રહીશની ક્રૂર દાદાગીરી…!

રહીશની ક્રૂર દાદાગીરી...!
રહીશની ક્રૂર દાદાગીરી...!

આ ઘટના મંગળવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી. બનાવ અંગે ઉમરા પોલીસને કોલ મળ્યો હતો. સુરતના ઘોડદોડ રોડની આચમન સોસાયટીમાં શ્વાન લઈને નીકળેલા 11 વર્ષના માસુમ બાળકને વગર વાંકે એક સ્થાનિકે દાદાગીરી કરી માર માર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

સોસાયટીમાં રહેતા વિરદેવસિંહ નવલસિંહ સરવૈયા (40)ને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો.

આ અંગે પોલીસે જણાવ્યું કે, સોસાયટીમાં નાના બાળકો રમતા હતા. જેથી વિરદેવસિંહએ રમવાની ના પાડી હતી. આથી ગુસ્સામાં તેણે શ્વાન લઈને આવેલા એક 11 વર્ષના બાળકને વગર વાંકે કાન અમળીને જમીન પર પાડી દઈ માર માર્યો હતો.

બાળકને મારવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મળતી માહિતી મુજબ, વિરદેવસિંહનો ભાઈ સરકારી ઓફિસર હોવાની વાત સામે આવી છે. જો કે આ બાબતે પોલીસે સત્તાવાર કોઈ સમર્થન આપ્યું નથી.

Read About Weather here

ઉમરા પોલીસે મોડીરાતે વિરદેવસિંહ સામે અટકાયતી પગલાં ભરી છોડી મુકવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here