રશિયા-યુક્રેન યુદ્ધને 51 દિવસ થઈ ગયા છે. અનેક દેશોના હસ્તક્ષેપ છતાં રશિયા અને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ પગલાં નથી લઈ રહ્યા. આ વચ્ચે યુક્રેનનાં સશસ્ત્ર દળોની કમાને કહ્યું હતું કે રશિયન સેના, યુક્રેનના ડોનેત્સ્ક અને ખેરસોન વિસ્તારમાં હુમલાઓ કરવાની યોજના બનાવી રહી છે. તો અમેરિકા ઝેલેન્સ્કીને મળવા માટે ઉચ્ચ સ્તરીય અધિકારીઓને કિવ મોકલવા અંગે વિચાર કરી રહ્યું છે.આ વચ્ચે યુક્રેને બ્લેક સીમાં રશિયન વોરશિપને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દીધી છે. રશિયન રક્ષા મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે બ્લેક સીની રક્ષા કરનારી નેપ્યૂન મિસાઈલે રશિયન જહાજને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
જોકે રશિયાએ દાવો કર્યો કે વિસ્ફોટ પહેલાં જ જહાજની અંદરથી બધાને બહાર કાઢી લીધા હતા.કરોડ રૂપિયા)ની મિલિટરી સહાયની મંજૂરી આપી છે. રશિયન હુમલાનો સામનો કરવા માટે આપવામાં આવતી આ મદદમાં તોપ, બખતરબંધ ગાડીઓ અને હેલિકોપ્ટર સામેલ છે.રશિયાએ અમેરિકાની સંસદના 398 સભ્યોને ટ્રાવેલ બેન લિસ્ટમાં મૂકી દીધા છે. રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા ગત મહિને રશિયન સાંસદો પર પ્રતિબંધ લગાવાયો હતો, જેના જવાબમાં રશિયાએ આ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રશિયાએ કેનેડીયન સેનેટના 87 સભ્યો પર પ્રતિબંધ લગાવી દીધો છે.
બ્રિટન સરકારે બે રશિયન વિરુદ્ધ પ્રતિબંધની જાહેરાત કરી છે, જેમાં ચેલ્સી ફૂટબોલ ક્લબના ડાયરેક્ટર યુજીન ટેનેંબોમ અને ચેલ્સીના માલિક રોમ અબ્રામોવિચના સહયોગી ડેવિડ ડેવિડોવિચના નામ સામેલ છે.દુનિયાની સૌથી મોટી સુપર યાટ ‘દિલબર’ જપ્ત કરી છે. આ કાર્યવાહી તપાસમાં એ વાત સામે આવ્યા બાદ કરાઈ છે કે આ સુપર યાટ પ્રતિબંધિત રશિયન એલિશર ઉસ્માનોવની બહેનની છે. આ સુપર યાટની કિંમત 60 કરોડ અમેરિકી ડોલર જણાવવામાં આવી છે.રશિયાએ કહ્યું હતું કે જો ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં સામેલ થશે તો અમે બાલ્ટિકમાં અમારું ડિફેન્સ મજબૂત કરવા માટે મજબૂર બનીશું, જેમાં પરમાણુ હથિયારોની તહેનાતી પણ સામેલ છે.
Read About Weather here
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મુલાકાતને લઈને ક્રેમલિને કહ્યું હતું કે આ બેઠકની શરત એ છે કે પહેલા એક દસ્તાવેજ પર બંને નેતા હસ્તાક્ષર કરે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પોતાની દૈનિક પ્રેસ વાર્તામાં એ વાતનો ઈનકાર કર્યો કે પુતિને પોતાના યુક્રેન સમકક્ષને મળવાની મનાઈ કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ એવી બેઠકથી ક્યારેય ઈનકાર નથી કર્યો,. પરંતુ એ માટે યોગ્ય સ્થિતિ તૈયાર થવી જોઈએ. રશિયામાં અમારા 100થી પણ વધુ કર્મચારી છે અને અમે કોઈ રશિયન ગ્રાહક સાથે કામ નથી કરી રહ્યા. તેમણે કહ્યું હતું કે અમે યુક્રેનને માનવીય મદદ આપવા માટે 10 લાખ ડોલરના ફંડની શરૂઆત પણ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here