ટ્રેનમાં એસી-2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર કલાસ અને જનરલ કલાસ કોચની સુવિધા
સૌરાષ્ટ્રના મુસાફરોની સુવિધા માટે રાજકોટ-ગુવાહાટી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. આ ટ્રેનનું ટિકિટનું બુકિંગ 9 ફેબ્રુઆરીથી શરૂ કરાશે. મુસાફરોની સુવિધા માટે, પશ્ર્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને ગુવાહાટી વચ્ચે વિશેષ ભાડા પર વિન્ટર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 05637/05638 રાજકોટ-ગુવાહાટી સ્પેશિયલ 4 ટ્રીપ્સ હશે.
Visit Saurashtra Kranti Homepage here
ટ્રેન નંબર 05637 રાજકોટ-ગુવાહાટી સ્પેશિયલ રાજકોટથી શનિવારે 13.15 કલાકે ઉપડશે અને સોમવારે 20.30 કલાકે ગુવાહાટી પહોંચશે. આ ટ્રેન 11 ફેબ્રુઆરી અને 18 ફેબ્રુઆરી, 2023ના રોજ દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 05638 ગુવાહાટી-રાજકોટ સ્પેશિયલ ગુવાહાટીથી બુધવારે 9 કલાકે ઉપડશે અને શુક્રવારે 19:10 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 8 ફેબ્રુઆરી અને 15 ફેબ્રુઆરીના રોજ દોડશે. આ ટ્રેન બંને દિશામાં સુરેન્દ્રનગર, અમદાવાદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજ્જૈન, બીના, સતના, મિર્ઝાપુર, પં. દીન દયાલ ઉપાધ્યાય, હાજીપુર, બરૌની, કટિહાર, ન્યુ જલપાઈગુડી, ન્યુ કૂચ બિહાર અને ન્યુ બોંગાઈગાંવ સ્ટેશનો પર ઉભી રહેશે.
Read About Weather here
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ધડ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 05637નું બુકિંગ 9 ફેબ્રુઆરી, 2023 થી PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry. indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here