રાજકોટથી મુંબઈની સવારની ફ્લાઈટ શરૂ કરવા બે સ્લોટ મગાયા

રાજકોટથી મુંબઈની સવારની ફ્લાઈટ શરૂ કરવા બે સ્લોટ મગાયા
રાજકોટથી મુંબઈની સવારની ફ્લાઈટ શરૂ કરવા બે સ્લોટ મગાયા
બે એરલાઇન્સ કંપની જેમની ફ્લાઈટ હાલ સાંજના સમયે મુંબઈ જવા ઉડાન ભરે છે તેમણે સવારે પણ મુંબઈની ફ્લાઈટ શરૂ કરવા માટેના સ્લોટ એરપોર્ટ ઓથોરિટી રાજકોટ પાસે માગ્યા હોવાનું જાણવા મળ્યું છે. મંજૂરી મળ્યા બાદ સંભવત 15 એપ્રિલ બાદ રાજકોટથી મુંબઈ જવા માટે યાત્રિકોને સવારની ફ્લાઈટનો પણ લાભ મળશે.

Visit Saurashtra Kranti Homepage here

એર ઇન્ડિયા અને ઈન્ડિગો બંનેની વેબસાઈટ પર હજુ સુધી રાજકોટથી મુંબઈ જવા સવારની ફ્લાઈટની ફ્રીક્વન્સી મૂકવામાં આવી હતી એટલે કે કંપની દ્વારા હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આગામી દિવસોમાં રાજકોટના યાત્રિકોને મુંબઈ જવા સવારની ફ્લાઈટ શરૂ થશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે.

Read About Weather here

રાજકોટ-મુંબઈની એક ફ્લાઈટ સવારે 6:10 કલાકે આવશે અને 6:45 કલાકે મુંબઈ જવા ટેકઓફ થશે. જ્યારે બીજી ફ્લાઈટ સવારે 8:15 કલાકે લેન્ડ થયા બાદ 8:45 કલાકે પરત મુંબઈ જવા ટેકઓફ થશે હાલ બંને એરલાઈન્સ કંપનીઓએ એરપોર્ટ ઓથોરિટી પાસે ઉપરોક્ત સમય મુજબના સ્લોટ માગ્યા છે. જેને મંજૂરી મળતા જ બંને ફ્લાઈટનું ઉડ્ડયન શરૂ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here