Subscribe Saurashtra Kranti here
રાજકોટના મેયર અને ડે.મેયરે PPE કીટ પહેરી કોવિડ હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત લીધી, કોરોનાના વધતા કેસ અંગે તબીબો સાથે ચર્ચા કરી
આ સરપ્રાઇઝ ચેકીંગ દરમિયાન તેમણે PPE કીટ પહેરીને કોવીડ વોર્ડમાં દર્દીઓ સાથે પણ વાતચીત કરી હતી. અને શહેરમાં કોરોનાના વધતા કેસ અંગે તબીબો સાથે ચર્ચા કરી હતી.
મેયર ડો.પ્રદીપ ડવે સિવિલ હોસ્પિટલમાં વિડીયો કોલિંગ સેન્ટરના માધ્યમથી એક દર્દી સાથે વિડીયો કોલિંગ દ્વારા વાતચીત કરી હતી અને હોસ્પિટલમાં તેને મળતી સુવિધા અને સારવાર વિશે વિગતવાર વાતચીત કરી હતી. આ અંગે મીડિયાને જણાવતા ડો.પ્રદીપ ડવે કહ્યું હતું કે, શહેરના પ્રથમ નાગરિક તરીકે મારી ફરજ છે કે કોવિડના દર્દીઓની શું પરિસ્થિતિ છે તેનું હું મૂલ્યાંકન કરું, હાલ મેં દર્દી સાથે વાતચીત કરી છે અને તેને સિવિલમાં યોગ્ય સરવર મળે છે.
વધુમાં મેયરે જણાવ્યું હતું કે, મારી સૌને વિનંતી છે કે જો તમને કોરોના કોઈ પણ લક્ષણ જણાય તો જરૂરથી તમારી નજીકના આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવો. હાલ શહેરમાં જો કેસ હજુ વધશે તો અમે ટેસ્ટિંગ બુથમાં પન વધારો કસશું. અને ખાસ હું સર્વેને વેક્સિન લેવા માટે અપીલ કરું છું. વેક્સિનથી તમારા શરીરમાં અવશ્ય એન્ટીબોડી પેદા થશે.
Read About Weather here
હાલ દર્દીઓને યોગ્ય સારવાર મળે છે – ડે.મેયર આ અંગે ડે.મેયર દર્શિતા શાહે જણાવ્યું હતું કે, માત્ર વિડીયો કોલથી અમે અટકી નથી ગયા, અમે PPE કીટ પહેરીને ખાસ કોવીડ વોર્ડમાં દર્દીઓને કેવી સુવિધા મળે છે તેથી જાત તપાસ માટે ગયા હતા. હાલ દર્દીઓને યોગ્ય સારવાર મળે છે. હાલ અમે તબીબી સાથે પણ એ જ ચર્ચા કરી છે કે તેમને કોઈ પણ સવલતોની જરૂર હોય તો અમે તેને પ્રદાન કરીશું.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here