રશિયા યુક્રેન યુદ્ધ

રશિયા યુક્રેન યુદ્ધ
રશિયા યુક્રેન યુદ્ધ
વૈશ્વિક નેતાઓને સંબોધન કરતા યુક્રેનની અઝોવ રેજિમેન્ટના કમાન્ડર લેફન્ટન્ટ કર્નલ ડેનિસ પ્રોકોપેન્કોએ કહ્યું હતું કે રશિયન સેના અઝોવસ્ટાલ સ્ટીલવર્ક્સ ફેક્ટરી પર જાણીજોઈને હુમલા કરી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ વકરી રહ્યું છે. જ્યાં અગાઉ જ રશિયન સેનાએ ભારે વિનાશ કર્યો છે એવા યુક્રેનના મારિયુપોલ શહેરમાં આશરો લઈ રહેલા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં, આ ફેક્ટરીમાં રશિયન હુમલાથી જીવ બચાવવા માટે મોટી સંખ્યામાં નાગરિકોએ આશ્રય લીધો છે. પોતાના ટેલિગ્રામ એકાઉન્ટ પર પ્રોકોપેન્કોએ કહ્યું હતું કે આ ફેક્ટરીમાં આશ્રય લેનારાઓમાં તમામ વયના લોકો, મહિલાઓ, બાળકો તેમજ મારિયુપોલ માટે લડનારા સૈનિકોનાં પરિવારો સામેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારે દહેશતની સ્થિતિમાં યુક્રેનના નાગરિકો દેશ છોડી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં રશિયાના આક્રમણ બાદ 4,869,019 મિલિયન યુક્રેન નાગરિકોએ દેશ છોડી દીધો છે. 2.76 મિલિયન યુક્રેનના નાગરિકો પોલેન્ડમાં પ્રવેશ કરી ચુક્યા છે, જ્યારે 4,58,654 યુક્રેની હંગેરીમાં પ્રવેશ કરી ચુક્યા છે. 7,38,862 યુક્રેની નાગરિકોએ રોમાનિયામાં પ્રવેશ મેળવી લીધો છે.

યુક્રેન સામે યુદ્ધની શરૂઆત કર્યાં બાદ પ્રથમ વખત રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સ્વીકાર કર્યો છે કે આ લડાઈનું કારણ પશ્ચિમી દેશોએ જે પ્રતિબંધ લાદ્યા છે તેનાથી અર્થતંત્રને ભારે નુકસાન થયું છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે અર્થતંત્ર હવે પાટા પર આવવા લાગ્યું છે. આ યુદ્ધને લીધે પશ્ચિમી દેશોએ રશિયા ઉપર અનેક આકરા પ્રતિબંધ મુક્યા છે.રશિયાની સરકારી ટીવી પર એક વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો છે,જેમાં બ્રિટિશ નાગરિકની ધરપકડ કરવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને તેની મુક્તિ માટે વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે. યુક્રેનના આર્મીના ઈન્ટેલિજન્સ ચીફનું કહેવું છે કે પુતિન તરફથી પરમાણુ હતિયારનો ઉપયોગ થવાની સંભાવના નથી.યુક્રેનની સેનાનું કહેવું છે કે તેણે છેલ્લા 24 કલાકમાં ડોનબાસમાં 10 રશિયન ટેંકનો નાશ કર્યો છે.ખાર્કિવ શહેરમાં ગોળીબારીમાં પાંચ લોકોના મોત થયા છે અને 13 ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી છે.

Read About Weather here

માઈક્રોલાઈવમાં ઓડેસા પોર્ટની પાસે સતત રોકેટ હુમલા કરવામાં આવી રહ્યા છે. યુક્રેને એક પ્રશ્નાવલિમાં માહિતી ભરીને યુરોપિયન સંઘમાં સામેલ થવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.મીડિયા અહેવાલ પ્રમાણે યુક્રેનમાં બાળકોને રશિયા ભાષા શિખવવા મજબૂર કરવામાં આવશે.યુક્રેનના એરફોર્સે દાવો કર્યો છે કે તેણે તાજેતરમાં રશિયાના 3 હેલિકોપ્ટર અને એક વિમાન તોડી પાડ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here