દુકાનોની આડે જ ઉભા રહીને અને બેસીને ધંધો કરી દાદાગીરી કરતા હોવાની ગંભીર રજૂઆત: રાજકોટ હોલસેલ ટેક્ષટાઈલ મર્ચન્ટસ એસો. દ્વારા પગલા લેવા મેયર અને મ્યુ.કમિશનરને રજૂઆત,જો ત્રાસમાંથી છુટકારો ન મળે તો ધરણા આંદોલન શરૂ કરવાની ચીમકી
રાજકોટ શહેરના મુખ્ય વ્યાપારી બજાર વિસ્તારોમાં દુકાનોની આડે ઉભા રહીને અને બેસીને ગેરકાયદે દબાણ કરી ધંધો કરતા ફેરીયા, પાથરણાવાળા અને લારીવાળાઓના ત્રાસમાંથી મુક્ત કરાવવા રાજકોટની વેપારી આલમે મહાનગરપાલિકાને જોરદાર લેખિત રજૂઆત કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ હોલસેલ ટેક્ષટાઈલ મર્ચન્ટસ એસોસિએશન તેમજ અન્ય વ્યાપારી સંગઠનોએ મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી લેખિત રજૂઆત કરી છે કે, સર લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડ અને દિવાનપરા જેવા વિસ્તારોમાં ફેરીયાઓ, પાથરણાવાળા અને લારીવાળા અમારી દુકાનની સામે જ અને મુખ્ય માર્ગ પર ધંધો કરે છે અને દાદાગીરી કરીને ગેરકાયદે દબાણ કરી વેપારીઓ માટે ત્રાસદાયક બન્યા છે. જેનાથી વેપારી મિત્રોને ખૂબ જ મોટું નુકશાન પણ થઇ રહ્યું છે. મુખ્ય માર્ગો પર દબાણને લીધે ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ છે.
Read About Weather here
વેપારીઓએ એવી રજૂઆત પણ કરી છે કે, ગેરકાયદે ઉભા રહેતા આ લોકો દરરોજ કોઈને કોઈ વેપારી કે રાહદારી સાથે ઝઘડા કરતા રહે છે. એટલે ખરીદી કરવા આવતા લોકો કંટાળી જઈને અન્ય બજારોમાંથી ખરીદી કરવા લાગ્યા છે જેથી અમને મોટું નુકશાન થયું છે. આ વિસ્તારમાં 1500 થી 2 હજાર દુકાન છે જેમને ત્રાસમાંથી છોડાવવા પગલા લેવા હોલસેલ ટેક્ષટાઈલ મર્ચન્ટ એસો. ના પ્રમુખ હિતેશભાઈ અનડકટ, લાખાજીરાજ રોડ વેપારી એસોના પ્રમુખ મહેશભાઈ મહેતા, ધી રાજકોટ ટેક્ષટાઈલ રીટેઈલ એસો.ના પ્રમુખ જયેશભાઈ ધામેચા, દિવાનપરા વેપારી એસો.ના પ્રમુખ રૂપેશભાઈ રાચ્છ, ધર્મેન્દ્ર રોડ વેપારી એસો.ના પ્રમુખ પ્રનંદભાઈ કલ્યાણી અને ક્લોથ મર્ચન્ટ એસો. તથા રીટેઈલ વેપારીઓએ મ્યુ.પદાધિકારીઓને અનુરોધ કર્યો છે. જો આ ત્રાસમાંથી છુટકારો ન મળે તો ગાંધીચિંધ્યા માર્ગે ધરણા શરૂ કરવાની વેપારીઓએ ચીમકી આપી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here