યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રવિવારે અમેરિકાના સાંસદો સાથે વાત કરતા કહ્યું કે જો તેમને પશ્ચિમી દેશોની મદદ નહીં મળે તો રશિયાને રોકવું અત્યંત મુશ્કેલ બની જશે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 12મો દિવસ છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં હવે યુક્રેનના સામાન્ય લોકોનો જીવ પણ જઈ રહ્યો છે. ભયભીત લોકો સલામત વિસ્તારોમાં જવા માંગે છે. જેના કારણે સદીનું સૌથી મોટું સ્થળાંતર પણ આ 12 દિવસમાં જોવા મળ્યું હતું. આજે PM મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરશે.ઝેલેન્સકીએ ખૂબ જ લાગણીશીલ રીતે કહ્યું હતું. ‘જો મદદ ન મળે તો તમે મને છેલ્લી વાર જીવતો જોતા હશો’
Visit Saurashtra Kranti Homepage here
ત્યારબાદ તરત જ, અમેરિકા અને NATOએ યુક્રેનને મદદ કરવા માટે 17,000 એન્ટી-ટેન્ક મિસાઇલો અને અન્ય શસ્ત્રો મોકલ્યા હતા. આ તરફ રશિયાએ યુક્રેનને મદદ કરનાર દેશોને ધમકી આપી છે કે આમ કરીને તેઓ રશિયા સાથે યુદ્ધને આમંત્રણ આપી રહ્યા છે.યુક્રેન પર રશિયાના હુમલાના વિરોધમાં હવે અમેરિકન એક્સપ્રેસ કંપનીએ જાહેરાત કરી છે કે તે રશિયા અને બેલારુસમાં તેની કામગીરી બંધ કરી રહી છે.રશિયાની સેનાએ યુક્રેનની રાજધાની કિવ પર બે બાજુથી હુમલો કર્યો છે. પૂર્વના તરફથી રશિયાની સેનાએ કિવમાં પ્રવેશવા આગળ વધી રહી છે. જ્યારે, પશ્ચિમમાંથી, રશિયાના સૈનિકો સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે.યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રવિવારે કહ્યું કે રશિયાએ યુક્રેનના સંરક્ષણ ઉદ્યોગ સાથે જોડાયેલી સંસ્થાઓ પર હુમલાની જાહેરાત કરી છે.
આમાંના મોટાભાગના શહેરો વચ્ચે છે, જ્યાં ચારેય તરફ સામાન્ય નાગરિકો રહે છે. આવી સ્થિતિમાં રશિયાનો હુમલો સીધો જ નાગરિકોની હત્યા છે.ઝેલેન્સ્કીએ ખાર્કીવ, ચેર્નિહિવ, મારીયુપોલ, ખેરસન, હોસ્ટોમેલ અને વોલ્નોવાખા શહેરોને સોવિયેત પરંપરા અનુસાર, હીરો સિટી તરીકે બિરુદ આપ્યું છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ સોવિયત સંઘના 12 શહેરોને આ બિરુદ આપવામાં આવ્યું હતું.રશિયા અને યુક્રેન પોલેન્ડમાં શાંતિ સમજુતી પર ત્રીજા રાઉન્ડની વાતચીત કરી શકે છે.રશિયન રક્ષા મંત્રાલય ક્રેમલિનના હવાલાથી સ્પુતનિકે જણાવ્યું હતું કે, રશિયન સેનાએ યુક્રેનના તમામ લડાયક વિમાનો નષ્ટ કરી નાંખ્યા છે. રશિયન રક્ષામંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનાશેનકોવે રોયટર્સને જણાવ્યું હતું કે, કિવ સરકારના લગભગ તમામ પ્રભાવી વિમાન નષ્ટ કરી દેવામાં આવ્યાં છે.
કોનાશેનકોવે વધુમાં કહ્યું હતું કે, યુક્રેનમાં વાયુસેનાની એક એરફિલ્ડ પણ નષ્ટ કરી દેવામાં આવી છે.અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને કહ્યું કે, નાટોના સદસ્ય યુક્રેનમાં લડાયક વિમાન મોકલી શકે છે અને અમેરિકા તે દેશોને મદદ કરવા માટે તૈયાર છે. ‘શું નાટોના સભ્ય પોલેન્ડને યુક્રેનમાં લડાકૂ વિમાન મોલવાની મંજૂરી છે?’ આ પ્રશ્નના જવાબમાં બ્લિન્કને જવાબ આપ્યો હતો કે, તેને પણ લીલી ઝંડી આપીએ છીએ. અમે અત્યારે પોલેન્ડના મિત્રો સાથે વાત કરી રહ્યા છે કે અમે તેમની જરૂરિયાતો માટે શું કરી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે, પોલેન્ડની બોર્ડર યુક્રેન સાથ જોડાયેલી છે.રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને 11 દિવસ પસાર થઈ ચુક્યા છે. યુક્રેનની સેના અત્યાર સુધી રશિયાને ટક્કર આપી રહી છે. રશિયા તરફથી યુક્રેનની રાજધાની કીવ તથા અન્ય મોટા શહેરો ખાર્કિવ પર કરવામાં આવી રહેલા હુમલામાં મોટી સંખ્યામાં નાગરિકો માર્યા ગયા છે તેમ છતાં યુક્રેનની સેના યુદ્ધ મેદાનમાં અડીખમ છે.
રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધ મુદ્દે કવરેજ પર કંટ્રોલ રાખવા ન્યૂઝ ચેનલો સહિત કેટલાક ન્યૂઝ પોર્ટલ્સને બ્લોક કર્યા છે. જેમાં Mediazona, રિપબ્લિક, Snob.ru અને Agentstvo વગેરેનો પણ સમાવેશ થાય છે.દરમિયાન ખાર્કિવમાં યુક્રેનની સેનાએ કરેલા વળતા હુમલામાં રશિયાના ઉપકરણોના 30 યુનિટ પોતાના અંકૂશમાં લઈ લીધા છે. યુક્રેનની સમાચાર એજન્સી ઈન્ટરફેક્સે જણાવ્યું છે કે દેશના નોવા કાખોવ્કા શહેરમાં રશિયાના હુમલાનો વિરોધ કરી રહેલા વિરોધ પ્રદર્શનકારીઓ પર રશિયાના દળોએ ફાયરિંગ કર્યું હતું, જેને પગલે ઓછામાં ઓછા પાંચ લોકોને ઈજા પહોંચી છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે 2000 લોકો શહેરના માર્ગો ઉપર વિરોધ કરતા હતા.દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે યુક્રેનના શહેર વિનીતસિયા ઉપર રશિયાએ મિસાઈલો વડે હુમલો કર્યો છે. 8 જેટલી મિસાઈલોને લીધે આ શહેરની શાંતિ ભંગ કરવામાં આવી છે. આ શહેર પર અગાઉ રશિયાએ ક્યારેય હુમલો કર્યો ન હતી, પણ આ વખતે મિસાઈલોથી હુમલો કર્યો છે.
જેને પગલે વિમાની મથન સંપૂર્ણપણે નાશ પામ્યું છે.રશિયા અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સંપૂર્ણ નાશ કરી રહ્યું છે. અમારા જીવનને અમારા દ્વારા અને અમારા માતાપિતા તથા વડવાઓ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. રશિયા અમને ધીમે ધીમે મારી નાંખી રહ્યું છે. આ માટે વિશ્વના રાજકીય નેતાઓ જવાબદાર છે.રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ત્રણ માર્ચના રોજ જપોરિજિયા પરમાણુ પાવર પ્લાન્ટ પર થયેલી દુર્ઘટના માટે યુક્રેનના ઉગ્રવાદીઓને જવાબદાર ઠરાવ્યા છે. ક્રેમલિને કહ્યું કે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પુતિન સાથે વાતચીત કરી યુરોપના સૌથી મોટા પરમાણુ સંયંત્ર પર લાગેલી આગ અંગે પૂછ્યું હતું. પુતિને કહ્યું કે આ વિસ્તારમાં યુક્રેનના ઉગ્રવાદીઓ તરફથી સતત હુમલા થતા હતા. જેથી યુક્રેનના નાગરિકોને મારિયુપોલમાંથી બહાર નિકળવા દેવાતા ન હતા.પુતિને કહ્યું- યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટ ઉપર હુમલો નહીં કરીએ, કીવ લડાઈ બંધ કરશે તો ઓપરેશન અટકાવી દેશું દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે રવિવારે વાતચીત કરી હતી.
Read About Weather here
મેક્રોનના ઓફિસ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પુતિને કહ્યું છે કે યુક્રેને રશિયાની શરતો માની લેવી જોઈએ. પુતિને મેક્રોનને કહ્યું કે રશિયા યુક્રેનના ન્યુક્લિયર પ્લાન્ટ ઉપર હુમલો કરવા ઈચ્છતું નથી.રશિયા-યુક્રેન યુદ્ધને લીધે અત્યાર સુધીમાં 15 લાખ યુક્રેની નાગરિકો દેશ છોડીને જતા રહ્યા છે. પોલેન્ડમાં સૌથી વધારે 8 લાખ લોકોએ શરણ લીધી છે. બીજી બાજુ રશિયા પર નિયંત્રણની અસર દેખાઈ રહી છે. સરકારે આ સંજોગોમાં રિટેલર્સ માટે મર્યાદા લાદી છે.ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયે કહ્યું છે કે લોકો જરૂરિયાતથી વધારે સામાન ખરીદી રહ્યા છે. પોપ ફ્રાંસિસે રશિયા અને યુક્રેનને કહ્યું છે કે હવે બહુ થયું. તમને વિનંતી છે કે તમે લોહી અને આંસુની નદીઓ વહાવવાનું બંધ કરો. મળતી માહિતી પ્રમાણે રશિયાના અનેક શહેરોમાં લોકો જથ્થાબંધ ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે. તેને લીધે કાળા બજાર થવા લાગ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here