રાજકોટના વિખ્યાત ઇમીટેશન જવેલરી ઉદ્યોગમાં ભયાનક મંદીનું મોજુ

38
રાજકોટ
રાજકોટ

રાજકોટના ઘણા વિસ્તાર તો એવા છે જયાં ઘરે-ઘરે આ ઉદ્યોગ ધમધમી રહયો છે

રાજકોટમાં વાર્ષિક રૂ.3 હજાર કરોડનું ટર્ન ઓવર, 3 લાખને રોજી આપતો ઉદ્યોગ ઠપ્પ થશે?

Subscribe Saurashtra Kranti here

કોરોના અને કાચા માલના આકરા ભાવ વધારાથી અનેક વ્યવસાયીકો બેકારીની ખાઇમાં, અનેક યુનિટને તાળા લાગવાની તૈયારી, જૂના ભાવથી વેંચી ન શકાતા માલનો ભરાવો, તાંબુ, જસત, પિતળ, પ્લાસ્ટીક બોકસ, ઇનેમલના ભાવમાં 60 થી 70 ટકાનો રાક્ષસી વઘારો, જવેલરીનો ભાવ વઘારો કરાય તો ધરાકી પર અસર, ઉત્પાદકો અને જથ્થાબંધ વિક્રેતાઓ તથા વેપારીઓ ભારે વિમાસણમાં, રાજકોટના ઉદ્યોગની વાર્ષીક નિકાસનો આંકડો જ રૂ.400 કરોડ : હવે પંગુ બન્યો ઉદ્યોગ.રાજકોટમાં વાર્ષિક રૂ.3 હજાર કરોડનું ટર્ન ઓવર, 3 લાખને રોજી આપતો ઉદ્યોગ ઠપ્પ થશે?

વાર્ષિક રૂ.3 હજાર કરોડનું ટન ઓવર અને 3 લાખથી વધુ કામદારો તેમજ કારીગરોને રોજીરોટી આપતો રાજકોટનો વિખ્યાત ઇમીટેશન જવેલરી ઉદ્યોગ કોરોનાના માર અને કાચા માલના કારમાં ભાવ વધારાને કારણે મરણ પથારીએ પહોંચી ગયો છે અનેક યુનિટ બંધ કરવાની ઉત્પાદકોને ફરજ પડી છે. જો સરકાર કાચા માલના ભાવમાં તાત્કાલીક ઘટાડો જાહેર ન કરે તો ઉદ્યોગને તાળા લાગી જવાનો ભય ઉભો થયો છે. ઇમીટેશન જવેલરીનો ઉત્પાદન કરનારા યુનિટને જથ્થાબંધ વિક્રેતા તરફથી મળેલા ઓર્ડર રદ કરવા પડયા છે. કેમ કે, જૂના ભાવમાં જવેલરી આપવાનું શકય નથી.રાજકોટના વિખ્યાત ઇમીટેશન જવેલરી ઉદ્યોગમાં ભયાનક મંદીનું મોજુ.

માત્ર સૌરાષ્ટ્ર નહીં બલકે દેશભરમાં અને વિદેશમાં પણ રાજકોટનો આ ઉદ્યોગ ઇમીનેટશન જવેલરીનો પુરવઠો પુરો પાડે છે. ઉદ્યોગની કાર્યપધ્ધતી એવી છે કે, ઇમીટેશન જવેલરી તૈયાર કરનારા એટલે કે બનાવનારા યુનિટ અલગ હોય છે. ઉત્પાદકો અથવા કારીગરો તૈયાર થયેલો માલ ઓર્ડર મુજબ વેપારી અને જથ્થાબંધ વિક્રેતાને પુરો પાડે છે. આ પ્રકારની જવેલરી બનાવવા માટે કાચા માલ તરીકે રંગ, મેટલ, જસત, ચાંદી અને પીતળની વધુ જરૂર પડે છે. જેના આધારે કારીગરો અને ઉત્પાદક યુનિટો માલ તૈયાર કરે છે અને બાદમાં વેંચવામાં આવે છે. રાજકોટનો એક વિસ્તાર તો એવો છે જયાં ઘરે-ઘરે આ ઉદ્યોગ ધમધમી રહયો છે. પરંતુ હવે કોરોના અને કાચા માલની કિંમતોએ મંદીનું ગ્રહણ લગાવી દીધુ છે.

ઇમીટેશન જવેલરી એસોસીએશનના પ્રમુખ જીજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, ગત જાન્યુઆરીમાં તમામ વેપારીઓએ ઇમીટેશન જવેલરીના ભાવમાં 20 ટકા વધારો કરવાનું નક્કી કર્યુ હતું. ત્યાં તો ફેબ્રુઆરીમાં કાચા માલના ભાવોમાં ઉછાળો આવ્યો હતો. આથી ઉત્પાદક યુનિટ ચલાવનારાઓએ ભાવમાં બીજા 30 ટકાનો વધારો માગ્યો હતો જે કોઇ કાળે શકય બને નહીં કેમ કે, એટલા ઉંચા ભાવમાં ગ્રાહકો ખરીદી કરે જ નહીં. પરીણામે માંગ અને પુરવઠા વચ્ચેની સાંકળ તુટી ગઇ છે. બીજનેશમાં 60 ટકા જેવો તીવ્ર કાપ મુકાઇ ગયો છે.

ઉત્પાદક, વેપારીઓ અને કારીગરોએ એવી ફરીયાદ કરી છે કે, આર્યન, જસત, કલર, પિતળ, તાંબા વગેરેના ભાવમાં છેલ્લા ત્રણ મહિનામાં 60 થી 70 ટકા જેવો જબરો વધારો થઇ ગયો છે. પરીણામે ઉત્પાદકો માલ આપી શકતા નથી અને જથ્થાબંધ વિક્રેતાઓને ભાવ વધારો પરવળે તેમ નથી. એક વેપારી મનોજ ભાખરે જણાવ્યું હતું કે, કલરના ભાવમાં ભારે વધારો થઇ રહયો છે. લોકડાઉન બાદ માંડમાંડ ધંધો શરૂ થયો ત્યારે 400 રૂપિયા કિલો કલર મળતો હતો જેનો ભાવ જાન્યુઆરીમાં 450 થઇ ગયો અને હવે કિલો દીઠ રૂ.580ના ભાવે મળે છે.

એજ રીતે ઇંધણના ભાવ વધી ગયા હોવાથી પ્લાસ્કીટના બોકસના ભાવમાં પણ વધારો થઇ ગયો છે. આ રીતે ઉત્પાદન ખર્ચ વધી જતા અને સામે વેચાણ ભાવ પુરતો ન મળતા ધણા ઉત્પાદકોએ કામ બંધ કરી દેવાની ફરજ પડી છે. કેમ કે, ઉત્પાદન ખર્ચ અને વેપારીઓ દ્વારા ચુકવાતા ભાવ વચ્ચે મોટી ખાઇ સર્જાય છે જે અત્યારે પુરી શકાય તેમ નથી. ઇમીટેશન જવેલરી એસોસીએશનના પ્રમુખ જીજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, ગત જાન્યુઆરીમાં તમામ વેપારીઓએ ઇમીટેશન જવેલરીના ભાવમાં 20 ટકા વધારો કરવાનું નક્કી કર્યુ હતું.

Read About Weather here

બીજા કેટલાક વેપારીઓએ એવું જણાવ્યું હતું કે, ગ્રાહકો ઇમીટેશન જવેલરીના બહુ ઉંચા ભાવ કદી ચુકવે નહીં. નહીંતર જવેલરી બનાવનારા પણ 50 ટકા ભાવ વધારો માંગી રહયા છે જે વેપારીઓ અને જથ્થાબંધ વિક્રેતાઓને પોસાય તેમ નથી. જો તાકિદે કોઇ પગલા ન લેવાય તો આ ઉદ્યોગ પડીભાંગવાના આડે પહોંચી જશે તેવી ભીતી આ ઉદ્યોગના જાણકારો વ્યકત કરી રહયા છે. સરકારે તાકિદે ભાવ ઘટાડો જાહેર કરવો જોઇએ. નહીંતર રાજકોટનું વિખ્યાત આ ઉદ્યોગ ગમે ત્યારે ધરાસાઇ થઇ જશે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજકોટમાં વધુ 12 માનવ જીંદગી હણી લેતો ક્રુર કોરોના
Next articleમનપાની ટેક્સની આવકમાં ગાબડા પડવા પાછળ કોણ જવાબદાર?