થી વધુ વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત અર્થે જાગૃત કરવાનું લક્ષ્ય છે. હાલમાં દરરોજ 8 થી 10 શાળાઓમાં 20 બ્રહ્માકુમારી બહેનો જઈ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રવચન, પ્રદર્શન, પ્રોજેક્ટર કે ગીત-સંગીત અને ચિત્રો તથા મેડીટેશનના માધ્યમથી વિદ્યાર્થીઓને આ વ્યસન મુક્તની માહિતી આપવામાં આવી રહી છે. સાથે સાથે વિદ્યાર્થીઓમાં વધુ પડતાં મોબાઈલ સાથે, ગુસ્સો, ઈર્ષા, આળસ, ચોરી વગેરે જેવી કુટેવોથી પણ તેઓ મુક્ત થાય તે બાબતનું પણ ખૂબ જ ઊંડાણ પૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત ધ્યાન દ્વારા આ બહેનો વિદ્યાર્થીને અહેસાસ પણ કરાવે છે કે, આપણું જીવન કેટલું અમૂલ્ય છે અને આ વિદ્યાર્થી જીવનમાં આપણે વ્યસનની કુટેવથી મુક્ત રહીએ તો જ આપણે ભારતના મજબૂત અને સુદ્રઢ નાગરિક બની શકીશું. સાથે બહેનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે કે, તેઓ વ્યસન મુક્ત બની ઘર, પરિવાર તથા સમાજને પણ વ્યસનમુકિતની પ્રેરણા આપશે.
Read About Weather here
તમામ વિદ્યાર્થીઓને એક્ટિવિટી આપવામાં આવે છે કે આપ માત-પિતા, ભાઈઓ તથા અન્ય સભ્યોની મદદથી મારું શહેર વ્યસન મુક્ત શહેર વિષય પર એક સુંદર ચિત્ર બનાવે. ચિત્ર બનાવનારને બ્રહ્માકુમારી સંસ્થા તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.અત્યાર સુધીમાં આ વ્યસમુક્તિનો સંદેશ 80 શાળાઓમાં લગભગ 19000 થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો છે. આ સેવામાં તમામ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ, આચાર્ય વગેરેનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ વ્યસન મુક્તિ ઝુંબેશની અંદર જોડાવા ઇચ્છિત શાળાઓ પોતાનું નામ મોબાઈલ નંબર-8128425235 પર સંપર્ક કરી નોંધાવી શકે છે. તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here