યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે રશિયા સૈન્ય સ્થાનો સિવાય રહેણાંક વિસ્તારોમાં પણ સતત હુમલા કરી રહ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચે 10મા દિવસે પણ યુદ્ધ જારી છે. હવે રશિયાએ યુક્રેનના રહેણાંક વિસ્તારોમાં હુમલા વધાર્યા છે. યુક્રેને દાવો કર્યો છે કે જાયટોમીર સહેરમાં રશિયન બોમ્બવર્ષામાં તેના 47 નાગરિકોનાં મોત થયા છે. સ્થાનિક પોલીસે તેને ક્લસ્ટર બોમ્બથી કરાયેલો હુમલો ગણાવ્યો હતો.આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુરોપિયન નેતાઓને રશિયાને રોકવામાં મદદ કરવા અપીલ કરી છે. ઝેલેન્સ્કીએ કહ્યું, ‘જો રશિયાને રોકવામાં નહીં આવે તો સમગ્ર યુરોપ ખતમ થઈ જશે.‘ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે રશિયન રોકેટ કિવમાં રાષ્ટ્રપતિ ભવનની બહાર પડ્યું હતું. તેણે કહ્યું કે રશિયા ફરી નિશાન ચૂકી ગયું છે.યુક્રેન પર રશિયાના હુમલા સતત તબાહી મચાવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
રશિયાની સેનાએ યુક્રેનના ઓડેસા શહેરમાં એક પુલ ઉડાવી દીધો છે.યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુક્રેનને નો-ફ્લાય ઝોનમાંથી બહાર કાઢવાના NATOના નિર્ણયની નિંદા કરી છે.યુક્રેનનાં પૂર્વ વડાપ્રધાન અઝારોવે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી કિવની મધ્યમાં આવેલ બંકરમાં હોઈ શકે છે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે આ બંકર એટલું મજબૂત છે કે તેના પર પરમાણુ હુમલાની પણ કોઈ અસર નહીં થાય.યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી યુએસ ડેમોક્રેટિક અને રિપબ્લિકન સેનેટરો સાથે વર્ચ્યુઅલ મીટિંગ્સ કરશે. મળતી માહિતી મુજબ આજે સાંજે 4.30 કલાકે બેઠક યોજાશે.
રશિયાએ શુક્રવારે યુક્રેનના શહેર મેરીયુપોલના એક રહેણાંક એપાર્ટમેન્ટ પર મિસાઈલ છોડી હતી. જો કે ઘટના સમયે ઈમારતમાં કોઈ લોકો નહોતા. હુમલા બાદ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી.ઝેલેન્સ્કીએ યુક્રેનને નો-ફ્લાય ઝોન ન બનાવવા બદલ નાટોની ટીકા કરી છે. નાટોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ઝેલેન્સ્કીનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો.ફ્રાન્સે ઝપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર રશિયન હુમલાની નિંદા કરી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદન બહાર પાડીને યુએનને તેની સુરક્ષા માટે વિશેષ સત્ર બોલાવવા વિનંતી કરી છે.રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ સહિત ખાર્કીવ, મારીયુપોલ જેવા શહેરોને ઘેરી લીધા છે. અહીં આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં કાપ મુકવામાં આવ્યો છે. જેના કારણે ફસાયેલા નાગરિકોની મુશ્કેલીઓ વધી છે.સતત દસ દિવસથી રશિયા દ્વારા યુક્રેનમાં ભયાનક હુમલા થઈ રહ્યા છે.
લોજિસ્ટિક્સ સમસ્યાઓના કારણે રશિયન સેના ધાર્યા સમયમાં યુક્રેન પર કબજો કરી શકી નહીં પણ રશિયાના હવાઈ હુમલા ઘાતક રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પોતાની આકરી છતાં ભાવુક સ્પીચમાં આ માટે નાટોને જવાબદાર ગણાવ્યું હતું. ઝેલેન્સ્કીએ કહ્યું, ‘નાટોએ યુક્રેનના આકાશને નો-ફ્લાય ઝોન જાહેર કરવાનો ઈનકાર કરતા રશિયાને ભયાનક હવાઈ હુમલા કરવા માટે છૂટો દોર મળી ગયો છે. આજના દિવસથી હવે પછી જેટલા લોકો મોતને ભેટશે એ તમારી નબળાઈના કારણે, તમારા કારણે મોતને ભેટશે.’ઝેલેન્સ્કીરએ ભૂતકાળની વાત પણ યાદ કરાવી અને કહ્યું હતું કે સોવિયેત યુગમાંજ્યારે પરમાણુ શસ્ત્રો વિથડ્રો કર્યા ત્યારે યુક્રેનને 1994માં સુરક્ષા અંગે ખાતરી આપવામાં આવી હતી. પરંતુ આજે તેનો અર્થ ન રહ્યો હોય એવું પ્રતીત થાય છે.
યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયાએ ફેસબુક બ્લોક કર્યા પછી ટ્વીટર પણ બ્લોક કર્યુ છે. યુક્રેન પરના હુમલા પછી રશિયાના સ્ટેટ કમ્યુનિકેશન વૉચડોગ દ્વારા ફેસબુક બાદ હવે ટ્વીટરને બ્લોક કરી દેવાયું છે. એજન્સી રોસ્કોમ્નાદ્ઝોરે કહ્યું હતું કે રશિયન પ્રોસિક્યુટર જનરલના કાર્યાલયના નિર્ણય પછી ટ્વીટર બ્લોક કરવામાં આવ્યું છે.રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને એક સપ્તાહ કરતા વધારે સમય પસાર થઈ ચુક્યો છે. પણ યુક્રેન ઝૂકવા તૈયાર નથી તો રશિયા તેની ઉપર કરવામાં આવી રહેલા જીવલેણ હુમલાને અટકાવવા તૈયાર નથી. તો બીજી બાજુ વિશ્વ સમુદાયની વિવિધ સંસ્થાઓ સતત એક યા બીજા કારણોથી બેઠકો યોજી રહી છે,પણ કોઈ જ શાંતિપૂર્ણ ઉકેલ મેળવવામાં સફળતા મેળવી શકી નથી. આ તમામ પરિસ્થિતિમાં યુક્રેનની પ્રજાએ ભારે ખુવારીનો સામનો કરવો પડી રહ્યો છે.
દરમિયાન રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર પોતાનો કબજો જમાવી લીધો છે. જપોરિજિયામાં પરમાણું સંયંત્ર પર પણ રશિયન સેનાએ હુમલો કરી પોતાના નિયંત્રણમાં લઈ લીધુ છે, જે યુરોપનું સૌથી મોટું પરમાણું સંયંત્ર માનવામાં આવે છે. આ ઉપરાંત યુક્રેનમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવાના આરોપ માટે સ્વતંત્ર પંચની રચના કરવા અંગે સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર પરિષદમાં મતદાન યોજાયું છે. ભારતે આ મતદાનમાં ભાગ લીધો ન હતો.પોલેન્ડમાં સુરક્ષા દળોએ સ્પેનિશ પત્રકાર પાબ્લો ગોન્ઝાલેઝની રશિયા વતી જાસૂસી કરવાની શંકામાં ધરપકડ કરી છે. આ કેસમાં તેને 10 વર્ષ સુધી જેલમાં રહેવું પડી શકે છે. પત્રકારની પત્ની ઓહાના ગોહરીનાએ રોઇટર્સને જણાવ્યું કે પોલીસે શુક્રવારે તેની ધરપકડ કરી અને તેને જેલમાં કેદ કર્યા છે.
Read About Weather here
પોલેન્ડ યુક્રેનનો સરહદી દેશ છે અને ત્યાં લાખો યુક્રેનિયનોએ યુદ્ધને કારણે આશ્રય લીધો છે.અગ્રણી ટેકનોલોજી કંપની માઈક્રોસોફ્ટે કહ્યું છે કે તે રશિયામાં પોતાના ઉત્પાદનો અને સેવાઓના નવા વેચાણને રદ્દ કરી રહી છે. આ અગાઉ નાઈકી, એપલ, H&M તથા આઈકિયા જેવી અનેક કંપનીઓએ પણ યુક્રેન પર રશિયાના હુમલાને લીધે આ પ્રકારના પગલા ભર્યા છે. રશિયાના ફાઈટર જેટ્સે તમામ અપીલોને નજર અંદાજ કરીને શાળાઓ પર પોતાના હુમલા બંધ કર્યા નથી. ઝાયટોમિરમાં એક મિડલ સ્કૂલ પર હુમલો થયો હતો. શાળાની ઈમાતર તૂટી ગઈ હતી. આ અગાઉ શાળાના મેદાનમાં પણ મિસાઈલ છોડવામાં આવી હતી. શાળા બંધ હતી. જેને લીધે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી. અત્યાર સુધીમાં ચાર શાળાને રશિયાને તોડી નાંખી છે.નવા વેચાણને રદ્દ કરવા ઉપરાંત માઈક્રોસોફ્ટે કહ્યું છે કે અમે અમેરિકાના પ્રતિબંધોનું પાલન કરવામાં રશિયામાં પોતાના વ્યાપારને લગતી અનેક બાબતોને અટકાવી દીધી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here