હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(HPCL) નવા રાંધણ ગેસના કનેક્શનના ભાવમાં વધારો ઝિંકયો છે. રાંધણ ગેસ સિલેન્ડર સિવાય રેગ્યુલેટરની ડીપોઝીટમાં પણ વધારો કરવામાં આવ્યો છ. દેશમાં છેલ્લા કેટલાય સમયથી મોંઘવારી માઝા મૂકી રહી છે ત્યારે આ સ્થિતિ વચ્ચે પ્રજાની પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
આ નિર્ણયનો અમલ આગામી 16મી જૂનથી અમલ થશે.કંપની દ્વારા જારી કરાયેલા આદેશો અનુસાર, 14.2KG સિલિન્ડર કનેક્શન માટે ડિપોઝિટની રકમ 1450 રૂપિયાથી વધારીને 2200 રૂપિયા અને રેગ્યુલેટરની કિંમત 150 રૂપિયાથી વધારીને 250 રૂપિયા કરવામાં આવી છે.
Read About Weather here
નોંધનીય છે કે, દેશમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે જેના પગલે ગરીબ સહિત મધ્યમવર્ગીય પરિવારોની કમર તોડી નાખી છે. આ ઉપરાંત 5.KG સિલિન્ડર કનેક્શન માટે ડિપોઝિટની રકમ ૮૦૦ રૂપિયાથી વધારીને ૧૧૫૦ રૂપિયા કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here