રશિયા-યુક્રેન યુદ્ધથી મોંઘવારી વધી…!

રશિયા-યુક્રેન યુદ્ધથી મોંઘવારી વધી…!
રશિયા-યુક્રેન યુદ્ધથી મોંઘવારી વધી…!
ક્રૂડ ઓઈલ મોંઘું થવાના કારણે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધવાની શક્યતા છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુક્રેન-રશિયા યુદ્ધ 14 દિવસથી ચાલી રહ્યું છે. આ યુદ્ધને કારણે આગામી દિવસોમાં મોંઘવારી વધુ વધી શકે છે. આ યુદ્ધને કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલનો ભાવ 140 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે, જે છેલ્લાં 14 વર્ષમાં ઓલ ટાઈમ હાઈ ભાવ છે.આ સિવાય ડોલર સામે રૂપિયો પણ સૌથી નબળી સ્થિતિમાં પહોંચી ગયો છે. અત્યારે 1 ડોલરની કિંમત રૂ, 77ને પાર થઈ ગઈ છે. આ સંજોગોમાં પણ મોંઘવારી વધી શકે છે. આ સિવાય નેચરલ ગેસ મોંઘો થવાથી આવનારા દિવસોમાં LPG-CNGના ભાવ પણ વધી શકે છે. એ ઉપરાંત મેટલની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અમે તમને જણાવીએ છીએ કે આ મોંઘવારીને કારણે સામાન્ય જનતાને શી અસર થશે. સૌથી પહેલા આપણે જાણીએ ક્રૂડ ઓઈલ મોંઘું થવાને કારણે તમને શી અસર થશે?રશિયા ઓઈલ અને નેચરલ ગેસનું એક મેજર પ્રોડ્યુસર છે.

Visit Saurashtra Kranti Homepage here

યુરોપિયન યુનિયનના નેચરલ ગેસ ઈમ્પોર્ટના લગભગ 40% સપ્લાય રશિયા કરે છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારાથી પેટ્રોલ-ડીઝલ મોંઘાં થશે. એને કારણે ટ્રાન્સપોર્ટ વધી જશે અને એને કારણે ખાણી-પીણીનો સામાન મોંઘો થઈ શકે છે. ક્રૂડ ઓઈલના ભાવ 140 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે, જે 14 વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે.24 ફેબ્રુઆરીએ જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે ક્રૂડ ઓઈલ 100 ડોલર પર વેપાર કરતો હતો.એટલે કે 13 દિવસમાં જ ક્રૂડ ઓઈલ 40 ટકા મોંઘું થઈ ગયું.ક્રૂડ ઓઈલના ઈન્ટરનેશનલ માર્કેટમાં 1 ડોલર પ્રતિ બેરલ મોંઘું થતાં પેટ્રોલ-ડીઝલની કિંમત લિટરદીઠ 50-60 પૈસાનો વધારો થયો છે.નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. 25 સુધીનો વધારો આવી શકે છે.એ ઉપરાંત સરકારી તેલ કંપનીઓ ટૂંક સમયમાં જ ઈંધણના ભાવમાં રૂ. 6 સુધીનો વધારો કરી શકે છે.આ સિવાય યુક્રેન-રશિયા યુદ્ધને કારણે નેચરલ ગેસ સપ્લાય ચેઈનને પણ નુકસાન થયું છે. દુનિયાના કુલ નેચરલ ગેસ ઉત્પાદનમાં 17% હિસ્સો રશિયાનો છે.

આ સંજોગોમાં યુક્રેન-રશિયા વિવાદથી પણ ગેસ સપ્લાય પ્રભાવિત થઈ શકે છે. એને કારણે વૈશ્વિક સ્તરે ગેસની અછત સર્જાઈ શકે છે અને આગામી દિવસોમાં સીએનજી અને એલપીજીના ભાવમાં કિલોદીઠ રૂ. 10-15નો વધારો આવી શકે છે.રશિયા-યુક્રેનના કારણે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં અત્યારસુધી કોપર, ઝિંક, નિકલ, લેડ અને એલ્યુમિનિયમ જેવા બેઝ મેટલના ભાવ સ્થાનિક બજારમાં 201 સુધી વઘી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એમાં 300 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. એને કારણે ઈલેક્ટ્રોનિક્સ, વ્હાઈટ ગુડ્સ અને વાસણ સહિત ઘણી વસ્તુઓ મોંઘી થઈ જશે. ઈલેક્ટ્રિક વાહનોમાં આ દરેક મેટલ્સનો ઉપયોગ થાય છે.વૈશ્વિક બજારમાં 24 ફેબ્રુઆરીથી અત્યારસુધી સૌથી વધુ 302 ટકા નિકલનો ભાવ વધ્યો છે.એનો ઉપયોગ સ્ટેનલેસ સ્ટીલ અને બેટરીમાં થાય છે. સ્થાનિક બજારમાં તેમાં 201 ટકા મોંઘું થયું છે.એની અસર સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો અને મેટલનાં સાધનોમાં થાય છે.કોપર, ઝિંક, લેડ અને એલ્યુમિનિયમની કિંમત વધતાં વીજળીથી ચાલતાં સાધનો મોંઘાં થઈ જશે.આ સિવાય સોના અને ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન એટલે કે માત્ર 13 દિવસમાં સોનાનો ભાવ 51,500થી વધીને 54 હજાર થયો છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સોનાનો ભાવ 56 હજાર સુધી પહોંચી શકે છે. આ સિવાય ચાંદીની વાત કરીએ તો એનો કિલોદીઠનો ભાવ 67 હજારથી 71 હજાર થઈ ગયો છે. આગામી સમયમાં ચાંદીનો ભાવ 85 હજાર સુધી પહોંચવાની શક્યતા છે. એલ્યુમિનિયમ, નિકલ અને તાંબાનો ભાવ પણ વધાવીન શક્યતા છે.રશિયા અને યુક્રેન દુનિયામાં ઘઉંના સૌથી મોટા નિકાસકારો છે. રશિયા દુનિયામાં ઘઉંની નિકાસ કરવામાં નંબર 1 છે, જ્યારે યુક્રેન પાંચમા ક્રમનું સૌથી મોટું ઘઉંનું નિકાસ કરતું સેન્ટર છે. કઝાકિસ્તાન, જોર્જિયા, તુર્કી, ઈજિપ્ત અને પાકિસ્તાન ટોપ 5 દેશ છે જેઓ ઘઉંની આયાત કરે છે, જ્યારે યમન, લિબિયા અને લેબનાન જેવા દેશ, જેઓ પહેલેથી જ યુદ્ધમાંથી પસાર થઈ રહ્યા છે તેઓ તેમના ઘઉં માટે યુક્રેન પર આધારિત છે.યમન તેમની જરૂરિયાતના 22% યુક્રેનથી ઈમ્પોર્ટ કરે છે.લિબિયા લગભગ 43% અને લેબનાન તેમની વપરાશના 50% ઘઉં યુક્રેનથી આયાત કરે છે.આ યુદ્ધને કારણે બંને દેશમાં વધુ અસ્થિરતા વધી શકે છે.

Read About Weather here

એને કારણે આગામી સમયમાં ઘઉંના ભાવમાં વધારો થઈ શકે છે.રશિયા-યુક્રેન યુદ્ધને કારણે રૂપિયા પર પ્રેશર ઊભું થયું છે અને એનું પરિણામ એ આવ્યું છે કે ડોલરની સરખામણીએ રૂપિયો વધારે નબળો થયો છે. ભારતમાં સનફ્લાવર ઓઈલની કુલ આયાતના 90 ટકા આ બંને દેશમાં આવે છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે દેશમાં સનફ્લાવર ઓઈલનો સપ્લાય ઘટી ગયો છે. પરિણામે, સનફ્લાવર ઓઈલના વપરાશકર્તાઓ હવે પામ અથવા સોયા ઓઈલ તરફ વળ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન જ સનફ્લાવર ઓઈલની કિંમતમાં રૂ. 10થી 35 ટકા સુધીનો વધારો આવ્યો છે. અત્યારે 1 ડોલરની કિંમત 77 રૂપિયાને ક્રોસ થઈ ગઈ છે. આ સંજોગોમાં મોંઘવારી વધશે. ડોલર મજબૂત થવાને કારણે પેટ્રોલ-ડીઝલથી લઈને વિદેશમાં અભ્યાસ કરવાનું પણ મોંઘું થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં ડોલર રૂ. 80 સુધી પણ પહોંચી શકે છે.સનફ્લાવર તેલના મુદ્દે ભારત સંપૂર્ણ રીતે રશિયા અને યુક્રેન પર આધારિત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here