વિવાદાસ્પદ વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરવા આજે અખબારી મિલનનું આયોજન કરનાર કોંગ્રેસનાં નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વીડિયો અંગે એક શબ્દ બોલ્યા વિના મોટી જાહેરાત કરી દીધી હતી કે, હું સક્રિય રાજકારણમાંથી બ્રેક લઇ રહ્યો છું. એ મારો અંગત નિર્ણય છે.પત્રકાર પરિષદમાં ભરતસિંહની વાત પૂરી થયા બાદ એક તબક્કે ભારે ગરમાવો આવી ગયો હતો અને કોંગ્રેસનાં કાર્યકરો તથા પત્રકારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ પડી હતી અને ધક્કામુક્કીનાં દ્રશ્યો પણ સર્જાયા હતા. નવાઈની વાત એ છે કે, યુવતી સાથેનાં કથિત વીડિયો વિશે ચોખવટ કરવાના નામે બોલાવેલી પત્રકાર પરિષદમાં ભરતસિંહે એક ખેલંદા રાજકારણીની જેમ વીડિયો વિશે એક શબ્દ ઉચ્ચાર્યો ન હતો અને આખી અખબારી મીટમાં પત્ની રેશ્મા પટેલ પર ઢગલાબંધ આક્ષેપોનો મારો ચલાવ્યે રાખ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
પત્રકારોએ વારંવાર યુવતી સાથેનાં વીડિયો અંગે સવાલો કર્યા હતા પણ ભરતસિંહ એમના જવાબ ગળી ગયા હતા. બાદમાં ભરતસિંહનાં ટેકેદાર કાર્યકરો અને પત્રકારો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કીનાં દ્રશ્યો સર્જાયા હતા.ભરતસિંહ સોલંકીએ સક્રિય રાજકારણમાંથી 6 મહિના માટે બ્રેક લેવાનું જાહેર કર્યું હતું અને નવો રાજકીય ધડાકો કર્યો હતો. તેમણે એવી પણ ચોખવટ કરી હતી કે, બ્રેક લેવાનો નિર્ણય મારો અંગત છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે કોઈ વાતચીત થઇ નથી.પત્રકાર પરિષદમાં પત્ની રેશ્મા પટેલ પર ગંભીર આક્ષેપો કરતા ભરતસિંહે જણાવ્યું હતું કે, મારી પત્નીને મારી તબિયતની કોઈ ચિંતા નથી. તેને મારી મિલકતમાં જ રસ છે. તેણે દોરા- ધાગા પણ કર્યા હતા અને પૂછતી રહેતી હતી કે આ ક્યારે મરશે. મારી 30 વર્ષની રાજકીય કારકિર્દીમાં કોઈ વિવાદ થયો નથી કે એકપણ પોલીસ કેસ થયો નથી. એટલે વિવાદો ઉભા કરીને મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મારા વિરોધીઓને આવાજ વિવાદોમાં રસ છે અને કહેતા ફરે છે કે, મારે ત્રીજા લગ્ન કરવાના છે અને હું છૂટાછેડાની રાહ જોવું છું.ભરતસિંહે એવો બચાવ કર્યો હતો કે, દરેકનાં લગ્ન જીવનમાં થોડીઘણી સમસ્યા તો સર્જાતી જ હોય છે.
Read About Weather here
ક્યાં ઘરમાં આવા પ્રશ્ર્નો નથી. મારા લગ્ન થયા બાદ પત્ની સાથે વિવાદ થયો. હું ઈચ્છતો હતો કે આ બાબત ઘરની ઘરમાં જ રહે. આપણો દેશ સ્ત્રીદાક્ષિણ્યનો રહ્યો છે અને હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યારે અહેમદભાઈ પટેલે મારી મદદ કરી હતી. મે જેને છૂટાછેડા આપવા માટે અરજી કરી તેણે મારા પિતાને કહ્યું કે, હવે ભરત નહીં બચે. મારી પાસે હોસ્પિટલમાં આવી ત્યારે પણ મારી પત્નીને મારા રૂપિયા ક્યાં છૂપાયેલા છે એ શોધવામાં જ રસ હતો. મારે કોઈ બાળક નથી એટલે મારૂ મૃત્યુ થાય તો મારી મિલકત તેને જ મળવાની હતી પણ તેને ધીરજ નથી. ભરતસિંહે એવો ખુલ્લાસો કર્યો હતો કે, આણંદનાં મકાનનાં જે વિડીયો સામે આવ્યા છે ત્યાં હું આઈસ્ક્રીમ ખાવા ગયો હતો. એ યુવતીનું ઘર હતું અને અચાનક ત્યાં ટોળું આવી ગયું હતું. રામમંદિર અંગેનાં વિધાનો વિશે ભાજપે ચગાવેલા વિવાદનો જવાબ આપતા ભરતસિંહે કહ્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે આવા વિવાદ ઉભા કરાઈ છે. ભરતસિંહે એવી પણ સૂચક વાત કરી હતી કે મારા ત્રીજા લગ્ન પણ થશે હું છૂટાછેડાની રાહ જોઈ રહ્યો છું. તેમણે ભાજપને જવાબ આપતા કહ્યું હતું કે, રામમંદિર બંધાય તો ભરતને ન ગમે એ કઈ રીતે શક્ય બને?
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here