રાજકોટની મહિલા પર ગોંડલમાં 6 શખ્સોનું સામુહિક દુષ્કર્મ

રાજકોટની મહિલા પર ગોંડલમાં 6 શખ્સોનું સામુહિક દુષ્કર્મ
રાજકોટની મહિલા પર ગોંડલમાં 6 શખ્સોનું સામુહિક દુષ્કર્મ

મહિલાના નિવેદનના આધારે બળાત્કારીઓ વિરૂધ્ધ ગુનો નોંધવા પોલીસની તજવીજ : રાજકોટમાં દાખલ કરાઇ : ખળભળાટ

રાજકોટના હુડકો વિસ્તારમાં રહેતી એક મહિલા ગોંડલમાં હતી ત્યારે અજાણ્યા પાંચથી છ શખ્સો તેણીને ખેંચીને બળજબરીથી બાઇકમાં બેસાડી નજીકની વાડીમાં લઈ ગયા હતા ત્યાં વારાફરતી શારીરિક દુષ્કર્મ ગુજારતા તેણીને શારીરિક ઇજા થતાં

Visit Saurashtra Kranti Homepage here

સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાવની વિગતો અનુસાર, હુડકો વિસ્તારમાં રહેતી 42 વર્ષીય મહિલા ગઈકાલે સાંજના સમયે ગોંડલના બસસ્ટેન્ડ પાછળ અમૃત હોટેલ પાસે હતી

ત્યારે ત્યાંથી ઇકો ગાડી વાળા દાફડાભાઈ અને તેની સાથેના એક અજાણ્યા શખ્સે મહિલા સાથે બોલાચાલી કર્યા બાદ ઝપાઝપી કરી હતી.

ત્યારબાદ તે લોકો જતા રહ્યા હતા અને રાત્રીના સમયે ફરીથી દાફડાભાઈ બાઇક લઇને આવ્યા અને રાત્રીના સમયે બાઇકમાં બેસાડી ગોંડલ માર્કેટિંગ યાર્ડ નજીક મૂકી જતો રહ્યો હતો.

થોડીવાર બાદ કોઈ અજાણ્યા પાંચથી છ શખ્સો બાઇકમાં ધસી ગયા હતા અને તેઓ દાફડાભાઈના સબંધી હોવાનું જણાવી ત્યાંથી આ મહિલાને બાઇક પર બળજબરીથી ઉઠાવી ગયા હતા

અને તેણીને વાડીમાં લઇ ગયા હતા.ત્યાં આ શખ્સોએ રાત્રીના બાર વાગ્યાથી સવારના પાંચેક વાગ્યા સુધી વારાફરતી શારીરિક સંબંધ બાંધ્યો હતો.

તેને કારણે શરીર ઉપર ઇજા થતાં અને દુખાવો થતા તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યાં ડો.ઝલકે રિટ્રોગેટ એમએલસી જાહેર કરી પોલીસને જાણ કરી હતી.

બનાવ અંગે તેમના પરિવારને જાણ કરવામાં આવતા રાજકોટ સિવિલમાં દોડી ગયા હતા.તેઓના પિતા હયાત નથી.તેણી ઘરેથી રસોડા કરવા જાવ છું તેમ કહીને ગયા હતા.

Read About Weather here

આ મામલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ સીટી પોલીસ મથકના સ્ટાફને જાણ કરતા તેઓ રાજકોટ દોડી આવ્યા હતા અને મહિલાનું નિવેદન નોંધી ફરિયાદ લેવા તજવીજ શરૂ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here