શ્રી ચુંવાળીયા કોળી (ઠાકોર) વિદ્યાર્થી ભુવન અને બોર્ડીંગ રાજકોટનું જાજરમાન આયોજન રવિવારે સંતશ્રી વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 27મો શાહી સમૂહલગ્નોત્સવ
રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે 22 નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે: ક્ધયાઓને કબાટ, બેડ, ગાદલા, વાસણો વગેરેની ભેટ અપાશે
રાજકોટ શ્રી ચુંવાળીયા કોળી વિદ્યાથી ભુવન અને બોર્ડીંગ-રાજકોટ દ્વારા આયોજીત 27મો સંતશ્રી વેલનાથ સમૂહ લગ્નોત્સવ આગામી તા.19 ને રવિવારે સવારે 8 કલાકેના રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ, બહુમાળી ભવનની સામે રાજકોટ આયોજીત કરવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
આપણે ત્યાં 16 સંસ્કાર એ આપણી પરંપરાનું આગવુ અને વિલક્ષણ પાસું છે. આ સંસ્કારમાં વિવાહ સંસ્કારને આપણી સંસ્કૃતિના જયોતિર્ધર એવા રૂષિમુનિઓએ ‘ધન્ય ગૃહસ્થાશ્રમ’ કહી યશોગાન ગાયા છે. આ ગૃહસ્થાશ્રમ સ્ત્રી અને પુરૂષ જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરૂષાર્થની પ્રાપ્તીમાં એક્બીજાના પુરક પ્રેરક અને સહયોગી બની રહેવા પ્રતિજ્ઞાધ્ધ થશે અને આ ચાર આશ્રમમાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. આ પ્રસંગે 22 જેટલા નવયુગલો જોડાઈ રહ્યા છે. જેમાં ક્ધયાઓને શુકનની વસ્તુઓ ઉપરાંત કબાટ, બેડ, ગાદલા, વાસણો વગેરેની ભેટ આપવામાં આવશે અને સંતો, મહાનુભાવો દ્વારા પ્રેરણાત્મક સંસ્કારનો કરીયાવર કરવામાં આવશે. બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે લોધીકા લલીતાબેન ઘોડાદ્રા અને સોનલબેન ઠાકોર ભાતીગળ સંસ્કૃતિના લગ્નગીતોની પરંપરાને ઉજાગર કરશે.
આ સમૂહલગ્નોત્સવમાં સંતશ્રી પ.પુ. રામદાસબાપુ, પ.પુ. સાયનાથબાપુ, શ્રી સુંદરનાથ બાપુ, શ્રી મનુભગત, શ્રી વાઘજીભગત તથા અધ્યક્ષસ્થાને ધર્મેશભાઈ જંજવાડીયા (પ્રદેશ પ્રમુખ- ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ) સમારોહના ઉદ્ઘાટક ડો.મહેન્દ્ર મુંજપરા કેન્દ્રીય મંત્રી, કુંવરજીભાઈ બાવળીયા, વિરજીભાઈ સનુરા, દિનેશભાઈ મકવાણા, દેવજીભાઈ ફતેપરા, જગદિશભાઈ કોર, અમિતભાઈ ચાવડા, પરસોતમભાઈ સાબરીયા, રાજેશભાઈ ચુડાસમા, શામજીભાઈ ચૌહાણ, રૂત્વીકભાઈ મકવાણા, રમેશભાઈ ઠાકોર, અલ્પેશભાઈ ઠાકોર, નયનાબેન બાળોન્દ્રા, બાબુભાઈ ઉઘરેજા, કંકુબેન ઉઘરેજા, ભરતભાઈ ડાભી ઉપરાંત સમાજના સરપંચઓ, દાતાશ્રીઓ દિપકભાઈ બાબરીયા, દેવભાઈ કોરડીયા, મિહીરભાઈ સીતાપરા, શ્રી ધર્મેશ ભરતભાઈ બાળોન્દ્રા વગેરે સન્માનીય દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓ પધારશે.
Read About Weather here
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ભરતભાઈ બાળૌન્દ્રા, મહામંત્રી શુભાષભાઈ અઘોલા, ખજાનચી ભરતભાઈ પંચાસરા અને સમૂહલગ્ન સમિતિ દરેક હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. શ્રી ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભુવન અને બોર્ડીંગ-રાજકોટના મંત્રી લક્ષ્મણભાઈ વાવેસાની યાદી જણાવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here