રાજકોટ મહાનગરમાં બાંધકામ માટેના નિયમોનો ખુબ જ કડકાઈથી અને તટસ્થપણે અમલ કરાવવામાં આવી રહ્યો હોવાના દાવા કેટલા પોકળ છે તેનો ચોંકાવી દેનારો પુરાવો સામાકાંઠા વિસ્તારમાં જોવા મળ્યો છે. અહીં એક આખું બિલ્ડીંગ નીતિ-નિયમોને નેવે મુકીને ઉભું થઇ ગયું છે તેમ કહેવાય છે અને હજુ ગેરકાયદે બાંધકામ ચાલુ હોવા છતાં મહાનગરપાલિકાના તંત્ર વાહકો અને લાગતા-વળગતા વિભાગોની નજરમાંથી આ બિલ્ડીંગ ઓઝલ થઇ ગયાની ચર્ચાએ શહેરીજનોમાં જોર પકડ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
સામાકાંઠાના અભ્યાસુ ભોમિયા સૂત્રોએ જણાવ્યા મુજબ અહીં જે તસ્વીર આપી છે તે બાલક હનુમાન ચોક નજીકની નિર્માણાધીન બિલ્ડીંગની છે. આ બિલ્ડીંગ જોઇને એવા સવાલો લોકો પૂછી રહ્યા છે કે, આટલા મોટાપાયે ગેરકાયદે બાંધકામની છૂટ મહાનગરપાલિકાએ કઈ રીતે આપી દીધી છે. વધુ અધૂરામાં પૂરું બાંધકામ અવિરત હજુ ચાલુ જ છે ત્યારે કોર્પોરેશનને કાર્યવાહી કરતા કોણ અટકાવી રહ્યું છે એ સવાલ ભેદભ્રમના તાણાવાણા ઉભા કરી રહ્યો છે. શું કોર્પોરેશનને પગલા લેતા અટકાવવા પાછળ કોઈ ભારે ભરખમ દબાણ જવાબદાર છે? શું કામ આવું ગેરકાયદે બાંધકામ રોકવાના પગલા લેવામાં કોર્પોરેશન તંત્ર લાજનો મોટો ઘૂમટો તાણી રહ્યો છે?!!
આ એક ઇમારતે શહેરભરમાં જાણકારોના હોઠ પર અનેક સવાલો રમતા મૂકી દીધા છે. જેનો જવાબ મનપા તંત્રએ પ્રજાને આપવાનો રહે છે. નાના-મોટા ઝુપડા અને કાચા બાંધકામો પર ખુનસથી તૂટી પડતી અને નબળા વર્ગના મામુલી બાંધકામોને રફેદફે કરી નાખતી કોર્પોરેશનની જવાબદાર વિભાગની ટુકડીઓ આ બિલ્ડીંગ પાસે કેમ ફરકતી નથી એ સવાલ પણ લાખ રૂપિયાનો છે.
Read About Weather here
કહેવાય છે કે, બાંધકામના નીતિ-નિયમોને ઉખેડીને ખડકાઈ ગયેલા બિલ્ડીંગ પાછળ કોઈ ચોક્કસ રાજકીય નેતાના છુપા આશીર્વાદ કામ કરી ગયાનું કહેવાય છે. રાજકીય પીઠબળને કારણે મનપા તંત્ર પણ આ બિલ્ડીંગની બાજુમાંથી નીકળવાની હિંમત એકઠી કરી શકતું નથી તેમ કહેવાય છે અને શહેરના જવાબદાર અને ન્યાયપ્રેમી નાગરિકો એવું પૂછી રહ્યા છે કે, શું રાજકીય પીઠબળ હોય તો ગેરકાયદે બાંધકામનો છૂટોદૌર મળી જાય છે?
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here