શહરેના સેલીબેશન ટ્રી પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય આયોજન: 6 નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે: કરિવયાવરમાં 135 થી વધારે વસ્તુઓ આપવામાં આવશે
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન દ્વારા આગામી તા.26 ફેબ્રુઆરીને રવિવારના રોજ પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન સેલીબ્રેશન ટ્રી પાર્ટી પ્લોટ, રિવરસાઇડ સ્કૂલ પાસે, કોઠારીયા મેઇન રોડ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
આ સમૂહ લગ્નોત્સવમાં જાન આગમન તા.26ને સાંજે 4 કલાકે, હસ્ત મેળાપ સાંજે 5:45 કલાકે, ભોજન સમારંભ સાંજે 6:30 કલાકે અને ક્ધયા વિદાય સાંજે 10 કલાકે નિરધારેલ છે.
સમૂહ લગ્નોત્સવમાં 6 નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે. નવદંપતિઓને આશીર્વચન પાઠવવા પ.પૂ.મહંતશ્રી વિજયબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ(ઉપપ્રમુખ અખિલ ભારતીય સાધુ સમાજ સતાધારધામ), પ.પૂ.શ્રી મુકતાનંદજીબાપુ ચાંપરડા(અખિલ ભારતીય સાધુ સમાજ), પ.પૂ.મહંતશ્રી શેરનાથબાપુ ગુરૂશ્રી ત્રિલોકીનાથબાપુ(ગોરખનાથ આશ્રમ જૂનાગઢ), પ.પૂ.મહંતશ્રી જેરામબાપુ (શ્રી આપાગીગા ગાદી મંદીર જગ્યા બગસરા), પ.પૂ.મહંતશ્રી બળદેવબાપુ(શ્રી દેવાનંદઆશ્રમ-ઠાસા) સહિતના સાધુ-સંતો ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાનમાં વજુભાઇ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કમલેશભાઇ મીરાણી, ભૂપતભાઇ બોદર, પ્રદીપભાઇ ડવ, મનસુખભાઇ ખાચરીયા, મોહનભાઇ કુંડારીયા, પુષ્કરભાઇ પટેલ, રામભાઇ મોકરીયા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુ. કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
Read Saurashtra Kranti E-Paper here
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન દ્વારા આગામી વર્ષ 2024 ના તા.26 ફેબ્રુઆરીને સોમવારે દ્વિતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠનના અધ્યક્ષ વિજયભાઇ મકવાણા, મંત્રી વિક્રમભાઇ કાચા, સહખજાનચી કમલેશભાઇ ભાલિયા, પ્રમુખ હાર્દિકભાઇ ટાંક, ઉપપ્રમુખ રોહિતભાઇ ટાંક, ખજાનચીન અજયભાઇ ચાવડા, સહમંત્રી પ્રતિકભાઇ ચૌહાણ, સભ્યો તુષારભાઇ ટાંક અને ગૌતમભાઇ ચાવડા તેમજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ સમાજના અધ્યક્ષ ભરતભાઇ રાઠોડ, ઉપપ્રમુખ જીતુભાઇ સોલંકી, સહમંત્રી મહેશભાઇ કાચા, ઉપાધ્યક્ષ બાબુભાઇ ભાલીયા, મંત્રી જયસુખભાઇ કાચા, ખજાનચી ચંદુભાઇ ગરનારા, પ્રમુખ કાળુભાઇ પરમાર, સહમંત્રી દિનેશભાઇ રાઠોડ અને સહખજાનચી હસુભાઇ ચાવડા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠનના પ્રમુખ હાર્દિકભાઇ ટાંક અઅને ઉપપ્રમુખ રોહિતભાઇ ટાંક દ્વારા સર્વે જ્ઞાતિજનોને સહભાગી થવા આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here